શું ખરેખર રામ જન્મ ભૂમિ સ્થળ પર ખોદકામ દરમિયાન પત્ર મળી આવ્યો…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ગત વર્ષે ઓગસ્ટ 2020 માં, શ્રી રામ મંદિરના ભૂમિપૂજન પછી, અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું, જે હાલમાં ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યું છે, એવો અંદાજ છે કે વર્ષ 2024 સુધીમાં, ભવ્ય મંદિર તૈયાર થઈ જશે, આ સંદર્ભમાં આ દિવસોમાં એક વિડિઓ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે, વિડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે કોઈ વ્યક્તિ નળાકાર બોક્સમાંથી પત્ર કાઢતો હોય છે અને આપણે તે પત્ર પર પ્રાચીન છબીઓ જોઈ શકીએ છીએ. આ વિડિયો શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ પત્ર અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરની ખોદકામ દરમિયાન મળી આવ્યા છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. રામ જન્મભૂમિ મંદિર નિર્માણ દરમિયાન આ પ્રકારે કોઈ પત્ર મળી આવ્યો નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Rajput Mahesh  નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 જૂન 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ પત્ર અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરની ખોદકામ દરમિયાન મળી આવ્યા છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો 10 એપ્રિલ 2020ના ડિફાઈન.એફસિસિ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જેના કેપ્શનમાં કઈ પણ લખવામાં આવ્યુ ન હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

Instagram | Archive

ત્યાર બાદ અમને ડિફાઈન.એફસિસિ નામના આ પેજની માહિતી તપાસી હતી તો અમને જાણવા મળ્યુ હતુ કે, “ખજાના અંગે નિષ્કર્ષ અને ચિત્ર સોશિયલ મિડિયા પરથી લેવામાં આવ્યા છે. આ હોબી હેતુ માટે સેટ કરેલું એક પૃષ્ઠ છે. તમે જાહેરાત માટે સંપર્ક કરી શકો છો.” 

આ પછી, અમે ગુગલ પર મુખ્ય શબ્દની શોધ કરી અને તે જાણવાનો પ્રયત્ન કર્યો કે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરની ખોદકામ દરમિયાન આવો કોઈ પત્ર મળી આવ્યો છે કે કેમ, પરંતુ અમને કોઈ વિશ્વસનીય સમાચાર અહેવાલ મળ્યો હતો નહીં કે પુષ્ટિ કરે કે આ પ્રકારે કોઈ પત્ર મળ્યો છે.

ત્યારબાદ અમે અમારી પડતાલને મજબૂત કરવા યોધ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટી બિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “વાયરલ થઈ રહેલો દાવો એકદમ ખોટો છે તેમજ આ પ્રકારે કોઈ હસ્તલિપિ શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ દરમિયાન મળી આવી નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. રામ જન્મભૂમિ મંદિર નિર્માણ દરમિયાન આ પ્રકારે કોઈ પત્ર મળી આવ્યો નથી.

Avatar

Title:શું ખરેખર રામ જન્મ ભૂમિ સ્થળ પર ખોદકામ દરમિયાન પત્ર મળી આવ્યો…?

Fact Check By: Yogesh Karia 

Result: False