શું ખરેખર હાથી સૂંઢ પર સિંહણના બચ્ચાના બેસાડી રસ્તો ક્રોસ કરાવી રહ્યો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં જોવામળે છે કે, હાથી અને સિંહણ રસ્તા પર ચાલી રહ્યા છે અને હાથીની સૂંઢ પર સિંહણનું બચ્ચુ જોવા મળી રહ્યુ છે. આ ફોટોને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સિંહણના બચ્ચાને તડકામાં ચાલવામાં તકલીફ પડી રહી હોવાથી હાથી દ્વારા તેને […]

Continue Reading

શું ખરેખર તારકેશ્વર વિકાસ બોર્ડના ચેરમેન તરીકે મુસ્લિમની વરણી કરવામાં આવી….? જાણો શું છે સત્ય….

હાલમાં ઈન્ડિયા ટીવીનું એક ન્યુઝ બુલેટિયન સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, હુબલીમાં આવેલા તારકેશ્વર મંદિરના ચેરમેન તરીકે મુસ્લિમ શખ્સની હાલમાં નિમણુંક કરવામાં આવી. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં તારકેશ્વર ડેવલોપમેન્ટ બોર્ડના ચેરમેન તરીકે ફિરહાદ હકીમની નિમૂંણક કરવામાં આવી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં જોવા મળતી વ્યક્તિ ફાધર સ્ટેન સ્વામી છે…? જાણો શું છે સત્ય….

ભીમા કોરેગાંવ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં રખાયેલા ફાધર સ્ટેન સ્વામીના અવસાન પછી એક તરફ રાજકારણ ગરમાયું છે અને સરકારને સોશિયલ મિડિયા પર અનેક સવાલો પુછવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઘણાં લોકોએ એક ફોટો શેર કરી રહ્યા છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિને હોસ્પિટલના પલંગ પર સાંકળથી બાંધવામાં આવ્યો છે. આ પોસ્ટ કરી અને દાવો કરી રહ્યા […]

Continue Reading

શું ખરેખર નેધરલેન્ડમાં ધોરણ પાંચથી ભગવદ ગીતા ફરજિયાત ભણાવવામાં આવી રહી….? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે વિદેશી બાળકોનો ફોટો જોઈ શકાય છે અને તેમના હાથમાં પુસ્તક જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નેધરલેન્ડમાં ધોરણ 5થી જ ફરજિયાત ભગવદ ગીતા ભણાવવામાં આવી રહી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર કલ્યાણના ડોકટર કિશોર પાટિલ દ્વારા ઢિંગલીની કેક બનાવવામાં આવી…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયા પર ઢિંગલી જેવી કેકનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. ઢિંગલીને સુંદર લીલો ભારતીય પરંપરાગત ડ્રેસ પહેર્યો છે. વિડિયોના બેકગ્રાઉન્ડમાં બોલિવૂડ ફિલ્મનું એક ગીત વગાડવામાં આવી રહ્યું છે, સાથે જ કોઈક ઢિંગલીની સજાવટ કરતા જોઈ શકાય છે. આ વિડિયો સાથે દાવો કરી રહ્યા છે કે, “આ કેક ભારતીય દ્વારા બનાવવામાં આવી છે, કલ્યાણમાં રહેતા […]

Continue Reading

શું ખરેખર ભરૂચ ક્રાઈમ બ્રાંચ દ્વારા કુખ્યાત આરોપીની ધરપકડ કરાયાના CCTV છે…? જાણો શું છે સત્ય…

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એખ ટેબલ પર બેઠેલા શખ્સોને બબોચી લઈ છે. અને બાદમાં તેમની ધરપક્ડ કરી અને લઈ જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભરૂચ ક્રાઈમ બ્રાંચ દ્વારા કુખ્યાત આરોપી મોહંમદ સેરાજ અનવરની ધરપકડ કરવામાં આવી તેના સીસીટીવી […]

Continue Reading

શું ખરેખર દિલ્હીની શાળાની મુલાકાત નેતા દ્વારા લેવામાં આવી તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ શાળાની શિક્ષિકાઓને વિદ્યાર્થીઓને ન ભણાવવા બાબતે ઠપકો આપી રહ્યા છે અને શિક્ષિકાઓ તેમને સાંભળી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ દિલ્હીની શાળા છે અને નેતા દ્વારા અચાનક આ શાળાની મુલાકાત […]

