શું ખરેખર તારકેશ્વર વિકાસ બોર્ડના ચેરમેન તરીકે મુસ્લિમની વરણી કરવામાં આવી....? જાણો શું છે સત્ય....
હાલમાં ઈન્ડિયા ટીવીનું એક ન્યુઝ બુલેટિયન સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, હુબલીમાં આવેલા તારકેશ્વર મંદિરના ચેરમેન તરીકે મુસ્લિમ શખ્સની હાલમાં નિમણુંક કરવામાં આવી. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં તારકેશ્વર ડેવલોપમેન્ટ બોર્ડના ચેરમેન તરીકે ફિરહાદ હકીમની નિમૂંણક કરવામાં આવી છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા સમાચાર ચાર વર્ષ જૂના છે. અને છેલ્લા 2 વર્ષથી ટ્રસ્ટના ચેરમેન તરીકે રત્ના દે નાગ છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Suryakant Karkar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 03 જૂલાઈ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં તારકેશ્વર ડેવલોપમેન્ટ બોર્ડના ચેરમેન તરીકે ફિરહાદ હકીમની નિમૂંણક કરવામાં આવી છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ બુલેટિયન 22 જૂન 2017ના યુટ્યુબ પર પ્રાપ્ત થયુ હતુ. જેના પરથી સ્પષ્ટ છે કે, હાલમાં આ પ્રકારે કોઈ નિમણૂંક કરવામાં આવી નથી. આ ન્યુઝ બુલેટિયન તમે નીચે જોઈ શકો છો.
તેમજ વધૂ સર્ચ કરતા અમને ન્યુઝ18નો વર્ષ 2017નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ મુસ્લિમ શખ્સની નિમણૂંકને લઈ વિવાદ થયો હતો. આ નિમણૂંકનો બીજેપી અને આરઆરએસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ વર્ષ 2019માં ફિરાદ હકિમને આ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા, તેમની જગ્યા પૂર્વ સાંસદ રત્ના દે નાગની નિમણૂંક કરવામાં આવી હતી. ત્યારથી લઈ હાલ સુધી તેઓ જ તારકેશ્વર બોર્ડના ચેરમેન છે.
ત્યારબાદ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે તારકેશ્વર ટ્રસ્ટનો સંપર્ક સાધ્યો હતો. ત્યા હાજર કર્મચારીએ અમને જણાવ્યુ હતુ કે, હાલ બોર્ડના ચેરમેન તરીકે રત્ના દે નાગ જ છે. કોઈ મુસ્લિમ વ્યક્તિ દ્વારા ટ્રસ્ટનું સંચાલન કરવામાં આવતુ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા સમાચાર ચાર વર્ષ જૂના છે. અને છેલ્લા 2 વર્ષથી ટ્રસ્ટના ચેરમેન તરીકે રત્ના દે નાગ છે.
Title:શું ખરેખર તારકેશ્વર વિકાસ બોર્ડના ચેરમેન તરીકે મુસ્લિમની વરણી કરવામાં આવી....?
Fact Check By: Yogesh KariaResult: Missing Context