શું ખરેખર સુરતમાં તાપી નદીના કિનારે મગરે શ્વાનનો શિકાર કર્યો હતો…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક શ્વાન નદી કિનારે ટહેલી રહ્યો હોય છે. અને થોડી જ વારમાં શ્વાનને મગર પકડી અને નદીમાં લઈ જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “શ્વાનનો શિકાર કરતો મગરનો આ વિડિયો ગુજરાતના સુરત શહેરમાં આવેલી તાપી નદીના કિનારાનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સુરતની તાપી નદીના કિનારાનો નહિં પરંતુ રાજસ્થાનના કોટામાં આવેલી ચંબલ નદીના કિનારાનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

News18 Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “શ્વાનનો શિકાર કરતો મગરનો આ વિડિયો ગુજરાતના સુરત શહેરમાં આવેલી તાપી નદીના કિનારાનો છે.”

Facebook | Fb post Archive | News 18 Article Archive

ન્યુઝ18 ગુજરાતી દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પણ આ જ માહિતી આપતો વિડિયો શેર કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે શોધ કરતા અમને દિવ્ય ભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો.

દિવ્યભાસ્કરના આ અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ઘટના રાજસ્થાનમાં બનવા પામી હતી. મગરે ધીરજતાથી નદી કિનારે ઊભેલાં કૂતરાનો શિકાર કર્યો.”

Divyabhaskar | Archive

ત્યારબાદ અમે વધૂ સર્ચ કરતા અમને ન્યુઝ હાઉર ઈન્ડિયા નામની યુટ્યુબ ચેનલ પર આ ઘટનાનો બીજો વિડિયો શેર કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ઘટના રાજસ્થાનના કોટા નદીના કિનારે બનવા પામી હતી.” આ વિડિયો તમે નીચે જોઈ શકો છો. 

નવભારત ટાઈમ્સ દ્વારા પણ આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “રાજસ્થાનના કોટા જિલ્લામાં મગરની શોધનો લાઇવ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો ચંબલ સિંચાઈ યોજનાના રાણા પ્રતાપ સાગર ડેમની ઉપરના પ્રવાહની ચંબલ નદીનો છે. અહીંયા મગરે ખૂબ શાંત રીતે ગલીના કૂતરાને પકડ્યો અને તેનો શિકાર કર્યો.” 

Navbharat Times | Archive

રાજસ્થનની લોકલ ન્યુઝ ચેનલ 1stઈન્ડિયાન્યુઝ દ્વારા પણ આ વિડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વિડિયો કોટાની ચંબલ નદી કિનારાનો છે.

ત્યારબાદ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે કોટાના ફોરોસ્ટ અધિકારી મનોજ પરાશર (CCF)નો સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયો રાજસ્થાનનો જ છે. ચંબલ સિંચાઈ યોજનાના રાણા પ્રતાપ સાગર ડેમની ઉપરના પ્રવાહની ચંબલ નદી પર આ ઘટના બનવા પામી હતી.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સુરતની તાપી નદીના કિનારાનો નહિં પરંતુ રાજસ્થાનના કોટામાં આવેલી ચંબલ નદીના કિનારાનો છે.

Avatar

Title:શું ખરેખર સુરતમાં તાપી નદીના કિનારે મગરે શ્વાનનો શિકાર કર્યો હતો…?

Fact Check By: Yogesh Karia 

Result: False