Continue Reading

શું ખરેખર ટોક્યો ઓલિમ્પિક્સમાં સ્વયંસેવકોને અપાયેલા મેડલ પર પ્રથમ વખત ‘સ્વયંસેવક’ હિન્દીમાં લખવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

ટોક્યો ઓલિમ્પિક 2020ના સ્વયંસેવક ચંદ્રકનો ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ચંદ્રક પર સ્વયંસેવક વિવિધ ભાષાઓમાં લખાયેલ છે. આના પર હિન્દીમાં પણ સ્વયંસેવક લખેલુ વંચાય છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટોક્યો ઓલિમ્પિક્સમાં સ્વયંસેવકોને આપવામાં આવેલા મેડલ પર પહેલીવાર હિન્દીમાં ‘સ્વંયસેવક’ લખ્યું હતું.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર […]

Continue Reading

શું ખરેખર રામ જન્મ ભૂમિ સ્થળ પર ખોદકામ દરમિયાન પત્ર મળી આવ્યો…? જાણો શું છે સત્ય….

ગત વર્ષે ઓગસ્ટ 2020 માં, શ્રી રામ મંદિરના ભૂમિપૂજન પછી, અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું, જે હાલમાં ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યું છે, એવો અંદાજ છે કે વર્ષ 2024 સુધીમાં, ભવ્ય મંદિર તૈયાર થઈ જશે, આ સંદર્ભમાં આ દિવસોમાં એક વિડિઓ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે, વિડિયોમાં આપણે જોઈ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો બીજો ફોટો મુંબઈની મીઠી નદીનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક મિક્સ ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ બંને બે અલગ-અલગ ફોટા છે. પહેલા ફોટામાં સાફ-સુથરી નદીના કિનારે એક સુંદરસૂર બગીચા દેખાઈ રહ્યા છે. જ્યારે બીજા ફોટામાં પ્લાસ્ટિકના કચરાથી ઉભરાતી કેનાલ જોવા મળી રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર સાંણદની બેંક ઓફ બરોડામાં ગાર્ડ દ્વારા ગ્રાહકને ગોળી મારવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિના પગ માંથી સતત લોહી વહી રહ્યુ છે અને ગાર્ડ બંધૂક લઈ અને ઉભેલો જોવા મળે છે અને બેંક હોવાનું જણાઈ રહ્યુ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ પાસેના સાણંદમાં આવેલી બેંક […]

Continue Reading

શું ખરેખર વિજળીના ભાવમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવી રહ્યો છે…? જાણો શું છે સત્ય….

ઈંઘણના ભાવ દિવસે-દિવસેને ખૂબ વધી રહ્યા છે પેટ્રોલ-ડિઝલના ભાવ દેશના ઘણા રાજ્યોમાં 100 રૂપિયાને પાર ચાલ્યા ગયા છે, તે વચ્ચે હાલમાં એક ન્યુઝ પેપરનું કટિંગ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, મોદી સરકાર નવી વ્યવસ્થા લાવી રહી છે જે અંતર્ગત વિજળીના ભાવમાં વધારો કરવામાં આવશે. આ […]

Continue Reading

શું ખરેખર વૃધ્ધની દાઢી કાપનાર આરોપીને લોકોએ માર માર્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં જ એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો હતો જેમાં દિલ્હીની બાજુમાં આવેલા લોની વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા એક મુસ્લિમ વૃદ્ધ વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે, આ જ વિડિયો બાદ અન્ય એક વિડિયોમાં આ વ્યક્તિએ દાવો કર્યો હતો કે હુમલાખોરોએ તેની દાઢી કાપીને કહ્યું હતું “જય શ્રી રામ”ના નારા લગાવો. જો […]

