શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો આસામના મુખ્યમંત્રીનો છે….? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

આજકાલ એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં એક વ્યક્તિ ભાજપ અને પીએમ મોદીની પ્રશંસા કરતા જોવા મળી રહ્યો છે. તે વ્યક્તિ કહે છે, “તમે શોલે ફિલ્મ જોઇ છે? લગભગ દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોઈ હશે. તેમાં એક ઉમદા કિરદાર છે, ગબ્બરસિંહે તેનો હાથ કાપી નાખ્યો. પરંતુ તે સમયે કોઈ કંઈપણ કહેતું નથી, આખું ગામ મૌન રહે છે. આ ફિલ્મમાં એક રહીમ કાકા પણ છે, તેનો પુત્ર પણ માર્યો ગયો છે.

આખું ગામ ફરી શાંત છે, પણ આ વખતે આ મૌન બીજા પ્રકારનું છે. તે જય અને વીરૂને ગામમાંથી બહાર કાઢવાની હિમાયત કરવાનું શરૂ કરે છે, જે આખા ગામને ગબ્બરસિંહથી બચાવવા માટે આવ્યા છે. ભારતની પરિસ્થિતિ આ સમયે બરાબર છે. દેશ બચાવનારા નરેન્દ્ર મોદી અને અમિત શાહને બહાર કાઢો અને રહીમ ચાચાના પુત્રને બચાવો.” આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે “વિડિયોમાં જોવામાં આવેલી વ્યક્તિ આસામના મુખ્યપ્રધાન હેમંત બિસ્વા શર્મા છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ ડેટા સાયન્ટિસ્ટ અને પ્રોફેસર્નલ મોટિવેશન સ્પીકર ગૌરવ પ્રધાન છે. તેમને આસામના મુખ્યમંત્રી સાથે કોઈ લેવા-દેવા નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Pankaj Soni નામના ફેસબુક યુઝર દ્વારા Gujarat Thoughts નામના ફેસબુક પેજ પર તારીખ 23 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિડિયોમાં જોવામાં આવેલી વ્યક્તિ આસામના મુખ્યપ્રધાન હેમંત બિસ્વા શર્મા છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને એકટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં આ જ વિડિયો શેર કરવામાં આવ્યો હતો. વિડિયો મહેતા સંજય નામના એકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, વિડિયોમાં જોવા મળતી વ્યક્તિનું નામ પ્રધાન ગૌરવ છે.

https://twitter.com/SanjayM22502793/status/1389240902812463105?s=20

Archive

ત્યારબાદઅમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ gab.com પર ગૌરવ પ્રધાનનું ઓફિશિયલ એકાઉન્ટ પ્રાપ્ત થયુ હતુ. આ એકાઉન્ટ પર આ વિડિયો 3 મે 2020ના અપલોડ કરવામાં આવ્યો હતો. વિડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતુ કે, ‘એક મિનિટમાં સમજો કે ભારતીય રાજકારણમાં હિન્દુઓનું શું મહત્વ છે.’ 

Archive

તપાસ દરમિયાન અમને ગૌરવ પ્રધાનની યુટ્યુબ ચેનલ પર વાયરલ થયેલો સંપૂર્ણ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેને 12 એપ્રિલ 2020ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડિયોને શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતુ કે, ‘નાસિકમાં સમર્થ ભારત મંચ દ્વારા આયોજિત બદલાતા ભારતમાં હિન્દુત્વની વધતી જવાબદારી.’ દોઢ કલાકનો આ વિડિયો જોયા પછી અમને ખબર પડી કે આ વાયરલ વિડિયોમાં જોવા મળતી વ્યક્તિનું નામ ગૌરવ પ્રધાન છે અને તે ડેટા સાયન્ટિસ્ટ અને પ્રોફેશનલ સ્પીકર છે, જે નાસિકમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યો હતો.

તપાસ દરમિયાન અમને ગૌરવ પ્રધાનની પત્ની મનિક્ષા ગૌરવના ટ્વિટર એકાઉન્ટ પર વાયરલ થયેલા વિડિયો સાથે જોડાયેલ એક ટ્વીટ મળ્યું. જે 24 મે 2020ના રોજ પોસ્ટ કરાયુ હતુ. આ ટ્વિટમાં મનિક્ષા ગૌરવે લખ્યું છે કે, ‘સોશિયલ મિડિયા પર કેટલાક લોકો આ વિડિયો શેર કરી રહ્યાં છે અને તેમને આસામના સીએમ હેમંત બિસ્વા શર્મા જણાવી રહ્યાં છે. આ દાવો ખોટો છે, વિડિયો ગૌરવ પ્રધાનનો છે.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ ડેટા સાયન્ટિસ્ટ અને પ્રોફેસર્નલ મોટિવેશન સ્પીકર ગૌરવ પ્રધાન છે. તેમને આસામના મુખ્યમંત્રી સાથે કોઈ લેવા-દેવા નથી.

Avatar

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો આસામના મુખ્યમંત્રીનો છે….?

Fact Check By: Yogesh Karia 

Result: False