શું ખરેખર કોરોના સામેની લડાઈમાં મોદી તમામ નેતાઓમાં પહેલા નંબર પર છે...? જાણો શું છે સત્ય....
કોરોનાની બીજી લહેરમાં, દેશની આરોગ્ય પ્રણાલી એવી રીતે પડી કે તેની ચર્ચા વિશ્વભરમાં થવા લાગી. ઘણા આંતરરાષ્ટ્રીય મિડિયા સંગઠનોએ પણ આ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની આકરી ટિકા કરી હતી. પરંતુ હાલ એક ન્યુઝ પેપરના કટિંગ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે “કોરોના સામેની લડાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ નેતાઓમાં ટોચ પર છે.”
આ કટીંગ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ છે. આ પ્રમાણે, યુએસ સ્થિત ડેટા સંશોધન કંપનીએ કહ્યું છે કે કોરોના સાથેના વ્યવહારના પ્રયાસોમાં પીએમ મોદી વિશ્વભરના 10 પ્રભાવશાળી નેતાઓમાં ટોચ પર છે.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલાની માસ્ક ન પહેરવા બદલ નહિં પરંતુ અજાણી વ્યક્તિ પર સૂપ નાખવા અને તેના પર થૂંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Sanjay Kotadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 04 જૂન 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોરોના સામેની લડાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ નેતાઓમાં ટોચ પર છે.”
FACT CHECK
કેટલાક કીવર્ડની મદદથી અમને 'લાઈવ હિન્દુસ્તાન' નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે 22 એપ્રિલ 2020ના રોજ પ્રકાશિત થયો હતો. આ અહેવાલ "મોર્નિંગ કન્સલ્ટ"ના વિશ્લેષણ પર આધારિત હતો. સમાચાર અનુસાર, "મોર્નિંગ કન્સલ્ટ" દ્વારા અમેરિકા પર કોરોનાની અસરને લઈને એક સંશોધન કર્યું હતું. સંશોધનમાં વિશ્વના 9 મોટા દેશોના રાજ્યોના વડાઓની તુલના તત્કાલીન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરવામાં આવી હતી. કોરોના સાથેના વ્યવહારમાં કયો દેશ અને તેના નેતાઓ શું કરી રહ્યા છે તે સંશોધનમાંથી એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
આ અધ્યયનમાં નરેન્દ્ર મોદીનું નામ વિશ્વના ટોચના 10 દેશોના વડાપ્રમુખોની યાદીમાં ટોચ પર હતું. મોદીને સૌથી વધુ +68 મંજૂરી રેટિંગ મળી હતી, "મોર્નિંગ કન્સલ્ટ" દ્વારા આ સંશોધન 1 જાન્યુઆરી 2020 થી 14 એપ્રિલ 2020 દરમિયાન કરવામાં આવ્યુ હતુ અને પછી આ પરિણામ આપ્યુ હતુ. ગત ઘણા અન્ય મિડિયા સંગઠનોએ આ સંશોધન પર સમાચાર પ્રકાશિત કર્યા હતા. વાયરલ ન્યુઝ પેપરનું કટિંગ 'નવભારત' નામના અખબારનું છે, જે ગયા વર્ષે પણ શેર કરવામાં રહ્યુ હતું.
તેમજ નવભારત ટાઈમ્સ(સંગ્રહ) દ્વારા તેમની વેબસાઈટ પર પણ આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ન્યુઝ પેપરના કટિંગમાં જે માહિતી છે તે જ માહિતી આપવામાં આવી છે.
"મોર્નિંગ કન્સલ્ટ" વૈશ્વિક ડેટા રિસર્ચ કંપની છે જે દરરોજ હજારો લોકોનો સર્વેક્ષણ કરે છે અને ડેટા દ્વારા દેશના લોકોના મૂડને જણાવે છે. આ વર્ષે જાન્યુઆરીમાં "મોર્નિંગ કન્સલ્ટ"ના સર્વે અંગેના અહેવાલો પણ આવ્યા હતા. આ સર્વેમાં પણ, મોદીની મંજૂરી રેટિંગ વિશ્વભરના 13 રાષ્ટ્રપતિઓમાં સૌથી વધુ હતી. પરંતુ કોરોનાની બીજી લહેર વચ્ચે, વડા પ્રધાનનું રેટિંગ ઘટવાનું શરૂ થયું. 18મી મેના રોજ પ્રકાશિત ન્યૂઝ એજન્સી રોઇટર્સના એક અહેવાલ મુજબ, એપ્રિલ-મે મહિનામાં મોદીની મંજૂરી રેટિંગમાં તીવ્ર ઘટાડો હતો. નોંધનીય છે કે આ સમય દરમિયાન કોરોનાએ દેશ પર વિનાશ કર્યો હતો અને લોકોને આરોગ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
જો કે, તાજેતરમાં "ધ ક્વિન્ટ" એ એક અહેવાલમાં જણાવ્યું છે કે તીવ્ર ઘટાડા પછી મોદીનું રેટિંગ થોડું સુધર્યું હતું અને હવે સ્થિર થઈ ગયું છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ પોસ્ટમાં જે કહેવામાં આવે છે તે સંપૂર્ણ સત્ય નથી. મોદીએ કોરોનાની લડાઇમાં ટોચ પર આવવાનો આ અહેવાલ એક વર્ષ પહેલા આવ્યો હતો. હાલમાં નરેન્દ્ર મોદી કોરોના સામેની લડાઈમાં તમામ દેશના નેતાઓની યાદીમાં પ્રથમ હોવાની વાત તદ્દન ખોટી છે.
Title:શું ખરેખર કોરોના સામેની લડાઈમાં મોદી તમામ નેતાઓમાં પહેલા નંબર પર છે...?
Fact Check By: Yogesh KariaResult: Missing Context