તાજેતરમાં જ એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો હતો જેમાં દિલ્હીની બાજુમાં આવેલા લોની વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા એક મુસ્લિમ વૃદ્ધ વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે, આ જ વિડિયો બાદ અન્ય એક વિડિયોમાં આ વ્યક્તિએ દાવો કર્યો હતો કે હુમલાખોરોએ તેની દાઢી કાપીને કહ્યું હતું "જય શ્રી રામ"ના નારા લગાવો. જો કે, ઉત્તરપ્રદેશ પોલીસની પ્રાથમિક તપાસથી સ્પષ્ટ થઈ ગયું હતું કે આ મામલામાં કોઈ સાંપ્રદાયિક પાસા નથી અને આ ઘટના અંગત દુશ્મનાવટનું પરિણામ છે અને આ ઘટનામાં આરોપી પક્ષના કેટલાક આરોપી પણ મુસ્લિમ છે.

આ ઘટનાને કેન્દ્રના રાખીને, આરોપીઓને જાહેરમાં મારમાર્યો હોવાનો દાવો અને તેની સાથેનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે, આ વિડિયોમાં જોઈ રહ્યા છીએ કે મોટી સંખ્યામાં લોકો એક બિલ્ડિંગમાંથી બે લોકોને ખેંચીને માર મારતા હતા. આ વિડિયો શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ આરોપીઓ છે જેમણે વૃદ્ધ મુસ્લિમ માણસ પર હુમલો કર્યો હતો અને દાઢી કાપી હતી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ઘટના દિલ્હીના જહાંગીપુરી વિસ્તારમાં બનવા પામી હતી. તેને લોનીમાં વૃધ્ધની દાઢી કાપી નાખવાની ઘટના સાથે કોઈ લેવા-દેવા નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Munover Pathan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂન 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ આરોપીઓ છે જેમણે વૃદ્ધ મુસ્લિમ માણસ પર હુમલો કર્યો હતો અને દાઢી કાપી હતી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ઉપરોક્ત વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 13 મી જૂનના રોજ દિલ્હીના ઘણા સ્થાનિક મિડિયા અને પત્રકારો દ્વારા જહાંગીરપુરી ઘટના તરીકે આ વિડિયોને અપલોડ કરી હતી અને સોશિયલ મિડિયામાં શેર પણ કરવામાં આવી હતી.

Archive

Archive

ન્યુઝ નેશન દ્વારા 13મી જૂનના તેમની યુટ્યુબ ચેનલ પર આ વિડિયો અપલોડ કરી હતી, જેમાં લખ્યું હતું કે “દિલ્હી જહાંગીરપુરીમાં ટોળાએ ચોરને પકડીને મારી નાખ્યો હતો.

ફેક્ટ ક્રેસેન્ડોએ જહાંગીરપુરી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સી.પી. ભારદ્વાજનો સંપર્ક સાધ્યો હતો અને આ વિડિયોમાં બતાવેલી ઘટના વિશે તેમની પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ ઘટના અમારા વિસ્તારમાં બની છે. ગેરવસૂલીનો ધંધો કરતા વજીરાબાદના ત્રણ લોકો જહાંગીરપુરી આવ્યા હતા અને સ્થાનિક લોકોને ધમકાવવા લાગ્યા હતા. તેઓએ કેટલાક મકાનોમાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરિણામે સ્થાનિક લોકો અને તેમની વચ્ચે ઘર્ષણ થયું. આ કેસને કારણે, અમે ત્રણ વસૂલી એજન્ટો સહિત આઠ લોકોની ધરપકડ કરી. બંને પક્ષ એક બીજાને જાણતા હતા. આ કોઈ સાંપ્રદાયિક બાબત નથી. તેમાં કેટલાક નાણાકીય મુદ્દા સામેલ થયા હતા. જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે આરોપીઓ પૈસા લેવા આવ્યા હતા. બંને તરફથી ધરપકડ કરવામાં આવી હતી. લોનીમાં વૃદ્ધો પર થયેલા હુમલાની ઘટનાને આ વિડિયો સાથે કોઈ સંબંધ નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ઘટના દિલ્હીના જહાંગીપુરી વિસ્તારમાં બનવા પામી હતી. તેને લોનીમાં વૃધ્ધની દાઢી કાપી નાખવાની ઘટના સાથે કોઈ લેવા-દેવા નથી.

Avatar

Title:શું ખરેખર વૃધ્ધની દાઢી કાપનાર આરોપીને લોકોએ માર માર્યો...?

Fact Check By: Yogesh Karia

Result: False