શું ખરેખર ‘તાઉ તે’ વાવાઝોડા દરમિયાનના આ દિવના દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

તાઉ તે વાવાઝોડું ગુજરાત પર ત્રાટક્યુ છે. ત્યારે સોમવારે સવારથી જ ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ. ત્યારે સોશિયલ મિડિયામાં જૂદા-જદા વિડિયો વાયરલ થઈ રહ્યા છે. હાલ સોશિયલ મિડિયામાં વધુ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે તેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો તાઉ તે વાવાઝોડા દરમિયાનના દિવના છે. આ પૂલ દિવમાં આવેલો છે.”  

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો કોઈ કુદરતી ચક્રવાતને કારણે દિવનો નથી. આ વિડિયો ઓગસ્ટ 2017થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. પ્રથમ નજરમાં, વિડિયો લક્ષદ્વીપનો હોવાનું જણાય છે, પરંતુ ચોક્કસ સ્થાન નક્કી કરી શકાતું નથી. જો કે, એક સ્પષ્ટ છે કે વિડિયો ઓછામાં ઓછો 4 વર્ષ જૂનો છે અને દિવનો નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Guruaadesh Channel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો તાઉ તે વાવાઝોડા દરમિયાનના દિવના છે. આ પૂલ દિવમાં આવેલો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યું છે કે આ વિડિયો ડિસેમ્બર 2017 માં વર્લી સી-લિંક નામથી વાયરલ થયો હતો. ચક્રવાત ઓખીને આવી તરંગો હોવાનું કહેવાતું હતું. આ વિડિયો રામેશ્વરમ, વિશાખાપટ્ટનમ અને શ્રીલંકામાં પણ શેર કરવામાં આવ્યો છે. જો કે, આ તમામ વિડિયો 3 ડિસેમ્બર, 2017 પછીના જ છે.

વધુ તપાસ કર્યા પછી, એવું જાણવા મળ્યું હતું કે વિડિયો 24 ઓગસ્ટ, 2017ના રોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ.

મળતી માહિતી મુજબ આ વિડિયો લક્ષદ્વીપ આઇલેન્ડનો છે. 23 ઓગસ્ટ, 2017 ના રોજ, આવા વિશાળ મોજા મિનિકોયના પૂર્વમાં સમુદ્ર-પુલ પર અથડાયા હતા. જો કે, કોઈ જાનહાની થઈ ન હતી.

લક્ષદ્વીપ આઇલેન્ડ પર આવો કોઈ પુલ છે કે કેમ તે શોધખોળ કરતી વખતે, અમે શ્રીશૈલા કન્સ્ટ્રક્શન કંપનીની વેબસાઇટ પર નીચેનો ફોટો મળ્યો. તદનુસાર, કંપનીએ લક્ષદ્વીપના પૂર્વ મિનિકોય આઇલેન્ડ પર આ સમુદ્ર-પૂરનું નિર્માણ કર્યું છે.

શ્રીશૈલા કંસ્ટ્રક્શન

ઉપરના ફોટામાં પુલની દિવાલો અને રચના વિડિઓમાં પુલ જેવી જ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો કોઈ કુદરતી ચક્રવાતને કારણે દિવનો નથી. આ વિડિયો ઓગસ્ટ 2017થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. પ્રથમ નજરમાં, વિડિયો લક્ષદ્વીપનો હોવાનું જણાય છે, પરંતુ ચોક્કસ સ્થાન નક્કી કરી શકાતું નથી. જો કે, એક સ્પષ્ટ છે કે વિડિયો ઓછામાં ઓછો 4 વર્ષ જૂનો છે અને દિવનો નથી.

Avatar

Title:શું ખરેખર ‘તાઉ તે’ વાવાઝોડા દરમિયાનના આ દિવના દ્રશ્યો છે….?

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •