
હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે વિદેશી બાળકોનો ફોટો જોઈ શકાય છે અને તેમના હાથમાં પુસ્તક જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નેધરલેન્ડમાં ધોરણ 5થી જ ફરજિયાત ભગવદ ગીતા ભણાવવામાં આવી રહી છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. કારણ કે, ધોરણ 5થી નેધરલેન્ડમાં ભગવત ગીતાને ફરજીઆત કરવામાં આવી નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Viral Joshi Vkj નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 જૂન 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નેધરલેન્ડમાં ધોરણ 5થી જ ફરજિયાત ભગવદ ગીતા ભણાવવામાં આવી રહી છે.”


FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને નેધરલેન્ડ સરકારની સત્તાવાર વેબસાઇટ government.nl પ્રાપ્ત થઈ હતી. આ વેબસાઇટમાં પ્રાથમિક શિક્ષણ વિભાગ એવા વિષયોને આવરી લે છે જે નેધરલેન્ડની શાળાઓમાં ફરજિયાત શીખવવામાં આવે છે. આમાં કોઈ ધાર્મિક વિષય નથી. અહીં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નેધરલેન્ડની લગભગ તમામ ખાનગી શાળાઓમાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે, પરંતુ જાહેર અધિકારીઓની પ્રાથમિક શાળાઓમાં નથી આપવામાં આવતી.

તેમજ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ ફોટો વર્ષ 2013થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.
તેમજ અમારી પડતાલને મજબૂત કરવા અમે નેધરલેન્ડ શિક્ષણ મંત્રાલયના ચીફ પ્રેસ સેક્રેટરી Deborah Jongejan નો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ભગવત ગીતાને ડચ શાળાઓમાં ફરજીઆત કરવામાં આવી નથી આ વાત તદ્દન ખોટી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોરક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. કારણ કે, ધોરણ 5થી નેધરલેન્ડમાં ભગવત ગીતાને ફરજીઆત કરવામાં આવી નથી.

Title:શું ખરેખર નેધરલેન્ડમાં ધોરણ પાંચથી ભગવદ ગીતા ફરજિયાત ભણાવવામાં આવી રહી….?
Fact Check By: Yogesh KariaResult: False
