
તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મધ્યપ્રદેશના જબલપુરના બરગી ડેમ ખાતે થયેલા ક્રુઝ અકસ્માતનો આ વીડિયો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
અમે વાયરલ વીડિયોના સ્ક્રીનશોટ લઈને અને રિવર્સ ઈમેજ સર્ચ કરીને અમારી તપાસ શરૂ કરી. આનાથી અમને 26 ડિસેમ્બર, 2025ના રોજ એક ફેસબુક પોસ્ટ મળી, જેમાં વાયરલ વીડિયોનું લાંબું વર્ઝન હતું.

પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, “ગુરૂવારે બપોરે કપ્તાઈ તળાવમાં એક હોડી પલટી ગઈ, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો કારણ કે વહાણ અચાનક તળાવની વચ્ચે પલટી ગયું. વીડિયોમાં ઘટના પછી લોકો પાણીમાં સંઘર્ષ કરી રહ્યા છે, નજીકની બોટ અને સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા છે.”
આ સંકેતને આધારે, અમે સંબંધિત કીવર્ડ શોધ હાથ ધરી. આનાથી અમે પ્રથમ આલોની યુટ્યુબ ચેનલ પર પહોંચ્યા જ્યાં વાયરલ વીડિયો 26 ડિસેમ્બર 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ, 25 ડિસેમ્બર, 2025 ના રોજ બાંગ્લાદેશના રંગામતીના કપ્તાઈ તળાવમાં 19 મુસાફરો સાથેની એક હોડી પલટી ગઈ હતી.
અન્ય સમાન અહેવાલો અહીં, અહીં અને અહીં જોઈ શકાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં જબલપુરમાં બનેલી ઘટનાનો નથી. પરંતુ બાંગ્લાદેશનો જૂનો વીડિયો છે. આ વીડિયોને હાલની ઘટની સાથે કોઈ લેવા-દેવા નથી.


