શું ખરેખર નર્સ દ્વારા વેક્સિન લગાવવામાં ન આવતી હોવાનો વિડિયો યુપીનો છે….? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઝી હિન્દુસ્તાન ન્યુઝ ચેનલનું બુલેટિયન હોવાનું માલુમ પડે છે. આ વિડિયોમાં નર્સ વેક્સિન લેવા આવેલા વ્યક્તિને સોય તો લગાવે છે. પરંતુ બાદમાં વેક્સિન ભરેલુ જ રહેવા દે છે અને ડસ્ટબીનમાં ફેકી દે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ નર્સ મુસ્લિમ છે અને આ ઘટના યુપીના અલીગઢમાં બનવા પામી છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે કરવામાં આવેલો વિડિયો યુપીના અલીગઢનો નહિં પરંતુ એક્વાડોરના ગુઆયાકીલમાં બનવા પામી હતી. તેમજ અલીગઢમાં જે નર્સ પકડાઈ તેનો કરાર રદ કરી અને પગલા લેવામાં આવ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ishwar Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ નર્સ મુસ્લિમ છે અને આ ઘટના યુપીના અલીગઢમાં બનવા પામી છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઇક્વાડોરની ન્યૂઝ ચેનલ ઇકુઆવિસા દ્વારા કરવામાં આવેલુ એક ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ.

ટ્વિટ 26 એપ્રિલ 2021ના પોસ્ટ કરવામાં આવ્યુ હતું, જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે – “ઈક્વાડોરના આરોગ્ય પ્રધાન કેમિલો સેલિનાસે નર્સની તપાસની જાહેરાત કરી હતી, જેમણે પૂરતા પ્રમાણમાં રસી આપી ન હતી. . સલિનાસે કહ્યું કે કાર્યવાહી કરવા નર્સની ઓળખ થઈ ગઈ છે.

ARCHIVE

તેમજ અમે વધુ સર્ચ કરતા અમને એવા મિડિયા અહેવાલો પણ મળ્યા હતા જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ઘટના ઇક્વાડોરના ગુઆયાકીલમાં મુચો લોટમાં બનવા પામી હતી.

Eltelegrafo | Archive

તેમજ ઈક્વાડોરના આરોગ્ય મંત્રાલયે પણ આ ઘટના અંગે તેમના ઓફિશિયલ ટ્વિટર પરથી ટિ્‌વટ કર્યું હતું, જેમાં જણાવ્યું હતુ કે, “આજે મુચો લોટમાં રસીકરણના તબક્કે જે બન્યું તે જોતાં, અમે લોકોને જાહેરમાં જણાવીએ છીએ કે, આરોગ્ય કર્મચારીની ઓળખ થઈ ગઈ છે અને સંબંધિત અધિકારીઓ દ્વારા તેની તપાસ કરવામાં આવશે. સત્તાવાર ચેનલો દ્વારા માહિતગાર રહો.

Archive

આમ, ઉપરોક્ત પરિણામો પરથી એ તો સાબિત થઈ ગયુ કે, આ વિડિયો યુપીનો નહિં પરંતુ એક્વાડોરનો છે. પરંતુ યુપીમાં શું બનાવ બન્યો હતો. તે પણ આપને જણાવી દઈએ.

મિડિયા રિપોર્ટ અનુસાર, યુપીના અલીગઢના જમાલપુર પીએસચીમાં કચરામાં રસી ફેંકી દેવા બદલ એએનએમની નિહા ખાન સહિત 2 સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ રિપોર્ટના આધારે તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. અહેવાલમાં નિહા લાભાર્થીઓને 29 સિરીંજને રસી લીધા વિના ડસ્ટબિનમાં ફેંકી દેવા માટે દોષી પણ સાબિત થઈ છે.

નવભારત ટાઈમ્સ | સંગ્રહ

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે,  આ મામલો પ્રકાશમાં આવતાની સાથે જ આરોગ્ય વિભાગે મદદનીશ નર્સ નિહા ખાનનો કરાર રદ કર્યો હતો. આ સાથે મેડિકલ ઓફિસર-ઇન-ચાર્જ આર્ફીન ઝેહરાની બદલી હરદુગંજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં કરવામાં આવી છે અને તેના બે પગાર વધારા પણ અટકાવી દેવામાં આવ્યા છે. આ સિવાય સ્ટાફના બાકીના સભ્યોની પણ બદલી કરવામાં આવી છે. સીએમઓ બી.પી. કલ્યાણીએ ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું કે રસી ફેંકી દેવા પાછળનું કારણ હજી સ્પષ્ટ નથી. તેણે કહ્યું કે દેખીતી રીતે તે સિરીંજ ભર્યા પછી રસીનો ડોઝ ન હતી આપી રહી, પરંતુ માત્ર સોયને કાપી રહી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે કરવામાં આવેલો વિડિયો યુપીના અલીગઢનો નહિં પરંતુ એક્વાડોરના ગુઆયાકીલમાં બનવા પામી હતી. તેમજ અલીગઢમાં જે નર્સ પકડાઈ તેનો કરાર રદ કરી અને પગલા લેવામાં આવ્યા છે.

Avatar

Title:શું ખરેખર નર્સ દ્વારા વેક્સિન લગાવવામાં ન આવતી હોવાનો વિડિયો યુપીનો છે….?

Fact Check By: Yogesh Karia 

Result: False