Continue Reading

શું ખરેખર અમદાવાદની સાબરમતી નદી માંથી કોરોના વાયરસ મળી આવ્યો…? જાણો શું છે સત્ય…

IIT ગાંધીનગર દ્વારા કરાયેલા સંશોધનનાં તારણોએ તાજેતરમાં હેડલાઇન્સ બનાવી છે અને બધે જ ભારે ગભરાટ ફેલાયો હતો. આ સંશોધનને ટાંકીને, ન્યૂઝ મિડિયા વેબસાઇટ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો છે કે, વૈજ્ઞાનિકોને ગુજરાતના અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના પાણી માંથી “કોરોના વાયરસ” મળ્યો છે. આને લીધે સોશિયલ મિડિયા પર “કોરોના વાયરસ પીવાના પાણીમાં મળી આવ્યો છે” તેવા દાવાઓ […]

Continue Reading

શું ખરેખર PM મોદીનો સાત વર્ષનો જમવાનો ખર્ચ 100 કરોડ રૂપિયા થયો છે…? જાણો શું છે સત્ય….

સમયાંતરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ અને જૂદા-જૂદા મેસેજ સોશિયલ મિડિયા પર વાયરલ થતા હોય છે. હાલ એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે, આરટીઆઈમાં મળેલી માહિતી મુજબ, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છેલ્લા એક વર્ષમાં જમવાનો ખર્ચ 100 કરોડ રૂપિયા થયો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે […]

Continue Reading

શું ખરેખર મારપીટની આ ઘટના આમ આદમી પાર્ટીની મિટિંગ દરમિયાન બની હતી…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં તેમજ અન્ય રાજ્યોમાં આમ આદમી પાર્ટી સક્રિય થતા સોશિયલ મિડિયામાં આમ આદમી પાર્ટીને લઈ ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક મિટિંગ ચાલુ છે અને ચાલુ મિટિંગમાં એક નેતા અન્ય નેતાને ચપ્પલ વડે માર મારી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર ભાજપના સિનિયર નેતા મુરલી મનોહર જોશી દ્વારા પ્રધાનમંત્રીને લઈ નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ભાજપાના સિનિયર નેતા મુરલી મનોહર જોશીના ફોટો સાથે એક નિવેદન સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. આ નિવેદન પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ને લઈ કરવામાં આવ્યુ છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે મુરલી મનોહર જોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રીતે જ અભિમાનમાં રહ્યા તો 2024માં ખરાબ રીતે હારશે […]

Continue Reading

શું ખરેખર રૂષિકેશમાં પીપળાના ઝાડ પર કેરી ઉગી હતી…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં ઝાડ પર કેરી જોવા મળી રહ્યી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રૂષિકેશમાં પીપળાના ઝાડ પર કેરી ઉગી હતી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો બનાવટી […]

Continue Reading

શું ખરેખર ઓસ્ટ્રેલિયામાં મેલબોર્નમાં હાલમાં આવેલા વાવાઝોડા દરમિયાનના ફોટો છે….? જાણો શું છે સત્ય….

હાલમાં ઘણા ફોટો સોશિયલ મિડિયામાં ઘણા ફોટો વાયરલ થઈ રહ્યા છે અલગ અલગ વિજળીના વાદળના અને વરસાદના ફોટો શેર કરતા માહિતી આપવામાં આવી રહી છે કે,“આ તમામ ફોટો હાલમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આવેલા વાવાઝોડા દરમિયાનના છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા તમામ ફોટો હાલના નહિં […]

Continue Reading

શું ખરેખર જમ્મુ રોહિંગ્યા મુસ્લિમોના ઘરનું ડિમોલેશન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રશાસન દ્વારા પોલીસ અને અન્ય કર્મચારીઓને સાથે રાખી મકાનો પાડવામાં આવી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કાશ્મીરમાં રોહિંગ્યાઓ દ્વારા ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી ઇમારતો સરકાર દ્વારા તોડી પાડવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર થાઈલેન્ડમાં યુવાન દ્વારા પ્રેમિકાના મોત બાદ સાપ સાથે લગ્ન કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં એક વ્યક્તિ સાપને બુકે આપતો જોવા મળી રહ્યો છે. અને યુવાનના મોઢા પર હાસ્ય જોવા મળી રહ્યુ છે. આ ફોટોને શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ યુવાન થાઈલેન્ડનો છે અને તેને ઝેરી સાપ સાથે લગ્ન કર્યા.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર કોરોના સામેની લડાઈમાં મોદી તમામ નેતાઓમાં પહેલા નંબર પર છે…? જાણો શું છે સત્ય….

