
સમયાંતરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ અને જૂદા-જૂદા મેસેજ સોશિયલ મિડિયા પર વાયરલ થતા હોય છે. હાલ એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે, આરટીઆઈમાં મળેલી માહિતી મુજબ, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છેલ્લા એક વર્ષમાં જમવાનો ખર્ચ 100 કરોડ રૂપિયા થયો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ખોટી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જમવાનો ખર્ચ પોતે ઉપાડે છે અને તે રોજનો લગભગ 400-500 રૂપિયા છે. 7 વર્ષમાં 100 કરોડનો ખર્ચ કર્યો હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Sanjay Gadhia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 જૂન 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છેલ્લા એક વર્ષમાં જમવાનો ખર્ચ 100 કરોડ રૂપિયા થયો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે શોધ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જુલાઈ 19, 2016 નો રેડિફનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં એક અરજદારે ઓક્ટોબર 2014 અને મે 2015માં “પ્રાઇમ મિનિસ્ટર કિચન”માં કયા પ્રકારનાં સિલિન્ડરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની માહિતી માંગી હતી. અરજદાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભોજનની કિંમત અંગેનું બિલ પણ માંગ્યુ હતુ. પીએમઓએ તેના જવાબમાં કહ્યુ હતુ: “વડા પ્રધાનના રસોઈ ખર્ચ વ્યક્તિગત છે અને તે સરકારી ખાતામાં નથી.” નરેન્દ્ર મોદી પોતાના ખાદ્યપદાર્થોનો ખર્ચ પોતે કરે છે. આજતક દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ અમે આરટીઆઈમાં પ્રકાશિત પ્રશ્નોના જવાબો શોધ્યા. અમને ભારતના વડાપ્રધાનની સત્તાવાર વેબસાઇટ પર કેટલાક આરટીઆઈ જવાબોની લિંક્સ મળી હતી. પીએમ મોદીને લગતા ઘણા આરટીઆઈ જવાબો અપલોડ કરવામાં આવ્યા હતા. વર્ષ 2015માં એક આરટીઆઈ અપલોડ કરવામાં આવી હતી જેમાં પીએમ મોદીના રસોડાના ખર્ચ અંગેની માહિતી માંગવામાં આવી હતી. તેના જવાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રસોડા માટે પૈસા ચૂકવ્યાં અને તે સત્તાવાર ખાતામાંથી ચુકવ્યા હોવાનું જણાવવામાં આવ્યુ હતુ.

ત્યારબાદ અમે આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકાર સુજય ઠુમ્મરનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “કોઈપણ સરકારી સંસ્થાના ખર્ચ તેમજ સરકારી ખજાના માંથી થતા ખર્ચની માહિતી માંગી શકાય છે. જો કે, વ્યક્તિગત ખર્ચ અંગેની માહિતી માંગવાનો સમાવેશ આરટીઆઈમાં સામેલ થતો નથી.” તેમજ તેમણે આરટીઆઈને લગતી તમામ માહતી આપતુ ગેજેટ અમને મોકલાવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
RTI-ACT-GUJARATIપરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ખોટી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જમવાનો ખર્ચ પોતે ઉપાડે છે અને તે રોજનો લગભગ 400-500 રૂપિયા છે. 7 વર્ષમાં 100 કરોડનો ખર્ચ કર્યો હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર PM મોદીનો સાત વર્ષનો જમવાનો ખર્ચ 100 કરોડ રૂપિયા થયો છે…?
Fact Check By: Yogesh KariaResult: False
