શું ખરેખર હિટલર તેની સ્પીચ દરમિયાન રડી પડ્યો હતો…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોરોના સંકટ અંગે કાશીના ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ સાથે વાત કરી હતી. આ સમય દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા હતા. આ ચર્ચા બાદ ઘણા લોકોએ સોશિયલ મિડિયા પર પીએમ મોદીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ હાલ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “જર્મન સરમુખત્યાર હિટલર ભાષણ આપતી વખતે રડી પડ્યો હતો.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, હિટલરના રડવાની વાયરલ ક્લિપ નકલી છે. હિટલરનું મૂળ ભાષણ સંપાદિત અને ખોટી રીતે કરવામાં આવ્યું છે. મૂળ વિડિયોમાં, હિટલર રડતો નથી, પરંતુ એક નવા જર્મનીની રૂપરેખા બનાવે છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ankit Padhiyar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જર્મન સરમુખત્યાર હિટલર ભાષણ આપતી વખતે રડી પડ્યો હતો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

વિડિયોનો અવાજ સાંભળ્યા પછી એવુ લાગે છે કે આ હિટલરનો અવાજ નથી. હવે, મૂળ વિડિયો સાંભળ્યા બાદ જ જાણી શકાય કે હિટલરે તેમાં શું કહ્યું હતું. હિટલરના ભાષણોના ઘણા વિડિયો જોયા પછી, અમને એક વિડિયો મળ્યો હતો જે હાલમાં વાયરલ થઈ રહી છો તે જ છે. તેમાં હિટલરનો અસલ અવાજ છે. 

વધુ તપાસ કર્યા પછી, જાણવા મળ્યું કે આ વિડિયો 10 ફેબ્રુઆરી 1933ના રોજ બર્લિનમાં હિટલરના ભાષણનો હતો, જ્યારે તે જર્મનીના કુલપતિ બન્યો હતો. હિટલરના ભાષણનો સંપૂર્ણ વિડિયો સંગ્રહ(Archive) કરતી વેબસાઇટ પર અંગ્રેજી ઉપશીર્ષકો સાથે ઉપલબ્ધ છે. તેમાં, હિટલરે નવા જર્મનીની રૂપરેખા આપી હતી.

28.12 મિનિટ પછી, તમે હાલમાં વાયરલ થઈ રહેલા વિડિયોનો ભાગ જોઈ શકો છો.

તેમાં, હિટલર જર્મનમાં કહે છે: 

Wir wollen nicht lügen und wollen nicht schwindeln! Ich habe deshalb … ich habe deshalb es abgelehnt, jemals vor dieses Volk hinzutreten und billige Versprechungen zu geben

ગુજરાતી અનુવાદ –

“મારે ક્યારેય જૂઠું બોલવા કે છેતરવા નથી માંગતો. તેથી હું ખાલી વચનો આપવા માટે મારા માર્ગથી હટી નથી જતો.”

હિટલર બોલતા બોલતા પણ રડ્યા ન હતા.

મૂળ વિડિયો, મૂળ ઓડિયો અને સમગ્ર ભાષણની અંગ્રેજી અને જર્મન નકલો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. ભાષણની ક્લિપ્સ ગેટ્ટી ઈમેજ્સ, હોલોકોસ્ટ મેમોરિયલ મ્યુઝિયમ અને ક્રિટીકલ પાસ્ટ પર પણ ઉપલબ્ધ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, હિટલરના રડવાની વાયરલ ક્લિપ નકલી છે. હિટલરનું મૂળ ભાષણ સંપાદિત અને ખોટી રીતે કરવામાં આવ્યું છે. મૂળ વિડિયોમાં, હિટલર રડતો નથી, પરંતુ એક નવા જર્મનીની રૂપરેખા બનાવે છે.

Avatar

Title:શું ખરેખર હિટલર તેની સ્પીચ દરમિયાન રડી પડ્યો હતો…?

Fact Check By: Yogesh Karia 

Result: False