કોરોનાની બીજી લહેરમાં, દેશની આરોગ્ય પ્રણાલી એવી રીતે પડી કે તેની ચર્ચા વિશ્વભરમાં થવા લાગી. ઘણા આંતરરાષ્ટ્રીય મિડિયા સંગઠનોએ પણ આ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની આકરી ટિકા કરી હતી. પરંતુ હાલ એક ન્યુઝ પેપરના કટિંગ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે “કોરોના સામેની લડાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ નેતાઓમાં […]

Continue Reading

શું ખરેખર અમરોહામાં ભાજપાના ધારાસભ્યને મહિલા દ્વારા માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં એક મેસેજ અને ત્રણ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જેમાં આ યુવાનના કપડા ફાટી ગયેલા જોવા મળે છે અને આ વ્યક્તિની હાલત પણ ખરાબ જોવા મળી રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વ્યક્તિ ભાજપાનો ધારાસભ્ય છે અને મહિલા દ્વારા તેને મારમારવામાં […]

Continue Reading

શું ખરેખર આ યુવાનનું નામ રાજેશ તિવારી છે અને તે UPSCમાં 643 માર્ક્સ લાવ્યો હતો…? જાણો શું છે સત્ય….

છેલ્લા ઘણા સમયથી એક યુવાનનો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે યુવાનના હાથમાં એક ફાઈલ જોવા મળે છે અને તે તેના માથે હાથ રાખીને ઉભેલો જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ યુવાનનું નામ રાજેશ તિવારી છે અને તે યુપીએસસી પરિક્ષામાં 643 માર્ક લાવ્યો હોવા છતા […]

Continue Reading

આર્ક્ટિક મહાસાગરમાં સૂર્ય ગ્રહણ કરતો વિશાળ ચંદ્ર બતાવતો વિડિયો નકલી છે…. જાણો શું છે સત્ય….

એક ઉજ્જડ જગ્યા પાછળ દર્શાવતી વિડિયોમાં સૂર્ય ગ્રહણ કરતો વિશાળ ચંદ્ર બતાવવામાં આવ્યો છે. વિડિયોમાં, ચંદ્ર પૃથ્વીની સપાટીથી ખૂબ નજીકના અંતરે દેખાય છે, સૂર્ય ગ્રહણ કરતા પહેલાં અને એક ક્ષણમાં જ અંધકાર પેદા કરે છે, અને ક્ષિતિજની નીચે ફેડ થઈ જાય છે. આ વિડિયો શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો રશિયા […]

Continue Reading

શું ખરેખર 71 વર્ષ બાદ મિઝોરમમાં પહેલી ટ્રેન પહોંચી હતી…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં એક ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્ટેશન નીચે અને પાટા પાસે ઘણા લોકો ઉભેલા જોવા મળે છે અને બીજી તરફથી ટ્રેન આવતી જોવા મળે છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મિઝોરમમાં 71 વર્ષ પછી આ પહેલી ટ્રેન પહોંચી તેનો ફોટો છે.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર નર્સ દ્વારા વેક્સિન લગાવવામાં ન આવતી હોવાનો વિડિયો યુપીનો છે….? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઝી હિન્દુસ્તાન ન્યુઝ ચેનલનું બુલેટિયન હોવાનું માલુમ પડે છે. આ વિડિયોમાં નર્સ વેક્સિન લેવા આવેલા વ્યક્તિને સોય તો લગાવે છે. પરંતુ બાદમાં વેક્સિન ભરેલુ જ રહેવા દે છે અને ડસ્ટબીનમાં ફેકી દે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર કર્ણાટકના રાયચૂરમાં મસ્જિદ નીચેથી જૈન મંદિર મળ્યુ હતું…..? જાણો શું છે સત્ય…

હાલમાં અમુક ફોટોગ્રાફ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ફોટોમાં જોવા મળે છે કે, ઘણા જૈન સાધુઓ કોઈ ઐતિહાસિક ઈમારતની મુલાકાત લઈ રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મહિલાઓ મફત રાશન લેવા માટે લાઈનમાં બેઠી હતી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને કેન્દ્ર સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય….

