શું ખરેખર સિંગાપુર યુનિવર્સિટિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભારત 18 જૂન પહેલા કોરોના મુક્ત થઈ જશે…? જાણો શું છે સત્ય….

Missing Context આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

ભારતમાં કોરોનાની બીજી લહેર થોડી ધીમી પડી છે અને સોશિયલ મિડિયામાં સાચા-ખોટા મેસેજ પણ વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “સિંગાપુરની યુનિવર્સિટિ દ્વારા દાવો કરવામાં આવ્યો કે, 18 મી જૂન સુધીમાં ભારત સંપૂર્ણ કોરોના મુક્ત થઈ જશે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દાવા મુજબ હાલમાં સિંગાપુર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી દ્વારા ગત વર્ષે આ સંશોધન બહાર પાડવામાં આવ્યુ હતુ. હાલમાં આ પ્રકારનું કોઈ સંશોધન બહાર પાડવામાં નથી આવ્યુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Chandravadan Pattani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સિંગાપુરની યુનિવર્સિટિ દ્વારા દાવો કરવામાં આવ્યો કે, 18 મી જૂન સુધીમાં ભારત સંપૂર્ણ કોરોના મુક્ત થઈ જશે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને 27 એપ્રિલ 2020ના ટીવીનાઈન ભારતવર્ષ દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “21મી મે સુધી ભારત માં થી કોરોના ના 97% ટકા કેસો નાબૂદ થઇ જશે અને 18 મી જૂન ના દિને ભારત સંપૂર્ણ કોરોના મુક્ત થઇ જશે”

સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી એન્ડ ડિઝાઇન દ્વારા ભારત સહિતના ઘણા દેશોનો સંશોધન અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી અને ડિઝાઇનએ ભારત પરના સંશોધનમાં જણાવ્યું હતું કે, “20 એપ્રિલ 2020 સુધીમાં ભારતમાં કોરોના રોગચાળો ટોચ પર આવશે. આ પછી, કેસ ઓછા થવાના શરૂ થશે અને 21 મે, 2020 સુધીમાં, 97% કેસ પૂર્ણ થઈ જશે. જ્યારે 18 જૂન, 2020 સુધીમાં, ભારતમાં કોરોનાના બધા કેસો સમાપ્ત થઈ જશે અને ભારત કોરોના મુક્ત થઈ જશે.” આ સંશોધનમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે બદલાતા ડેટા મુજબ પરિણામો બદલાતા રહેશે.

Asiaville | Archive

ત્યારબાદ અમે અમારી શોધને આગળ વધારી હતી અને ‘સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી અને ડિઝાઇન’ ના સોશિયલ મિડિયા એકાઉન્ટની તપાસ કરી. દરમિયાન અમને ‘સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી એન્ડ ડિઝાઇન’ ના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ સંશોધનથી સંબંધિત એક ટ્વિટ મળી હતી. ટ્વીટમાં આ સંશોધન અહેવાલની એક લિંક આપવામાં આવી છે. આ પછી અમે આ લિંક પર ક્લિક કર્યું. પરંતુ અહીં કોઈ સંશોધન અહેવાલ હાજર નહોતો.

સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી અને ડિઝાઇન દ્વારા એપ્રિલ 2020માં સંશોધન અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. તે દરમિયાન ભારતમાં કોરોનાના બહુ ઓછા કેસો નોંધાયા હતા. 30 એપ્રિલ 2020 સુધી, ભારતમાં કોવિડના ફક્ત 33 હજાર કેસ હતા. જ્યારે આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પરની માહિતી અનુસાર, દેશમાં હાલમાં કોરોનાના 3027925 સક્રિય કેસ છે. તો મીડિયા અહેવાલો અનુસાર, વિશ્વમાં દરરોજ 40 ટકાથી વધુ કોરોના કેસ ભારતમાં દાખલ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, ભારત માટે 18 જૂન સુધીમાં કોરોના મુક્ત બનવું મુશ્કેલ છે.

હાલની પરિસ્થિતીને જોતા 18 જૂન સુધીમાં કોરોના 18 જૂન સુધીમાં નાબુદ થાય તેવું કહેવુ ખૂબ જ અઘરૂ છે. લોકોએ પણ આ પ્રકારની અફવાઓથી દૂર રહી અને સાવધાની રાખવી જોઈએ. ગત વર્ષ અને આ વર્ષની કોરોનાની પરિસ્થિતિ ખૂબ જ અલગ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દાવા મુજબ હાલમાં સિંગાપુર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી દ્વારા ગત વર્ષે આ સંશોધન બહાર પાડવામાં આવ્યુ હતુ. હાલમાં આ પ્રકારનું કોઈ સંશોધન બહાર પાડવામાં નથી આવ્યુ.

Avatar

Title:શું ખરેખર સિંગાપુર યુનિવર્સિટિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભારત 18 જૂન પહેલા કોરોના મુક્ત થઈ જશે…?

Fact Check By: Yogesh Karia 

Result: Missing Context