શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો બીજો ફોટો મુંબઈની મીઠી નદીનો છે…? જાણો શું છે સત્ય….

Partly False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલમાં એક મિક્સ ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ બંને બે અલગ-અલગ ફોટા છે. પહેલા ફોટામાં સાફ-સુથરી નદીના કિનારે એક સુંદરસૂર બગીચા દેખાઈ રહ્યા છે. જ્યારે બીજા ફોટામાં પ્લાસ્ટિકના કચરાથી ઉભરાતી કેનાલ જોવા મળી રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો પહેલો ફોટો અમદાવાદની સાબરમતી નદીનો છે. જ્યારે બીજો ફોટો મુંબઈની મીઠી નદીનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી પહેલી તસ્વીર તો સાબરમતી નદીની છે. પરંતુ બીજી ફોટો મુંબઈની મીઠી નદીની નહિ પરંતુ ફિલિપિન્સની પ્લાસ્ટિક પ્રદૂષકની છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Krunal Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 જૂન 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો પહેલો ફોટો અમદાવાદની સાબરમતી નદીનો છે. જ્યારે બીજો ફોટો મુંબઈની મીઠી નદીનો છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પહેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને ઇકોનોમિક્સ ટાઈમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો અને સાબરમતી નદીનો જ આ ફોટો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. 

Economics Times | Archive

ત્યારબાદ અમે બીજા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને પ્લાસ્ટિક બેંક લોનલી રોડ નામની વેબસાઈટ પર આ ફોટો પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ફોટો ફિલિપિન્સની છે. ફિલિપિન્સ વિશ્વમાં સૌથી વધૂ પ્લાસ્ટિક પ્રદૂષક દેશોમાં એક છે. હવે ફિલિપિન્સ પ્લાસ્ટિકના સ્ક્રેપથી બનેલા રોડના નિર્માણ કરી આ સમસ્યાનું સમાધાન શોધવાનું વિચારી રહ્યો છે.

Plastic Bank

The conversation નામની વેબસાઈટ દ્વારા આ જગ્યાના ફોટોને બીજા એંગલ થી પ્રકાશિત કર્યો હતો. જેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે, આ ફોટો ફિલિપિન્સનો છે. જે તમે નીચે જોઈ શકો છો.

The Conversation

તેમજ Dreamstime વેબસાઈટ દ્વારા પણ આ ફોટોને તેમની વેબસાઈટ પર પ્રસારિત કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

Dreamstime

તેમજ AFP News Agency દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ કેનાલનો વિડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ આ જ સ્થળની અલગ-અલગ એંગલથી ઘણી ફોટો ગેટી ઈમેજ પર અમને પ્રાપ્ત થઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી પહેલી તસ્વીર તો સાબરમતી નદીની છે. પરંતુ બીજી ફોટો મુંબઈની મીઠી નદીની નહિ પરંતુ ફિલિપિન્સની પ્લાસ્ટિક પ્રદૂષકની છે.

Avatar

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો બીજો ફોટો મુંબઈની મીઠી નદીનો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: Partly False