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના સોશિયલ મિડિયામાં એક હિન્દી ભાષામાં લખેલી પીડીએફ ફાઈલ ફરી રહી છે. આ પીડીએફ ફાઈલ શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સહાય કરવામાં આવી રહી છે.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી […]

Continue Reading

શું ખરેખર સુરતમાં તાપી નદીના કિનારે મગરે શ્વાનનો શિકાર કર્યો હતો…? જાણો શું છે સત્ય…

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક શ્વાન નદી કિનારે ટહેલી રહ્યો હોય છે. અને થોડી જ વારમાં શ્વાનને મગર પકડી અને નદીમાં લઈ જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “શ્વાનનો શિકાર કરતો મગરનો આ વિડિયો ગુજરાતના સુરત શહેરમાં […]

Continue Reading

શું ખરેખર ગુજરાત હાઈકોર્ટ દ્વારા વોટ્સએપને લઈ નિયમો જાહેર કરાયા…? જાણો શું છે સત્ય.

હાલમાં એક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટના નામથી વાયરલ મેસેજ અંગે જણાવવામાં આવી રહ્યુ છે કે, “વોટ્સએપ અને ફેસબુક માટે જાહેર સુચના, સોગંધ વાળા મેસેજ અસ્લીલ વિડિયો મોકલનારને રોકડ દંડ અને કેદની સજા થશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મેસેજ […]

Continue Reading

શું ખરેખર મફત રાશન લેવા માટે મહિલાઓ લાઈનમાં બેઠી હતી…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, બુરખા પહેરેલી અનેક મહિલાઓ લાંબી લાઇનમાં ઉભી છે. થેલી બધી મહિલાઓના હાથમાં દેખાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મહિલાઓ મફત રાશન લેવા માટે લાઈનમાં બેઠી હતી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો દિલ્હીની સાલેમપુર માર્કેટનો છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં નાનકડી શેરીમાં બંને તરફ દુકાનો જોવા મળે છે અને ખૂબ જ ભીડ જોવા મળે છે. આ વિડિયો શેર કરતા દાવા કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો દિલ્હીના સાલેમપુર માર્કેટનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમદાવાદની વીએસ હોસ્પિટલનો છે…? જાણો શું છે સત્ય….

‘તાઉ તે’ વાવાઝોડાએ ગુજરાતમાં ભારે તારાજી સર્જી અને ખૂબ જ નુક્શાન પહોચાડેલ હતુ. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હોસ્પિટલના દ્રશ્યો જોવા મળે છે. અને આ હોસ્પિટલના ટોપ ફ્લોર પરથી એક કાચ નીચે પડતો જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર હાલમાં ઓડિશામાં આવેલા ‘YAAS’ વાવાઝોડાનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

પહેલેથી જ ભારતના મોટાભાગના રાજ્યો કોરોનાની મહામારી ચાલી રહી છે અને તે વચ્ચે તાઉ તે અને યાસ વાવાઝોડાએએ ભારે વિનાશ વહેર્યો છે. યાસ ચક્રવાત વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત ઓડિશા, પશ્ચિમ બંગાળ રાજ્યો છે. હાલ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો ઓડિશાના બાલાસોરમાં આવેલા યાસ વાવાઝોડા દરમિયાનનો […]

Continue Reading

શું ખરેખર લગ્ન(શાદી)માં ગાઈડલાઈનનું પાલન કરવવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક લોકોનું ટોળુ કોઈ ધાર્મિક સ્થળ પર એકઠુ થયેલુ જોવા મળ્યુ છે અને પોલીસ અધિકારીને ધક્કે ચડાવી રહ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “લગ્ન(શાદી) સમારોહમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં ઘાયલ થયેલા પેલેસ્ટાઈનના સૈનિકો છે…..? જાણો શું છે સત્ય….

ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે 11 દિવસના લોહિયાળ યુદ્ધ વચ્ચે યુદ્ધ વિરામની ઘોષણા કરવામાં આવી છે. પેલેસ્ટાઇન કહે છે કે આ સંઘર્ષમાં 200 થી વધુ લોકો મૃત્યુ પામ્યા અને સેંકડો ઘાયલ થયા. આ દરમિયાન એક ચોંકાવનારો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો હાલનો છે અને પેલેસ્ટિનિયન […]

Continue Reading

શું ખરેખર ખંભા પર લાશ ઉપાડી જતા વૃધ્ધનો વિડિયો પશ્ચિમ બંગાળનો છે…? જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વૃધ્ધ માણસ પોતાના ખંભા પર એક ચાદરમાં મૃતદેહ વિટીને લઈ જાય છે. તેની પાછળ એક યુવાન તેની સંભાળ લઈ રહ્યો છે. તેમજ આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ખંભે લાશ લઈને જતા વૃધ્ધની આ ઘટના પશ્ચિમ બંગાળમાં બનવા પામી છે.”   ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો આસામના મુખ્યમંત્રીનો છે….? જાણો શું છે સત્ય….

આજકાલ એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં એક વ્યક્તિ ભાજપ અને પીએમ મોદીની પ્રશંસા કરતા જોવા મળી રહ્યો છે. તે વ્યક્તિ કહે છે, “તમે શોલે ફિલ્મ જોઇ છે? લગભગ દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોઈ હશે. તેમાં એક ઉમદા કિરદાર છે, ગબ્બરસિંહે તેનો હાથ કાપી નાખ્યો. પરંતુ તે સમયે કોઈ […]

Continue Reading

શું ખરેખર સિંગાપુર યુનિવર્સિટિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભારત 18 જૂન પહેલા કોરોના મુક્ત થઈ જશે…? જાણો શું છે સત્ય….

ભારતમાં કોરોનાની બીજી લહેર થોડી ધીમી પડી છે અને સોશિયલ મિડિયામાં સાચા-ખોટા મેસેજ પણ વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “સિંગાપુરની યુનિવર્સિટિ દ્વારા દાવો કરવામાં આવ્યો કે, 18 મી જૂન સુધીમાં ભારત સંપૂર્ણ કોરોના મુક્ત થઈ જશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર હિટલર તેની સ્પીચ દરમિયાન રડી પડ્યો હતો…? જાણો શું છે સત્ય….

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોરોના સંકટ અંગે કાશીના ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ સાથે વાત કરી હતી. આ સમય દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા હતા. આ ચર્ચા બાદ ઘણા લોકોએ સોશિયલ મિડિયા પર પીએમ મોદીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ હાલ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “જર્મન […]

Continue Reading

શું ખરેખર ન્યુ યોર્ક ટાઇમ્સ દ્વારા પીએમ મોદીની મજાક કરતો મગરમચ્છના આંસુઓનો ફોટો પ્રસારિત કર્યો…? જાણો શું છે સત્ય….

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોરોના સંકટ અંગે કાશીના ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ સાથે વાત કરી હતી. આ સમય દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા હતા. આ ચર્ચા બાદ ઘણા લોકોએ સોશિયલ મિડિયા પર પીએમ મોદીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. ન્યૂયોર્ક ટાઇમ્સના અખબારના મુખ્ય પૃષ્ઠનો ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ન્યુઝ પેપરના […]

Continue Reading

ઇઝરાઇલના એર ડિફેન્સ સિસ્ટમ ફૂટેજ તરીકે શેર કરેલા દ્રશ્યો ARMA-3 વિડિયો ગેમના દ્રશ્યો છે…

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુધ્ધ ખેલાયુ હતુ. 11 દિવસ ચાલેલા આ યુધ્ધ બાદ બંને વચ્ચે સીઝ ફાયરના હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ વચ્ચે સોશિયલ મિડિયામાં અનેક એર સ્ટ્રાઈકના વિડિયો વાયરલ થયા હતા. આ વચ્ચે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “ઈઝરાયેલની ડિફેન્સ સિસ્ટમનો આ વિડિયો છે. જેને ગાઝાના […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં મીની લોકડાઉનના નિયમો યથાવત રાખવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

