આર્ક્ટિક મહાસાગરમાં સૂર્ય ગ્રહણ કરતો વિશાળ ચંદ્ર બતાવતો વિડિયો નકલી છે…. જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

એક ઉજ્જડ જગ્યા પાછળ દર્શાવતી વિડિયોમાં સૂર્ય ગ્રહણ કરતો વિશાળ ચંદ્ર બતાવવામાં આવ્યો છે. વિડિયોમાં, ચંદ્ર પૃથ્વીની સપાટીથી ખૂબ નજીકના અંતરે દેખાય છે, સૂર્ય ગ્રહણ કરતા પહેલાં અને એક ક્ષણમાં જ અંધકાર પેદા કરે છે, અને ક્ષિતિજની નીચે ફેડ થઈ જાય છે. આ વિડિયો શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો રશિયા અને કેનેડાના પ્રાદેશિક પ્રદેશ વચ્ચે આર્ક્ટિક મહાસાગરનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો રશિયા અને કેનેડા વચ્ચે આવેલા આર્ક્ટિક મહાસાગરનો નથી. પરંતુ યુક્રેનમાં સ્થિત સીજી આર્ટિસ્ટ દ્વારા ડિજિટલી બનાવેલી વિડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Dhiren Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો રશિયા અને કેનેડાના પ્રાદેશિક પ્રદેશ વચ્ચે આર્ક્ટિક મહાસાગરનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે ગુગલ અને અન્ય સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર કિવર્ડથી શોધ ચલાવીને અમારી તપાસ શરૂ કરી હતી જેનાથી અમને Hoaxeye દ્વારા એક ટ્વિટનો જવાબ આપ્યો હતો જેમાં જણાવ્યું છે કે “આ સ્પષ્ટ CG/VFX એનિમેશન વિશે ઘણા પ્રશ્નો છે. મારી એકમાત્ર સમસ્યા એ છે કે મને હજી સુધી કલાકાર મળ્યો નથી. શું કોઈને આ સ્ત્રોતની ખબર છે? આ ક્લિપ 2013ના એનિમેશનની યાદ અપાવે છે: 

Archive

જેનો આધાર લઈ અને વધુ કીવર્ડની શોધ કરતા અમને “અલેકસી” નામના ટિકટોક એકાઉન્ટ પરની માહિતી પ્રાપ્ત થઈ હતી, જેમાં આ વિડિયોને ડિજિટલી બનાવવાનો દાવો કર્યો હતો. આવી ઘણી અન્ય વિડિયોઝ છે જે ડિજિટલ રીતે બનાવવામાં આવી છે. વિડિયો 17 મે 2021 ના રોજ પોસ્ટ કરવામાં આવી હતી.

Archive

ટિકટોક યુઝર દ્વારા તેમની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ લિંકનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મુજબ તે CJI એનિમેશન કલાકાર છે જે 3ડી વિઝ્યુલાઇઝેશન, આંતરીક, બાહ્ય અને પોર્ટફોલિયોના પર કામ કરે છે.

ફેક્ટ ક્રેસેન્ડોએ ઇન્સ્ટાગ્રામ દ્વારા અલેકસીનો સંપર્ક સાધ્યો જેમણે અમને પુષ્ટિ કરી હતી કે, વિડિયો વાસ્તવિક શૂટ નથી પરંતુ તે ડિજિટલી એડિટ છે જે તેના દ્વારા કરવામાં આવી હતી. તેમણે અમને કહ્યું, “હું યુક્રેનમાં સ્થિત સી.જી. આર્ટિસ્ટ છું અને મેં ડિજિટલી રીતે તે વિડિયો બનાવી છે જે ચલણમાં છે. આ વિડિયો આર્ટિક ક્ષેત્રમાં શૂટ કરવામાં આવી છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો રશિયા અને કેનેડા વચ્ચે આવેલા આર્ક્ટિક મહાસાગરનો નથી. પરંતુ યુક્રેનમાં સ્થિત સીજી આર્ટિસ્ટ દ્વારા ડિજિટલી બનાવેલી વિડિયો છે.

Avatar

Title:આર્ક્ટિક મહાસાગરમાં સૂર્ય ગ્રહણ કરતો વિશાળ ચંદ્ર બતાવતો વિડિયો નકલી છે….

Fact Check By: Yogesh Karia 

Result: False