શું ખરેખર ભરૂચ ક્રાઈમ બ્રાંચ દ્વારા કુખ્યાત આરોપીની ધરપકડ કરાયાના CCTV છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એખ ટેબલ પર બેઠેલા શખ્સોને બબોચી લઈ છે. અને બાદમાં તેમની ધરપક્ડ કરી અને લઈ જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભરૂચ ક્રાઈમ બ્રાંચ દ્વારા કુખ્યાત આરોપી મોહંમદ સેરાજ અનવરની ધરપકડ કરવામાં આવી તેના સીસીટીવી છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા CCTV ભરૂચના નહિં પરંતુ પાટણના છે. તેમજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા કિરિટ પંચાલની ધરપકડ કરવામાં આવી હતી તેના સીસીટી છે. ભરૂચ ક્રાઈમ બ્રાંચને આ કેસ સાથે કોઈ લેવા-દેવા જ નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Rudra Sandesh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જૂન 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભરૂચ ક્રાઈમ બ્રાંચ દ્વારા કુખ્યાત આરોપી મોહંમદ સેરાજ અનવરની ધરપકડ કરવામાં આવી તેના સીસીટીવી છે.

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને એબીપી અસ્મિતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર આ જ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ વિડિયો પાટણનો છે. જ્યા પોલીસે વાહના ચોર આરોપીઓને દબોચી લીધા હતા. આ વિડિયો તમે નીચે જોઈ શકો છો. 

તેમજ અમે વધૂ તપાસ કરતા અમને ઈન્ડિયન એક્સપ્રેસની ઓફિશિયલ યુટ્યુબ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અન્ડર કવર ઓફિસરો દ્વારા ધાબા પરથી હથિયાર સાથે એક વ્યક્તિને દબોચી લીધો હતો જે અનેક ગુનાઓમાં ફરાર હતો.

ત્યારબાદ અમને ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રસારિત વિસ્તૃત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા પાટણના એક ધાબા પરથી એક સેમી પિસ્તોલ, બે મેગ્જિન અને પાંચ કાર્તૂસ સાથે બનાસકાંઠાના ડિસાના રહેવાસી કિરિટ પંચાલ ઉર્ફે કેકેની ધરપકડ કરવામાં આવી છે.

INDIANEXPRESS | ARCHIVE

ત્યારબાદ અમે અમદાવાદ ક્રાઈમ બ્રાંચનો સંપર્ક સાધ્યો હતો. ત્યાના એક વરિષ્ઠ અધિકારીએ અમને જણાવ્યુ હતુ કે, “આ ઓપરેશન અમદાવાદ એન્ટી ઓર્ગેનાઈઝડ ક્રાઇમ યુનિટ દ્વારા અમદાવાદના ચાંદખેડા અને સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના બે કેસોની તપાસ કરી રહી હતી અને અમને આ ચોરીમાં આરોપી કિરિટ પંચાલ ઉર્ફે કેકેની સંડોવણીની જાણ થઈ હતી. ટેક્નિકલ વિશ્લેષણનો ઉપયોગ કરીને, અમને આરોપીનુ લોકેશન મળ્યું હતુ.” 

તેમણે વધુ જણાવ્યુ હતુ કે, “આ ઓપરેશન પાટણના અમરપુરા ગામ પાસે આવેલા એક્તા રેસ્ટોરન્ટમાં પાર પાડવામાં આવ્યુ હતુ, આ શખ્સ સામે અમદાવાદ, બનાસકાંઠા, રાજસ્થાનના દસ પોલીસ સ્ટેશનમાં મારામારી, બળાત્કાર, ઘરફોડ ચોરીના અનેક ગુના નોધાયા છે. તેમજ આ શખ્સ સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે.” 

તેમણે ભરૂચના નામથી વાયરલ મેસેજનું પણ ખંડન કર્યુ હતુ અને ભરૂચ કાઈમ બાંચને આ કેસ સાથે કોઈ લેવા-દેવા ન હોવાનું જણાવ્યુ હતુ. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા CCTV ભરૂચના નહિં પરંતુ પાટણના છે. તેમજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા કિરિટ પંચાલની ધરપકડ કરવામાં આવી હતી તેના સીસીટી છે. ભરૂચ ક્રાઈમ બ્રાંચને આ કેસ સાથે કોઈ લેવા-દેવા જ નથી.

Avatar

Title:શું ખરેખર ભરૂચ ક્રાઈમ બ્રાંચ દ્વારા કુખ્યાત આરોપીની ધરપકડ કરાયાના CCTV છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False