શું ખરેખર થાઈલેન્ડમાં યુવાન દ્વારા પ્રેમિકાના મોત બાદ સાપ સાથે લગ્ન કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં એક વ્યક્તિ સાપને બુકે આપતો જોવા મળી રહ્યો છે. અને યુવાનના મોઢા પર હાસ્ય જોવા મળી રહ્યુ છે. આ ફોટોને શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ યુવાન થાઈલેન્ડનો છે અને તેને ઝેરી સાપ સાથે લગ્ન કર્યા.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ખોટી છે. પોસ્ટ સાથે જે વ્યક્તિનો ફોટો શેર કરવામાં આવ્યો છે તે વ્યક્તિ મલેશિયાનો છે. થાઈલેન્ડનો નહિં અને તેમણે સાપ સાથે લગ્નની વાતને નકારી કાઢી હતી અને હાલ તેમનું મૃત્યુ થયાને પણ ત્રણ વર્ષ થઈ ગયા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ravindra Barot નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 જૂન 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ યુવાન થાઈલેન્ડનો છે અને તેની પ્રેમિકાના મોત બાદ તેણે ઝેરી સાપ સાથે લગ્ન કર્યા.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને inewsguyana.com નામની વેબસાઈટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં બીબીસીની હવાલેથી સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતી અને જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વ્યક્તિ મલેશિયાની છે અને તેનું નામ અબુ જરીન હુસૈન છે. તે પહેંગ રાજ્યમાં ફાયરમેનનો ટ્રેનિંગ આપે છે. તેણે જણાવ્યુ હતુ કે, હું હંમેશા સાપ સાથે કામ કરૂ છું અને સાપને સંભાળવા અને બચાવવા અન્ય ફાયરમેનને તાલીમ આપું છું. પરંતુ આ બનાવટી સમાચારથી દુખી છું.

inewsguyana | Archive

તેમજ અમે ગૂગલ પર આ અંગે વધુ સર્ચ કરતા અમને straitstimes.com નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં અબુ જરીન હુસૈન દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “મે સાપ સાથે લગ્ન નથી કર્યા આ એકદમ અફવા છે અને હુ પરિણિત છું અને મારી પત્ની પણ બરાબર છે.” 

straitstimes.com | Archive

બીબીસી (સંગ્રહ) દ્વારા પણ આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

તેમજ અબુ જરીન હુસૈનનું વર્ષ 2018માં કોબરા સાપના કરડવાથી મૃત્યુ થયુ હતુ. જે અંગે સમગ્ર વિશ્વના મિડિયા ન્યુઝ સંસ્થાનો દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.  

News.sky.com (Archive), Washington post (Archive), BBC (Archive)

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ખોટી છે. પોસ્ટ સાથે જે વ્યક્તિનો ફોટો શેર કરવામાં આવ્યો છે તે વ્યક્તિ મલેશિયાનો છે. થાઈલેન્ડનો નહિં અને તેમણે સાપ સાથે લગ્નની વાતને નકારી કાઢી હતી અને હાલ તેમનું મૃત્યુ થયાને પણ ત્રણ વર્ષ થઈ ગયા છે.

Avatar

Title:શું ખરેખર થાઈલેન્ડમાં યુવાન દ્વારા પ્રેમિકાના મોત બાદ સાપ સાથે લગ્ન કરવામાં આવ્યા…?

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •