શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમદાવાદની વીએસ હોસ્પિટલનો છે...? જાણો શું છે સત્ય....
‘તાઉ તે’ વાવાઝોડાએ ગુજરાતમાં ભારે તારાજી સર્જી અને ખૂબ જ નુક્શાન પહોચાડેલ હતુ. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હોસ્પિટલના દ્રશ્યો જોવા મળે છે. અને આ હોસ્પિટલના ટોપ ફ્લોર પરથી એક કાચ નીચે પડતો જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં આવેલા તાઉ-તે વાવાઝોડા દરમિયાનનો અમદાવાદની વીએસ હોસ્પિટલનો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમદાવાની વીએસ હોસ્પિટલનો નથી પરંતુ વડોદરાની ગોતરી હોસ્પિટલનો છે. આ દૂર્ધટનામાં એક નર્સ પણ ઘાયલ થઈ હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Ravindra Barot નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં આવેલા તાઉ-તે વાવાઝોડા દરમિયાનનો અમદાવાદની વીએસ હોસ્પિટલનો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ અંગે ગૂગલ પર સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આજતકની ગુજરાતી રિજનલ ચેનલ ગુજરાત તક પર આ વિડિયો સાથેનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ઘટના વડોદરાની ગોતરી હોસ્પિટલમાં બનવા પામી હતી. આ ઘટનાના પગલે અધિકારીઓમાં ભારે ધોડધામ મચી જવા પામી હતી.”
લોકસત્તા ન્યુઝ ચેનલ દ્વારા પણ આ વિડિયો ને પ્રસારિત કરી અને વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે, આ દૂર્ધટના વડોદરાની ગોતરી હોસ્પિટલમાં બનવા પામી હતી. તમે નીચે જોઈ શકો છો.
તેમજ દિવ્યભાસ્કર દ્વારા પણ આ અંગે વિસ્તૃત માહિતી આપતો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ગોતરી હોસ્પિટલની આ દૂર્ધટનામાં કાચ તૂટેને નીચે પડતા એક નર્સને ઈજા પહોચી હતી અને તેનો વિડિયો પણ દિવ્યભાસ્કર દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો.
તેમજ વીટીવી ગુજરાતી દ્વારા પણ આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં પણ નર્સ ઘાયલ થઈ હતી તેની માહિતી આપવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમદાવાની વીએસ હોસ્પિટલનો નથી પરંતુ વડોદરાની ગોતરી હોસ્પિટલનો છે. આ દૂર્ધટનામાં એક નર્સ પણ ઘાયલ થઈ હતી.
Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમદાવાદની વીએસ હોસ્પિટલનો છે...?
Fact Check By: Yogesh KariaResult: False