શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં ઘાયલ થયેલા પેલેસ્ટાઈનના સૈનિકો છે…..? જાણો શું છે સત્ય….

આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political સામાજિક I Social

ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે 11 દિવસના લોહિયાળ યુદ્ધ વચ્ચે યુદ્ધ વિરામની ઘોષણા કરવામાં આવી છે. પેલેસ્ટાઇન કહે છે કે આ સંઘર્ષમાં 200 થી વધુ લોકો મૃત્યુ પામ્યા અને સેંકડો ઘાયલ થયા. આ દરમિયાન એક ચોંકાવનારો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો હાલનો છે અને પેલેસ્ટિનિયન સૈનિકો ધ્વજ સાથેનો ફોટો શૂટ કરવા બોર્ડર પર ગયા હતા, પરંતુ ઇઝરાઇલ સૈનિકોએ દૂરબીનથી જોયા બાદ તેમને મારી નાખ્યા હતા.”  

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2018નો છે. તેમજ હુમલામાં ઘાયલ થયેલા સૈનિકો પેલેસ્ટાઈનના નહિં પરંતુ ઈઝરાયેલના હતા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vijay Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો હાલનો છે અને પેલેસ્ટિનિયન સૈનિકો ધ્વજ સાથેનો ફોટો શૂટ કરવા બોર્ડર પર ગયા હતા, પરંતુ ઇઝરાઇલ સૈનિકોએ દૂરબીનથી જોયા બાદ તેમને મારી નાખ્યા હતા.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને “ધ ન્યૂ અરબ” નો એક રિપોર્ટ મળ્યો હતો. જે અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ વિડિયો ગાઝા પટ્ટીના ખાન યુનુસ શહેર નજીક સ્થિત સરહદ ફેંસિગનો છે. પેલેસ્ટાનીઓની ઓ તરફથી થયેલા આ હુમલામાં ચાર ઇઝરાઇલી સૈનિકો ઘાયલ થયા છે.

ધ ન્યુ અરબ | સંગ્રહ

પેલેસ્ટાની રાઈટર Rdooan દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી પણ આ વિડિયો 13 નવેમ્બર 2018ના શેર કર્યો હતો અને જણાવ્યુ હતુ કે, “ઈઝરાયેલના સૈનિકો પર થોડા સમય પહેલા થયેલા હુમલાના દ્રશ્યો હાલમાં રિલિઝ કરવામાં આવ્યા.” 

Archive

આ હુમલો અંગેના સમાચાર “ધ ટાઇમ્સ ઓફ ઇઝરાઇલ” માં પણ પ્રકાશિત થયા હતા. સમાચાર અનુસાર, આ વિડિયો ફક્ત લેબનીસ ન્યૂઝ ચેનલ “અલ-માયાદીન” ને આપવામાં આવી હતી. આ ઘટના અંગે ઇઝરાઇલી ફોર્સે કહ્યું કે આતંકીઓએ ફેન્સીંગની નજીકના જમીનમાં વિસ્ફોટક પદાર્થો લગાવ્યા હતા. ઇઝરાઇલ ડિફેન્સ ફોર્સના જણાવ્યા અનુસાર આ હુમલામાં તેના બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને બે જવાનોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ હુમલાની જવાબદારી પેલેસ્ટાઇનની આઝાદી માટે લડતા આતંકવાદી સંગઠને લીધી હતી. કાઉન્ટર એટેકમાં ઇઝરાયેલે ‘હમાસ’ ના સ્થળો પર બોમ્બ પણ ફેંક્યા હતા. 

ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ | સંગ્રહ

ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ” એ પણ 17 ફેબ્રુઆરી 2018ના રોજ બનેલી ઘટના અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો.

The New York Times | Archive 

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2018નો છે. તેમજ હુમલામાં ઘાયલ થયેલા સૈનિકો પેલેસ્ટાઈનના નહિં પરંતુ ઈઝરાયેલના હતા.

Avatar

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં ઘાયલ થયેલા પેલેસ્ટાઈનના સૈનિકો છે…..?

Fact Check By: Yogesh Karia 

Result: False