શું ખરેખર ગુજરાત હાઈકોર્ટ દ્વારા વોટ્સએપને લઈ નિયમો જાહેર કરાયા…? જાણો શું છે સત્ય.

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં એક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટના નામથી વાયરલ મેસેજ અંગે જણાવવામાં આવી રહ્યુ છે કે, “વોટ્સએપ અને ફેસબુક માટે જાહેર સુચના, સોગંધ વાળા મેસેજ અસ્લીલ વિડિયો મોકલનારને રોકડ દંડ અને કેદની સજા થશે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મેસેજ તદ્દન ખોટો છે. હાઈકોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ હાલમાં આપવામાં આવ્યો નથી. તેમજ આ મેસેજ છેલ્લા 2 વર્ષથી સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Jagdish Rathod નામના ફેસબુક યુઝર દ્વારા હાસ્યનો ખજાનો નામના ફેસબુક પેજ પર તારીખ 29 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વોટ્સએપ અને ફેસબુક માટે જાહેર સુચના, સોગંધ વાળા મેસેજ અસ્લીલ વિડિયો મોકલનારને રોકડ દંડ અને કેદની સજા થશે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ અંગે સર્ચ કરતા અમને આ જ પોસ્ટર 27 જૂન 2019ના ફેસબુક પર પ્રાપ્ત થયુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

Archive

ત્યારબાદ અમે વધુ સર્ચ કરતા અમને આઈએમગુજરાતનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “વાયરલ થયેલો આ મેસેજ સાવ ફેક છે. તે લોકોને સાચો લાગે તે માટે ગુજરાત હાઈકોર્ટનો તેમાં ઉલ્લેખ કરાયો છે. પરંતુ હકીકત એ છે કે, ગુજરાત હાઈકોર્ટે આવો કોઈ આદેશ ક્યારેય આપ્યો જ નથી. એટલું જ નહીં, WhatsApp પર ઉશ્કેરણીજનક કે જેનાથી હિંસા ફેલાઈ શકે તે સિવાયના મેસેજ કોઈને મોકલવામાં કોઈ કાયદાનો ભંગ નથી થતો.

IamGujarat | Archive

ત્યારબાદ અમે હાઈકોર્ટના વકિલ અનીલ મહેતા જોડે વાત કરી હતી તેમણે પણ અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે હાઈકોર્ટ દ્વારા કયારેય કોઈ આદેશ કરવામાં આવ્યા નથી. લોકોને ભ્રામક કરવા માટે આ પ્રકારે ખોટા મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે.

તેમજ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે પણ અમને જણાવ્યુ હતુ કે, “આ ખોટો મેસેજ છે. જેતે સમયે મેસેજ ખૂબ વાયરલ થયો હતો, જો કે, આ પ્રકારે કોઈ આદેશ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યા નથી.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મેસેજ તદ્દન ખોટો છે. હાઈકોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ હાલમાં આપવામાં આવ્યો નથી. તેમજ આ મેસેજ છેલ્લા 2 વર્ષથી સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર ગુજરાત હાઈકોર્ટ દ્વારા વોટ્સએપને લઈ નિયમો જાહેર કરાયા…?

Fact Check By: Yogesh Karia 

Result: False