શું ખરેખર ટોક્યો ઓલિમ્પિક્સમાં સ્વયંસેવકોને અપાયેલા મેડલ પર પ્રથમ વખત ‘સ્વયંસેવક’ હિન્દીમાં લખવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

ટોક્યો ઓલિમ્પિક 2020ના સ્વયંસેવક ચંદ્રકનો ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ચંદ્રક પર સ્વયંસેવક વિવિધ ભાષાઓમાં લખાયેલ છે. આના પર હિન્દીમાં પણ સ્વયંસેવક લખેલુ વંચાય છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટોક્યો ઓલિમ્પિક્સમાં સ્વયંસેવકોને આપવામાં આવેલા મેડલ પર પહેલીવાર હિન્દીમાં ‘સ્વંયસેવક’ લખ્યું હતું.

ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. ટોક્યો ઓલિમ્પિક્સ 2020ના નામથી ઇ-કોમર્સ વેબસાઈટ પર એક પિન વેચાઇ રહી છે. આ ટોક્યો ઓલિમ્પિક્સ 2020નું સ્વયંસેવક મેડલ નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Dr Tejas Doshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જૂન 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ટોક્યો ઓલિમ્પિક્સમાં સ્વયંસેવકોને આપવામાં આવેલા મેડલ પર પહેલીવાર હિન્દીમાં ‘સ્વંયસેવક’ લખ્યું હતું.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે ગૂગલ પર જૂદા-જૂદા કિવર્ડ સાથે સર્ચ કરતા અમને ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં આપવામાં આવનાર તમામ ચંદ્રકોના ફોટા ઓલિમ્પિકની સત્તાવાર વેબસાઇટ પર મળી આવ્યા હતા.

અમને વેબસાઇટ પર મેડલના ફોટામાં વાયરલ થઈ રહેલો કોઈ ફોટો મળ્યો ન હતો, જે સોશિયલ મિડિયા પર ટોક્યો ઓલિમ્પિક 2020 સ્વયંસેવક પદક તરીકે વાયરલ થઈ રહ્યો છે. તપાસ દરમિયાન અમને ઇ-કોમર્સ વેબસાઇટ E-bay પર મેડલનો વાયરલ ફોટો મળ્યો. વેબસાઇટ પર મેડલનો ફોટો સાથે માહિતી આપવામાં આવી હતી કે, ટોક્યો ઓલિમ્પિક્સ 2020 સ્વયંસેવક ભાષાઓ વોલિયન્ટર પિન. વેબસાઇટ પર આ પિનની કિંમત 1.50 ડોલર છે.

E-bay

ત્યારબાદ અમે સ્વયંસેવકોને પૂરી પાડવામાં આવતી સુવિધાઓ અને વસ્તુઓ વિશે વધુ માહિતી શોધવા માટે ટોક્યો ઓલિમ્પિક્સ 2020 ની સત્તાવાર વેબસાઇટ તપાસી હતી. આ યાદીમાં સ્વયંસેવક પ્રવૃત્તિ દરમિયાન ગણવેશ, ખોરાક અને કોલ્ડ્રિંક્સ, પ્રવાસ ખર્ચ (1,000 યેન / દિવસ) અને સ્વયંસેવક પ્રવૃત્તિને લગતા વીમા જેવી મૂળભૂત વસ્તુઓનો ઉલ્લેખ હતો. જો કે, આ યાદીમાં આવા કોઈ મેડલ અથવા પિનનો ઉલ્લેખ નથી.

Olympics

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. ટોક્યો ઓલિમ્પિક્સ 2020ના નામથી ઇ-કોમર્સ વેબસાઈટ પર એક પિન વેચાઇ રહી છે. આ ટોક્યો ઓલિમ્પિક્સ 2020નું સ્વયંસેવક મેડલ નથી. 

Avatar

Title:શું ખરેખર ટોક્યો ઓલિમ્પિક્સમાં સ્વયંસેવકોને અપાયેલા મેડલ પર પ્રથમ વખત ‘સ્વયંસેવક’ હિન્દીમાં લખવામાં આવ્યું…?

Fact Check By: Yogesh Karia 

Result: False