શું ખરેખર હાલમાં ઓડિશામાં આવેલા ‘YAAS’ વાવાઝોડાનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

પહેલેથી જ ભારતના મોટાભાગના રાજ્યો કોરોનાની મહામારી ચાલી રહી છે અને તે વચ્ચે તાઉ તે અને યાસ વાવાઝોડાએએ ભારે વિનાશ વહેર્યો છે. યાસ ચક્રવાત વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત ઓડિશા, પશ્ચિમ બંગાળ રાજ્યો છે. હાલ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો ઓડિશાના બાલાસોરમાં આવેલા યાસ વાવાઝોડા દરમિયાનનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં આવેલા યાસ વાવાઝોડા દરમિયાનનો નથી. આ વિડિયો વર્ષ 2016થી મિડિયા પર ઉપલબ્ધ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Rohit R Rupapara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો ઓડિશાના બાલાસોરમાં આવેલા યાસ વાવાઝોડા દરમિયાનનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો યુટ્યુબ પર પ્રાપ્ત થયો હતો. 7 સપ્ટેમ્બર 2017ના આ વિડિયો યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ અનુસાર “ઇમરા 5મા સ્તરના તોફાનથી અસરગ્રસ્ત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.” જે તમે નીચે જોઈ શકો છો. 

ઈન્સ્ટાગ્રામ | સંગ્રહ

વાવાઝોડુ ઇમરાએ ક્યાં અને ક્યારે ત્રાટક્યું તે માટે અમે ગૂગલ સર્ચ કર્યું. તેનું કેન્દ્ર પેસિફિક મહાસાગરના તળિયા નીચે હોવાનું જણાવાયું હતું, જોકે, સુનામીની ચેતવણી આપવામાં આવી ન હતી. આ વાવાઝોડું 30 ઓગસ્ટ, 2017 ના રોજ રચાયુ હતુ અને 14 સપ્ટેમ્બર સુધી ચાલ્યુ હતુ.

તેમજ જુદા-જુદા કીવર્ડ્સ સાથેની શોધ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિઓ ઇમરા વાવાઝોડા દરમિયાન લેવામાં આવી નથી. ઈમરા તોફાનના એક વર્ષ પહેલા યુટ્યુબ પર વિડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાનું પણ બહાર આવ્યું હતુ. પરંતુ આ વિડિયો ક્યાં અને ક્યારે લેવામાં આવી તેના કોઈ સંકેત નથી. અમને 2017માં કેટલાક સમાચાર પણ મળ્યા કે ઇમરા તોફાન દરમિયાન આ વિડિયો લેવામાં આવી નથી.

આ વિડિયો વર્ષ 2016થી યુટ્યુબ પર ઉપલબ્ધ છે, હાલમાં આવેલા યાસ વાવાઝોડા દરમિયાનનો હોવાની વાત તદ્દન ખોટી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં આવેલા યાસ વાવાઝોડા દરમિયાનનો નથી. આ વિડિયો વર્ષ 2016થી મિડિયા પર ઉપલબ્ધ છે.

Avatar

Title:શું ખરેખર હાલમાં ઓડિશામાં આવેલા ‘YAAS’ વાવાઝોડાનો વિડિયો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply