
હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં ઝાડ પર કેરી જોવા મળી રહ્યી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રૂષિકેશમાં પીપળાના ઝાડ પર કેરી ઉગી હતી.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો બનાવટી છે. લોકોને છેતરવા માટે પીપળાના ઝાડ પર કેરી મુકી હતી. ખરેખર પીપળાના ઝાડ પર કેરી ઉગી ન હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bharat Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 03 જૂન 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રૂષિકેશમાં પીપળાના ઝાડ પર કેરી ઉગી હતી.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ અંગે ગૂગલ પર તેમજ ઈન્ટરનેટ પર ઘણી શોધ કરી હતી. પરંતુ અમને કોઈ સચોટ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
ત્યારબાદ અમે વિડિયોનું ધ્યાનથી નિરિક્ષણ કરતા અમને એક દુકાન પર બોર્ડ જોવા મળ્યુ હતુ જેમાં નંબર પણ જોવા મળ્યા હતા અનેતેમનો સંપર્ક સાધવાનું નક્કી કર્યુ હતુ.

ઉપરોક્ત વિડિયોમાં આપેલા ટેલિફોન નંબર 0135 – 2431668 પર અમે કોલ કર્યો ત્યારે અમને યાત્રાધામ રૂષિકેશમાં કાર્યરત શ્રી શિવશંકર તીર્થ યાત્રા સેવા પ્રદાતાનો સંપર્ક નંબર મળ્યો હતો.

તેમના મેનેજર મનીષ અગ્રવાલે અમારી સાથે વાત કરી હતી તેમણે અમને કહ્યું, “આ વિડિયોમાં બતાવેલ દુકાનનું બોર્ડ અમારૂ જ છે. આ વિડિયોમાં બતાવેલ ઝાડ હું જે ઓફિસમાં છું ત્યાંથી 1 કિ.મી. દૂર છે તે ઝાડ ઉપર કેરી ન હોતી. જો તેવું થાય, તો પછી આપણે બધા મોટી મુશ્કેલીમાં હોઈશું. આ વિડિયો લોકોને છેતરવા માટે બનાવવામાં આવી હતી. કોઈએ પીપળાના ઝાડ પર કેરી મૂકી અને આ કારસ્તાન કર્યુ છે.”
તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર સી ડી લાખાણીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમે જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે બનવુ અશક્ય છે. હજુ સુધી આ પ્રકારની ઘટના ક્યાંય પણ બનવા પામી નથી. આ પ્રકારે બનવું શક્ય નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો બનાવટી છે. લોકોને છેતરવા માટે પીપળાના ઝાડ પર કેરી મુકી હતી. ખરેખર પીપળાના ઝાડ પર કેરી ઉગી ન હતી.
