શું ખરેખર ખંભા પર લાશ ઉપાડી જતા વૃધ્ધનો વિડિયો પશ્ચિમ બંગાળનો છે…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વૃધ્ધ માણસ પોતાના ખંભા પર એક ચાદરમાં મૃતદેહ વિટીને લઈ જાય છે. તેની પાછળ એક યુવાન તેની સંભાળ લઈ રહ્યો છે. તેમજ આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ખંભે લાશ લઈને જતા વૃધ્ધની આ ઘટના પશ્ચિમ બંગાળમાં બનવા પામી છે.”  

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પશ્ચિમ બંગાળનો નહિં પરંતુ પંજાબના જલંધરનો છે. પશ્ચિમ બંગાળનો હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Surat City Famous નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ખંભે લાશ લઈને જતા વૃધ્ધની આ ઘટના પશ્ચિમ બંગાળમાં બનવા પામી છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમેઅમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને અમરઉજાલાનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ઘટનાનો ફોટો શેર કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “પંજાબના જલંધરમાં 11 વર્ષની દિકરીનું કોરોનાના લક્ષણ જણાયા બાદ મૃત્યુ થતા મૃતદેહને કોઈએ હાથ અડાડવાની ના પાડતા અંતે પિતાએ પોતાના ખંભે મૃતદેહને લઈ અને સ્મશાન ઘાટ લઈ ગયા જ્યાં તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.

અમરઉજાલા | સંગ્રહ

તેમજ વધુ સર્ચ કરતા અમને ભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં ભાસ્કરે મૃતક સોનુના પિતા સાથે વાત કરી હતી જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, “રામનગરમાં રહેતા પિતા દિલીપે જણાવ્યું કે તેમને 3 બાળકો છે. આ પુત્રી સોનુ 11 વર્ષની હતી. તેને 2 મહિનાથી તાવ હતો. તે સારવાર લેતી હતી કયારેક સાજી થઈ જતી, ક્યારેક બિમાર થઈ જતી. જ્યારે તે નજીકની સરકારી હોસ્પિટલમાં ગઈ ત્યારે તેણે તેને સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા. જ્યારે તેઓ સિવિલ હોસ્પિટલમાં ગયા, ત્યાં થોડીક સારવાર બાદ ડોક્ટરે કહ્યું કે પુત્રીની હાલત ગંભીર છે અને તેને અમૃતસર મેડિકલ કોલેજમાં રિફર કરાઈ છે. ત્યાં પહોંચતાં 9 મેના રોજ પુત્રીનું અવસાન થયું. દિલિપભાઈ 9 મેના રોજ રાત્રે 9.30 વાગ્યે જલંધર પહોંચ્યા હતો. બીજા દિવસે, તેમણે પુત્રીના અંતિમ સંસ્કાર કરવાના હતા. જ્યારે તેમણે લોકો સાથે વાત કરી, ત્યારે બધાએ કહ્યું કે તેમની પુત્રીનું મૃત્યુ કોરોનાથી થયું હશે. તે પ્લાસ્ટિકની બોટલ બટનો બનાવવાનું કામ કરે છે. એટલા પૈસા નહોતા કે એમ્બ્યુલન્સ કોલ કરી શકે. તેથી તેણે પોતાની જાતને તેના ખભા પર લઈ જઇ દિકરીની ડેડ બોડીને સ્મશાનમાં લઈ ગયા હતા.” 

ભાસ્કર | સંગ્રહ

તેમજ જલંધરના ડેપ્યુટી ક્લેકટર દ્વારા મૃતક સોનુના પિતા દિલિપને 50 હજારની સહાય આપી હતી. 

પરિણામ

આમ અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પશ્ચિમ બંગાળનો નહિં પરંતુ પંજાબના જલંધરનો છે. પશ્ચિમ બંગાળનો હોવાની વાત તદ્દન ખોટી છે. 

Avatar

Title:શું ખરેખર ખંભા પર લાશ ઉપાડી જતા વૃધ્ધનો વિડિયો પશ્ચિમ બંગાળનો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False