
છેલ્લા ઘણા સમયથી એક યુવાનનો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે યુવાનના હાથમાં એક ફાઈલ જોવા મળે છે અને તે તેના માથે હાથ રાખીને ઉભેલો જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ યુવાનનું નામ રાજેશ તિવારી છે અને તે યુપીએસસી પરિક્ષામાં 643 માર્ક લાવ્યો હોવા છતા તેનું સિલેક્શન ના થયુ હતુ.”
ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. બાંગ્લાદેશના એક વ્યક્તિની ફોટોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે. આ વ્યક્તિ લખનઉનો રાજેશ તિવારી નથી અને તેને યુપીએસસી પરીક્ષા આપી પણ નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Dhaval Sheth નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 જૂન 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ યુવાનનું નામ રાજેશ તિવારી છે અને તે યુપીએસસી પરિક્ષામાં 643 માર્ક લાવ્યો હોવા છતા તેનું સિલેક્શન ના થયુ હતુ.”

ફેસબુક પર પણ આ ફોટો ઘણા સમયથી વાયરલ થઈ રહ્યો છે. અને લોકો આ ફોટોને આજ દાવા સાથે શેર પણ કરી રહ્યા છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ દાવા સાથે આ જ ફોટો વર્ષ 2017ની એક ફેસબુક પોસ્ટમાં પ્રાપ્ત થઈ હતી. જેના પરથી સ્પષ્ટ છે કે આ પોસ્ટ હાલની નથી.
ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે શોધ કરતા અમને બાંગ્લાદેશ સ્થિત ટીવી ચેનલ Ekushey TV ટીવીની વેબસાઇટ પર 11 એપ્રિલ 2019ના પ્રકાશિત એક લેખ મળ્યો હતો જેમાં સઇદ રિમોન નામના વ્યક્તિ અને તેના જાગૃતિ અભિયાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “ટેક્સટાઇલ એન્જિનિયર રિમોન એક એવી વ્યક્તિ છે જેણે સામાજિક સમસ્યાઓથી સંબંધિત વિસ્તૃત જાગૃતિ અભિયાન હાથ ધર્યા હતા, જેમ કે ડ્રગનો ઉપયોગ, માર્ગ અકસ્માતો અને બેરોજગારી.”

તેમજ રિમોનનું ફેસબુક એકાઉન્ટમાં તપાસ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, “”નવેમ્બર 2016માં વાયરલ થઈ રહેલી તસવીર અપલોડ કરવામાં આવી હતી અને તેની સાથેની કેપ્શનમાં બેરોજગારીમાં વધારો થયો હોવાનો ઉલ્લેખ કરાયો હતો.”
2 જૂન 2021ના રોજ રિમોને એક ફેસબુક પોસ્ટ પર વાયરલ દાવા પર પ્રતિક્રિયા આપી અને કહ્યું કે તે બાંગ્લાદેશી છે.

અગાઉ પણ, બીબીસી બાંગ્લા અને ઢાકા ટ્રિબ્યુન જેવા મિડિયા હાઉસો દ્વારા રિમોનના જાગૃતિ અભિયાનની વિગતો આપવામાં આવી હતી.
અમે UPSC ની વેબસાઈટ પણ ચકાસી લીધી અમને જાણવા મળ્યું કે 2017 પછી, અંતિમ કટ ઓફ, 700-માર્કથી નીચે નીકળ્યો હતો તે જ સમયે 2019 માં અપંગ લોકોની નિશ્ચિત કેટેગરી માટે હતું અને 653 ગુણ પર નિર્ધારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ,અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. બાંગ્લાદેશના એક વ્યક્તિની ફોટોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે. આ વ્યક્તિ લખનઉનો રાજેશ તિવારી નથી અને તેને યુપીએસસી પરીક્ષા આપી પણ નથી.

Title:શું ખરેખર આ યુવાનનું નામ રાજેશ તિવારી છે અને તે UPSCમાં 643 માર્ક્સ લાવ્યો હતો…?
Fact Check By: Yogesh KariaResult: False
