શું ખરેખર સાંણદની બેંક ઓફ બરોડામાં ગાર્ડ દ્વારા ગ્રાહકને ગોળી મારવામાં આવી…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિના પગ માંથી સતત લોહી વહી રહ્યુ છે અને ગાર્ડ બંધૂક લઈ અને ઉભેલો જોવા મળે છે અને બેંક હોવાનું જણાઈ રહ્યુ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ પાસેના સાણંદમાં આવેલી બેંક ઓફ બરોડામાં માસ્ક ન પહેરનારને ગાર્ડ દ્વારા ગોળી દ્વારા મારવામાં આવી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, બેંક ઓફ બરોડની સાણંદ બ્રાન્ચમાં આ ઘટના બનવા પામી નથી. આ ઘટના ઉત્તર પ્રદેશના બરૈલીમાં બનવા પામી છે. આ સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી અને જેલમાં પણ મોકલી દેવામાં આવ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

दसुभा गोहिल राजवंश નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 જૂન 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમદાવાદ પાસેના સાણંદમાં આવેલી બેંક ઓફ બરોડામાં માસ્ક ન પહેરનારને ગાર્ડ દ્વારા ગોળી દ્વારા મારવામાં આવી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ અંગે ગૂગલ પર સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને The Quintની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “યુપીના બરૈલીમાં માસ્ક ન પહેરવા બદલ બેંક ઓફ બરોડાના સિક્યુરિટી ગાર્ડ દ્વારા ગ્રાહકને ગોળી મારવામાં આવી.

તેમજ બાદમાં અમરઉજાલાનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ઘટના બાદ સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરવામાં આવી હતી અને ગ્રાહકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Amarujala | Archive

આજતક દ્વારા પણ આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પોલીસ વડાનું નિવેદન પણ પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. “આ ઘટનાની દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે અને ઘટના સમયે હાજર દરેક લોકોના નિવેદન પણ લેવામાં આવશે.” 

Aajtak | Archive

નવભારત ટાઈમ્સ દ્વારા પ્રસારિત અહેવાલમાં પોલીસ, બેંક ઓફ બરોડાના મહાપ્રબંધક સહિતનાઓનું નિવેદન પ્રસારિત કરવામાં આવયુ હતુ. જે તમે આ લિંક પર ક્લિક કરી વાંચી શકો છો.

તેમજ અમારી પડતાલને મજબૂત કરવા અમે અમદાવાદ ગ્રામ્ય એસપીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “અમદાવાદના સાણંદમાં આવેલી બેંક ઓફ બરોડામાં આ પ્રકારની કોઈ ઘટના બનવા પામી નથી. આ વાત તદ્દન ખોટી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, બેંક ઓફ બરોડની સાણંદ બ્રાન્ચમાં આ ઘટના બનવા પામી નથી. આ ઘટના ઉત્તર પ્રદેશના બરૈલીમાં બનવા પામી છે. આ સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી અને જેલમાં પણ મોકલી દેવામાં આવ્યો છે.

Avatar

Title:શું ખરેખર સાંણદની બેંક ઓફ બરોડામાં ગાર્ડ દ્વારા ગ્રાહકને ગોળી મારવામાં આવી…?

Fact Check By: Yogesh Karia 

Result: False