શું ખરેખર ઈઝરાયલ દ્વારા તેમના ફાઈટ જેટનું નામ ભારતીય મહિલાના નામ પર રાખવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

હમાસ અને ઇઝરાઇલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં કોઈ પીછેહઠ કરવા તૈયાર નથી. બંને તરફથી રોકેટ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે રોજ અનેક લોકો મરી રહ્યા છે. ઘણા મકાનો નષ્ટ થઈ રહ્યા છે. 10 મેના રોજ, ઇઝરાઇલમાં રહેતી ભારતીય નર્સ સૌમ્યા સંતોષ, પેલેસ્ટાઇન દ્વારા કરવામાં આવેલા આવા જ રોકેટ હુમલામાં માર્યા ગયા હતા. કેરળના ઇડુક્કીની રહેવાસી 30 વર્ષીય સૌમ્યા ગાઝા નજીક અશ્કલોનમાં નર્સ તરીકે કામ કરતી હતી.

સૌમ્યાના મોત બાદ સોશિયલ મિડિયા પર લોકોએ ફાઇટર પ્લેનની તસવીર ઝડપથી શેર કરવાનું શરૂ કર્યું હતું. ફાઇટર પ્લેન પર અંગ્રેજીમાં SOUMYA લખેલું છે. આ તસવીર શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે “ઇઝરાયેલે ભારતીય પુત્રી સૌમ્યા સંતોષ નુ ફાઇટર પ્લેનમાં નામ લખીને શ્રદ્ધાંજલિ આપી છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલાની માસ્ક ન પહેરવા બદલ નહિં પરંતુ અજાણી વ્યક્તિ પર સૂપ નાખવા અને તેના પર થૂંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Chirag Thakor નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઇઝરાયેલે ભારતીય પુત્રી સૌમ્યા સંતોષ નુ ફાઇટર પ્લેનમાં નામ લખીને શ્રદ્ધાંજલિ આપી છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે બંને પક્ષ મિસાઇલો અને વિમાનો હુમલાનો ઉપયોગ થઈ રહ્યો છે. ઇઝરાઇલમાં કેરળની નર્સ સૌમ્યાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમનો મૃતદેહ ભારત લાવવામાં આવ્યો હતો. ભારતે પણ આ ઘટનાની નિંદા કરી છે.

ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. આ પરિણામો પરથી અમને આ ફોટો 22 માર્ચના ચીની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો હતો. વેબસાઇટ અનુસાર વાયરલ થયેલી તસવીર એ ચિની ફાઇટર જેટનો ફોટો છે અને આ વિમાનનું નામ એરફોર્સ જે-10સી છે.

વેબસાઈટ | સંગ્રહ

ચીની સૈન્યએ મિરાજ લડાકુ વિમાનોને બદલવા માટે 10 ચેંગ્ડુ વિમાન ખરીદ્યા છે. ઉપરના ફોટામાંનું યુદ્ધ વિમાન ચેંગ્ડુ એરક્રાફ્ટ કોર્પોરેશન નામની એક વેપારી કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું.

Fighter Jets World News Link

અમે અમારા સંશોધનમાંથી મળેલા ફોટા સાથે વાયરલ થયેલા ફોટાઓની તુલના કરી. નીચે તમે બંને ફોટા વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ ફોટોમાં જે વિમાન છે તે ચીનનું છે. વાસ્તવિક ફોટામાં પ્લેનમાં સૌમ્યાના નામનો ઉલ્લેખ નથી. ઇઝરાઇલ દ્વારા તેમના યુદ્ધ વિમાનનું નામ સૌમ્યા રાખવામાં આવ્યુ હોવાનો દાવો ખોટો છે.

Avatar

Title:શું ખરેખર ઈઝરાયલ દ્વારા તેમના ફાઈટ જેટનું નામ ભારતીય મહિલાના નામ પર રાખવામાં આવ્યુ…?

Fact Check By: Yogesh Karia 

Result: False