શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો દિલ્હીની સાલેમપુર માર્કેટનો છે….? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં નાનકડી શેરીમાં બંને તરફ દુકાનો જોવા મળે છે અને ખૂબ જ ભીડ જોવા મળે છે. આ વિડિયો શેર કરતા દાવા કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો દિલ્હીના સાલેમપુર માર્કેટનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ભારતના દિલ્હીનો નહિં પરંતુ પાકિસ્તાનના લાહોર શહેરમાં આવેલી ઈચારા બજારનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સુરતી મિજાજ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો દિલ્હીના સાલેમપુર માર્કેટનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વર્ષની 26 એપ્રિલના કલર્સ નામના ફેસબુક પેજ પર આ વિડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. વિડિયોના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “ઇચારા બજાર લાહોર.

Facebook | Archive

આ જ વિડિયો 25 એપ્રિલના રોજ ખિલ દાસ કોહિસ્તાની નામના પાકિસ્તાની રાજકારણીએ તેમના ફેસબુક પેજ પર પ્રસારિત કર્યો હતો. આ પોસ્ટના શીર્ષકમાં લખ્યુ હતુ કે, “લાહોરના બજારમાં ભયાનક દ્રશ્ય, કોરોનાવાયરસ એક જીવલેણ રોગ છે, તમારે સાવચેત રહેવું જોઈએ, જવાબદાર નાગરિક તરીકે સાબિત થવું જોઈએ, તમારા જીવન અને તમારા પરિવારના જીવનને કોઈ મુશ્કેલીમાં ન મૂકવું જોઈએ. કોઈ પંજાબ સરકારને પણ જગાડો.”  

ફેસબુક | સંગ્રહ

ત્યાર બાદ, ફેક્ટ ક્રેસેન્ડોએ વધુ માહિતી મેળવવા માટે પાકિસ્તાનમાં સ્થિત ઈન્ડિપેન્ટ ઉર્દૂ સંવાદદાતા ઇજર ઉલ્લાહનો સંપર્ક કર્યો હતો, તેમણે આ વિડિયોની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, “આ વિડિઓ 25 મી એપ્રિલના રોજ ઇન્ટરનેટ પર શેર કરવામાં આવ્યો હતો અને ત્યારથી તે વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાંનો સીન પાકિસ્તાનના લાહોરમાં આવેલા ઇચારા બજારનો છે. બજાર હંમેશાં ખરિદ દારોથી ભરેલું હોય છે અને હંમેશાં અહીં ભીડ જતું રહે છે, કોરોના વાયરસ રોગચાળાને લીધે, પાકિસ્તાનમાં બપોરે સાડા છ વાગ્યે બજાર બંધ થાય છે અને 16 મે સુધી સંપૂર્ણ લોકડાઉનમાં છે.

આ વિડિયોના સંદર્ભમાં, ફેક્ટ ક્રેસેન્ડોએ પાકિસ્તાનના પેશાવર સ્થિત રિયાઝ ગફુરનો સંપર્ક કર્યો હતો, જે પાકિસ્તાની મિડિયા સાથે સંકળાયેલ છે, જેમણે અમને અરબ ન્યૂઝ પાકિસ્તાનના અબ્દુર રૌફ યુસુફજાઇ દ્વારા કહ્યું હતું કે, “વિડિયો ભારતનો નથી, પાકિસ્તાનના લાહોરનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ભારતના દિલ્હીનો નહિં પરંતુ પાકિસ્તાનના લાહોર શહેરમાં આવેલી ઈચારા બજારનો છે.

Avatar

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો દિલ્હીની સાલેમપુર માર્કેટનો છે….?

Fact Check By: Yogesh Karia 

Result: False