
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોરોના સંકટ અંગે કાશીના ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ સાથે વાત કરી હતી. આ સમય દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા હતા. આ ચર્ચા બાદ ઘણા લોકોએ સોશિયલ મિડિયા પર પીએમ મોદીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. ન્યૂયોર્ક ટાઇમ્સના અખબારના મુખ્ય પૃષ્ઠનો ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ન્યુઝ પેપરના પેજ પર રડતા મગરનો ફોટો છે. હેડિંગમાં સાથે લખેલ છે, રડતા ભારતીય વડાપ્રધાન. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ન્યુયોર્ક ટાઇમ્સે પીએમ મોદીની મજાક ઉડાવીને તેના 21મેના આંતરરાષ્ટ્રીય સંસ્કરણના મુખ્ય પૃષ્ઠ પર રડતા મગરનો ફોટો પ્રકાશિત કર્યો”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં ડિજિટલી એડિટ કરવામાં આવ્યુ છે. નરેન્દ્ર મોદીને લઈ ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા આ પ્રકારે કોઈ ફોટો પ્રસારિત કરવામાં નથી આવ્યો.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Yunus Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ન્યુયોર્ક ટાઇમ્સે પીએમ મોદીની મજાક ઉડાવીને તેના 21મેના આંતરરાષ્ટ્રીય સંસ્કરણના મુખ્ય પૃષ્ઠ પર રડતા મગરનો ફોટો પ્રકાશિત કર્યો”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ન્યૂયોર્ક ટાઇમ્સ વેબસાઇટ પર 21મે ના આંતરરાષ્ટ્રીય ન્યુઝ પેપરની તપાસ કરી. તેના મુખ્ય પૃષ્ઠમાં સિરિયન બેનિશનો ફોટો છે. જ્યાં લોકોએ તેમના ઘરની છત પર સોલર પેનલ્સ લગાવ્યા છે. ફોટો સાથે મથાળું લખ્યું છે, અહીં કોઈ વિકલ્પ નથી. સૌર ઉર્જાએ ભગવાનનો આશીર્વાદ છે.
ઓરિજનલ ઈમેજ અને વાયરલ થઈ રહેલી ઈમેજ વચ્ચેની સરખામણી કરી હતી. તેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.
તેમજ ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા ટ્વિટ કરીને પણ જાણકારી આપવામાં આવી હતી કે, આ સટાયર છે. તેને સિરિયસલી ન લેવુ. આ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.
વેબસાઇટ પર આંતરરાષ્ટ્રીય આવૃત્તિના મુખ્ય પૃષ્ઠને જોઈને, તે વાયરલ ફોટો સંપાદિત થયો હોવાનું જાણવા મળે છે. જ્યાં સિરિયાનો ફોટો છે ત્યાં, મગરના રડવાનો ફોટો મુકવામાં આવ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં ડિજિટલી એડિટ કરવામાં આવ્યુ છે. નરેન્દ્ર મોદીને લઈ ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા આ પ્રકારે કોઈ ફોટો પ્રસારિત કરવામાં નથી આવ્યો.

Title:શું ખરેખર ન્યુ યોર્ક ટાઇમ્સ દ્વારા પીએમ મોદીની મજાક કરતો મગરમચ્છના આંસુઓનો ફોટો પ્રસારિત કર્યો…?
Fact Check By: Yogesh KariaResult: False
