
હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, બુરખા પહેરેલી અનેક મહિલાઓ લાંબી લાઇનમાં ઉભી છે. થેલી બધી મહિલાઓના હાથમાં દેખાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મહિલાઓ મફત રાશન લેવા માટે લાઈનમાં બેઠી હતી.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં મહિલાઓ મફત રાશન લેવા માટે નથી બેઠી પરંતુ બેંક ખાતા માંથી રૂપિયા ઉપાડવા માટે લાઈનમાં બેઠી હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Kishor Mistry નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ મહિલાઓ મફત રાશન લેવા માટે લાઈનમાં બેઠી હતી.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વિડિયોનું ધ્યાનથી નિરિક્ષણ કરતા અમને એક શાળાનું નામ વાચવા મળ્યુ હતુ.
ગુરૂ ગોબિંદ સિંહ પબ્લિક સ્કુલ આ શાળા અંગે ગૂગલ પર સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ શાળા યુપીના મુઝફરનગર ની ગાંધી કોલોનીમાં આવેલી છે.
ત્યારબાદ અમે આ ક્લુના આધારે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ન્યૂઝ 18ની યુટ્યુબ ચેનલ પર વાયરલ થયેલી વિડિયો મળી. જેના પછી અમને વિડિયોથી સંબંધિત સંપૂર્ણ સત્ય જાણવા મળ્યું. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ગયા વર્ષે લોકડાઉન દરમિયાન સરકારે તમામ જનધન ખાતાઓમાં 500 રૂપિયા જમા કરાવ્યા હતા, ત્યારબાદ પૈસા ટ્રાન્સફર થયા પછી એક અફવા ફેલાઈ હતી કે સરકાર આ પૈસા કોઈપણ સમયે પાછો ખેંચી શકે છે. જે બાદ મોટી સંખ્યામાં મહિલાઓ પૈસા ઉપાડવા બેંક પહોંચી હતી. આ વીfડિયો તે જ સમયે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં બેંક ઓફ બરોડાની બહારનો છે.”
તેમજ ઈન્ડિયામેટર્સ દ્વારા પણ 18 મે 2020ના ટ્વિટ કરવામાં આવ્યુ હતુ અને આ વિડિયો યુપીના મુઝફરનગરની ગાંધીકોલોનીમાં આવેલી બેંક ઓફ બરોડા બહારનો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ, જે તમે નીચે જોઈ શકો છો.
તપાસ દરમિયાન અમને દૈનિક જાગરણ અને NDTVના અહેવાલો પ્રાપ્ત થયા હતા. આ અહેવાલોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ગયા વર્ષે સરકાર દ્વારા લોકડાઉનની સાથે સાથે લોકોની સુવિધા માટે ઘણી મહત્વપૂર્ણ ઘોષણા કરવામાં આવી હતી. આ અંતર્ગત, સરકાર ત્રણ મહિના માટે જનધન ખાતામાં રૂ. 500 ની એક્સ-ગ્રેટિયા રકમ ટ્રાન્સફર કરી રહી હતી. જનધનના પહેલો હપ્તો આવ્યો ત્યારે દેશના ઘણા રાજ્યોમાં અફવા ઝડપથી ફેલાઇ હતી કે સરકાર જલ્દીથી પૈસા પાછા લઈ લેશે. જે બાદ મહિલાઓ પૈસા ઉપાડવા બેંકમાં પહોંચવા લાગી. જેના કારણે ઘણી જગ્યાએ સામાજિક અંતર પણ અનુસરવામાં આવતું ન હતું.
અફવાના ઝડપથી પ્રસાર પછી સરકારે તેને રોકવા માટે એક ટ્વિટ કર્યુ હતું નાણા મંત્રાલય વતી કહેવામાં આવ્યું હતું કે, “સરકાર દ્વારા PMJDY મહિલા ખાતા ધારકોના ખાતામાં 500 રૂપિયા જમા કરાવ્યા છે. આ એપ્રિલ મહિનાની રકમ છે, મે, જૂન મહિનામાં પણ 500-500 રૂપિયા મુકવામાં આવશે. આ રકમ તમારા બેંક પર પહોંચી ગયા છે અને તમે તેને કોઈપણ સમયે ઉપાડી શકો છો. અફવાઓને અવગણો. તમારી સુવિધા મુજબ આ પૈસા એટીએમ, સીએસપી અને બેંકો પાસેથી લઈ શકો છો.“
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં મહિલાઓ મફત રાશન લેવા માટે નથી બેઠી પરંતુ બેંક ખાતા માંથી રૂપિયા ઉપાડવા માટે લાઈનમાં બેઠી હતી.

Title:શું ખરેખર મફત રાશન લેવા માટે મહિલાઓ લાઈનમાં બેઠી હતી…?
Fact Check By: Yogesh KariaResult: False
