
“તાઉ તે” વાવાઝોડાએ સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. ગુજરાત સાથે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ પણ ભારે નુક્સાની પહોંચાડી હતી. આ વચ્ચે સોશિયલ મિડિયા પર અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એક વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં અનેક કાર પર સ્લેબ પડતો જોવામાં આવી રહ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મુંબઈના નરિમન પોઈન્ટ પર આવેલી ત્રીદંત હોટલનો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મુંબઈની હોટલ બહારનો નહિં પરંતુ આ ઘટના સાઉદ અરેબિયાના મેડિના શહેરમાં ભારે વરસાદના કારણે બનવા પામી હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Paresh Soni Mandliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મુંબઈના નરિમન પોઈન્ટ પર આવેલી ત્રીદંત હોટલનો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોતા સીસીટીવીમાં ખૂણામાં તારીખ અને સમય લખેલો જોવા મળે છે. જેમાં તારીખ 30 જૂલાઈ 2020 અને સાંજના 4.30 વાગ્યાનો સમય લખેલો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે આ વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને અરબી સમાચાર વેબસાઈટ અરેબિક.આરટીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ઘટના મદીનાના બગડો વિસ્તારમાં બની હતી.”
આ સિવાય અરેબિક વેબસાઈટ ‘al-marsd’ દ્વારા પણ આ ઘટના અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
તેમજ આ ઘટનાનો બીજા એંગલ થી અલગ-અલગ ફોટો પણ 3yonnews.com નામની વેબસાઈટ દ્વારા શેર કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
Aljazeera દ્વારા પણ આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રાપ્ત થયો હતો. તેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે, આ ઘટના મેડિના, સાઉદ અરેબિયામાં બનવા પામી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મુંબઈની હોટલ બહારનો નહિં પરંતુ આ ઘટના સાઉદ અરેબિયાના મેડિના શહેરમાં ભારે વરસાદના કારણે બનવા પામી હતી.

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મુંબઈની હોટલ બહારનો છે….?
Fact Check By: Yogesh KariaResult: False
