શું ખરેખર હાલમાં આવેલા તાઉ તે વાવાઝોડા દરમિયાનનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

તાઉ તે વાવાઝોડાએ સમગ્ર રાજ્યમાં વિનાસ વેરી દિધો છે અને ભારે નુકશાનીના કારણે ખેડૂતો પણ હેરાન થઈ ગયા છે. શહેરમાં મોટાભાગના ઝાડ પણ પડી ગયા હતા. આ વચ્ચે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારે પવનના કારણે નાળિયેરીનું ઝાડ હવામાં ફરી રહ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો હાલમાં આવેલા તાઉ તે વાવાઝોડા દરમિયાનનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગત વર્ષ 2020ના ઓગસ્ટ મહિનાનો મુંબઈનો છે. હાલમાં આવેલા તાઉ તે વાવાઝોડા દરમિયાનના દ્રશ્યો નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Youth Barodian નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો હાલમાં આવેલા તાઉ તે વાવાઝોડા દરમિયાનનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો 5 ઓગસ્ટ 2020ના યુટ્યુબ પર પ્રાપ્ત થયો હતો. જેના પરથી એક વાત તો નક્કી હતી કે આ વિડિયો હાલનો નથી. આ વિડિયો તમે નીચે જોઈ શકો છો. 

તેમજ જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને મુંબઈ મિરરનો 6 ઓગસ્ટ 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “મુંબઈમાં નારિયેળીનું ઝાડ જોરદાર પવન અને વરસાદને કારણે ખતરનાક રીતે વહી રહ્યુ છે. મુંબઇમાં અવિરત વરસાદને લીધે તમામ પ્રવૃત્તિઓ ખોરવાઈ ગઈ હતી, મહત્તમ શહેરમાં બુધવારે માત્ર 12 કલાકની અંદર મોસમનો સૌથી વધુ વરસાદ પડ્યો હતો, ઉપરાંત પવનની ગતિ પણ સૌથી વધુ હતી.

મુંબઈ મિરર | સંગ્રહ

તેમજ Asianet News દ્વારા પણ આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગત વર્ષ 2020ના ઓગસ્ટ મહિનાનો મુંબઈનો છે. હાલમાં આવેલા તાઉ તે વાવાઝોડા દરમિયાનના દ્રશ્યો નથી.

Avatar

Title:શું ખરેખર હાલમાં આવેલા તાઉ તે વાવાઝોડા દરમિયાનનો વિડિયો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False