શું ખરેખર કર્ણાટકના રાયચૂરમાં મસ્જિદ નીચેથી જૈન મંદિર મળ્યુ હતું…..? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં અમુક ફોટોગ્રાફ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ફોટોમાં જોવા મળે છે કે, ઘણા જૈન સાધુઓ કોઈ ઐતિહાસિક ઈમારતની મુલાકાત લઈ રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મહિલાઓ મફત રાશન લેવા માટે લાઈનમાં બેઠી હતી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલાની માસ્ક ન પહેરવા બદલ નહિં પરંતુ અજાણી વ્યક્તિ પર સૂપ નાખવા અને તેના પર થૂંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Pankaj Soni નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 મે 2021ના Gujarat Thoughts નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કર્ણાટકના રાયચુરમાં સૌંદ્રિયકરણ કરવા માટે મસ્જિદ પાડી દેવામાં આવતા તેની નીચેથી જૈન મંદિર નિકળ્યુ.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથણ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને બે વેબસાઇટ મળી, જેમાં ઉપરોક્ત ચિત્ર ગોપાચલ પર્વતનું હોવાનું કહેવામાં આવ્યું છે. ‘mysteryofindia‘ અને ‘વિકિપીડિયા‘ દ્વારા આ બે પોસ્ટસમાં કહેવામાં આવ્યું છે કે, ગોપાચલ પર્વત મધ્યપ્રદેશના ગ્વાલિયર કિલ્લાના દક્ષિણ ભાગમાં સ્થિત છે. આ જૈન મૂર્તિ 9 મી અને 15 મી સદીની વચ્ચે બનાવવામાં આવી હતી. 

તેમજ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોની તુલના જ્યારે અમે ગુગલમાં જોવા મળતા ચિત્રો સાથે કરી ત્યારે અમને બંને ચિત્રો સમાન જોવા મળ્યાં. નીચે આ ચિત્રોની તુલના તમે જોઈ શકો છે.

તેમજ Wildfilmsindia દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ગ્વાલિયર કિલ્લાની મુલાકાત લઈ અને ત્યા આવેલા જૈન મંદિરની પણ મુલાકાત કરી હતી. તેમાં હાલમાં વાયરલ થઈ રહેલી મુર્તિઓ જોવા મળે છે. આ વિડિયો તમે નીચે જોઈ શકો છો. 

તેમજ અમે એમપી ટુરિઝમની વેબસાઈટ પરથી ગ્વાલિયરના ટ્રાવેલર એજન્ટ આશિષ પ્રજાપતિનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ તસવીરો ગ્વાલિયર કિલ્લાની છે. આ મૂર્તિઓ ગ્વાલિયર કિલ્લામાં રાજા ડુંગરેન્દ્રસિંહ તોમર (1425-1459) ના ગાળામાં સ્થાપિત કરવામાં આવી હતી.

ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ભાસ્કરનો વર્ષ 2018નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. ‘ભાસ્કર‘ દ્વારા આપવામાં આવેલા આ સમાચાર વાંચીને અમને ખબર પડી કે કર્ણાટકમાં આવી કોઈ ઘટના બની નથી. પરંતુ પાકિસ્તાનના રાવલપિંડીમાં એક મસ્જિદ છે, જેની અંદર એક જૈન મંદિરના સમાચાર છે. 

Bhaskar | Archive

તેમજ યુટ્યુબ પર મળી આવેલા એક વિડિયોમાં તુષાર જૈન નામના યુવકે પાકિસ્તાનમાં સ્થિત આ જૈન મંદિર વિશે પણ જણાવ્યું છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો ગોપાચલ પર્વત મધ્યપ્રદેશના ગ્વાલિયર કિલ્લામાં આવેલો છે તેની છે. તેમજ કર્ણટકમાં મસ્જિદ નીચેથી જૈન મંદિર મળી આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર કર્ણાટકના રાયચૂરમાં મસ્જિદ નીચેથી જૈન મંદિર મળ્યુ હતું…..?

Fact Check By: Yogesh Karia 

Result: False