શું ખરેખર ભાજપના સિનિયર નેતા મુરલી મનોહર જોશી દ્વારા પ્રધાનમંત્રીને લઈ નિવેદન આપવામાં આવ્યુ...? જાણો શું છે સત્ય....
ભાજપાના સિનિયર નેતા મુરલી મનોહર જોશીના ફોટો સાથે એક નિવેદન સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. આ નિવેદન પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ને લઈ કરવામાં આવ્યુ છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે મુરલી મનોહર જોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રીતે જ અભિમાનમાં રહ્યા તો 2024માં ખરાબ રીતે હારશે અને રાહુલ ગાંધીની સાદગી જીતશે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથ શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. ભાજપાના સિનિયર નેતા ડો. મુરલી મનોહર જોશી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ આ પ્રકારે કોઈ નિવેદન ક્યારેય આપવામાં નથી આવ્યુ.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Dhirubhai Virani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂન 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રીતે જ અભિમાનમાં રહ્યા તો 2024માં ખરાબ રીતે હારશે અને રાહુલ ગાંધીની સાદગી જીતશે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી આગળ વધારી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેમજ મુરલી મનોહર જોશી દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યુ ન હતુ.
ત્યારબાદ અમે મુરલી મનોહર જોશીના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર પણ તપાસ હાથ ધરી હતી. પરંતુ અમને ત્યાં પણ કોઈ સચોટ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
ત્યારબાદ અમે મુરલી મનોહર જોશીની ઓફિસનો સંપર્ક સાધ્યો હતો. ત્યાં હાજર તેમના અંગત સેક્રેટરી રાજીવ બેલવાલ દ્વારા અમને જણાવવામાં આવ્યુ હતુ કે, “ડો.મુરલી મનોહર જોશી દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી. કોરોના થયા બાદ હાલ છેલ્લા 1 મહિનાથી તેઓ પોસ્ટ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. લોકોને આશ્વત કરવામાં આવે છે કે, ડો મુરલી મનોહર જોશી દ્વારા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને લઈ આ પ્રકારે કોઈ નિવેદન ક્યારેય આપવામાં આવ્યુ નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથ શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. ભાજપાના સિનિયર નેતા ડો. મુરલી મનોહર જોશી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ આ પ્રકારે કોઈ નિવેદન ક્યારેય આપવામાં નથી આવ્યુ.
Title:શું ખરેખર ભાજપના સિનિયર નેતા મુરલી મનોહર જોશી દ્વારા પ્રધાનમંત્રીને લઈ નિવેદન આપવામાં આવ્યુ...?
Fact Check By: Yogesh KariaResult: False