કોરોના સતત વધતા કેસ વચ્ચે રૂપાણી સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં મીની લોકડાઉન લગાવ્યુ હતુ. જેને સમાંયતરે વધારવામાં આવતુ હતુ. વાવાઝોડાં વચ્ચે આ મિનિન લોકડાઉનની અવધી 18 મે ના પૂરી થતી હતી. જે ત્રણ દિવસ વધારવામાં આવી હતી. અને તારીખ 20 મે ના નવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવવાના હતી.  આ વચ્ચે ગુરૂવારે સવારથી સોશિયલ મિડિયામાં […]

Continue Reading

શું ખરેખર હાલમાં આવેલા તાઉ તે વાવાઝોડા દરમિયાનનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

તાઉ તે વાવાઝોડાએ સમગ્ર રાજ્યમાં વિનાસ વેરી દિધો છે અને ભારે નુકશાનીના કારણે ખેડૂતો પણ હેરાન થઈ ગયા છે. શહેરમાં મોટાભાગના ઝાડ પણ પડી ગયા હતા. આ વચ્ચે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારે પવનના કારણે નાળિયેરીનું ઝાડ હવામાં ફરી રહ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો […]

Continue Reading

શું ખરેખર ઈઝરાયલ દ્વારા તેમના ફાઈટ જેટનું નામ ભારતીય મહિલાના નામ પર રાખવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હમાસ અને ઇઝરાઇલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં કોઈ પીછેહઠ કરવા તૈયાર નથી. બંને તરફથી રોકેટ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે રોજ અનેક લોકો મરી રહ્યા છે. ઘણા મકાનો નષ્ટ થઈ રહ્યા છે. 10 મેના રોજ, ઇઝરાઇલમાં રહેતી ભારતીય નર્સ સૌમ્યા સંતોષ, પેલેસ્ટાઇન દ્વારા કરવામાં આવેલા આવા જ રોકેટ હુમલામાં માર્યા ગયા હતા. કેરળના […]

Continue Reading

એક વર્ષ જૂના વિડિયોને હાલના તાઉ તે વાવાઝોડાનો ગણાવી ફેલાવવામાં આવી રહ્યો…..જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. “તાઉ તે” વાવાઝોડાએ સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. ગુજરાત સાથે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ પણ ભારે નુક્સાની પહોંચાડી હતી. આ વચ્ચે ગુજરાતના સ્થાનિક તમામ મિડિયાએ એક વિડિયો પ્રસારિત કર્યો હતો. જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “આ વિડિયો હાલમાં આવેલા તાઉ તે વાવાઝોડા દરમિયાનનો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મુંબઈની હોટલ બહારનો છે….? જાણો શું છે સત્ય….

“તાઉ તે” વાવાઝોડાએ સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. ગુજરાત સાથે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ પણ ભારે નુક્સાની પહોંચાડી હતી. આ વચ્ચે સોશિયલ મિડિયા પર અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એક વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં અનેક કાર પર સ્લેબ પડતો જોવામાં આવી રહ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર ‘તાઉ તે’ વાવાઝોડા દરમિયાનના આ દિવના દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય….

તાઉ તે વાવાઝોડું ગુજરાત પર ત્રાટક્યુ છે. ત્યારે સોમવારે સવારથી જ ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ. ત્યારે સોશિયલ મિડિયામાં જૂદા-જદા વિડિયો વાયરલ થઈ રહ્યા છે. હાલ સોશિયલ મિડિયામાં વધુ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે તેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો તાઉ તે વાવાઝોડા દરમિયાનના દિવના છે. આ પૂલ દિવમાં […]

Continue Reading

શું ખરેખર હાલમાં કંડલામાં પોર્ટમાં આવેલા વાવાઝોડાના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખૂબ જ તેજ ગતિથી પવન ફૂંકાય રહ્યો છે અને લોકો ભાગતા જોવા મળે છે અને એક વ્યક્તિ પોતાના મોબાઈલમાં વિડિયો ઉતારી રહ્યો છે આ વિડિયો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં કંડલામાં આવેલા વાવાઝોડાનો છે.” […]

Continue Reading