શું ખરેખર આ વીડિયો વાસદ હાઈવે પરની ઘટનાનો છે, જેમાં 80 જાનૈયાઓ મોતને ભેટ્યા…? જાણો શું છે સત્ય…

Bharat Soni Baroda‎ નામના ફેસબુક યુઝર દ્વારા 4 માર્ચ, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Vasad Highway Incident ✍️✍️✍️👇👇👇આખી જાન ની ગાડી ના જાનૈયા બળી ને ભળથુ થયી ગયા લાઈટ નો કરંટ લગઝરી માં લાગતા 80 જણ નાં મોત વરરાજા સીવાઈ. આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading

દિલ્હીમાં બનેલી પિસ્તોલ તસ્કરીની ઘટનાનો જૂનો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ અોફિસિઅલ‎ નામના ફેસબુક પેજ દ્વારા 28 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સાવધાન…ખબરદાર… આ ડબ્બામાં શું વેંહચી રહયા છે અને આ કોણ લોકો છે..જનતાની જાણકારી માટે… અમારુ કામ મિડીયામા લાવવાનું છે અને કાયઁવાહી કરવાનુ કામ પોલીસનુ છે.. આ પોસ્ટમાં […]

Continue Reading

વારિસ પઠાણ અને ઈમ્તિયાઝ જલીલનો દેવેન્દ્ર ફડણવીસ સાથેનો જૂનો ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Sanjay Gadhia નામના ફેસબુક યુઝર દ્વારા 26 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, જવાબદારી પુર્ણ કર્યા પછી પેમેન્ટ લેવા આવેલા વારીશ પઠાણ ની તેમનાં ભાજપ નાં જીગરજાન મિત્રો સાથે ની એક ઝલક. 👇👇👇👇 આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં આમ આદમી […]

Continue Reading

શું ખરેખર મોબાઈલ એક મિનિટમાં ફૂલ ચાર્જ થઈ જાય એવા મશીનની શોધ થઈ…? જાણો શું છે સત્ય…

‎Mukesh Dhone‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા સોનેરી સુવિચાર / SONERI SUVICHAR નામના ગ્રુપમાં 3 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગુજરાતનો વિકાસ અને ટેકનોલોજી જુઓ , લ્યો હવે મોબાઈલ..2..કલાક ચાર્જ માં રાખવાની જંજત ખતમ.. હવે મોબાઈલ ચાર્જ મશીન આવ્યું બસ મોબાઈલ મશીન માં નાખો. એક […]

Continue Reading

અમદાવાદમાં પોલીસ પર થયેલા પથ્થરમારાનો વીડિયો દિલ્હીમાં થયેલી હિંસાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

24India‎ નામના ફેસબુક પેજ દ્વારા 28 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ પૂરો વિડિઓ જોતા સવાલ થાય છે કે કેમ દિલ્હી પોલીસ આ હિંસા સહન કરતી રહી? #DelhiViolence #DelhiPolish #24india. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં દિલ્હી […]

Continue Reading

શું ખરેખર દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની 70 સીટો પર ડિપોઝીટ જપ્ત થઈ…? જાણો શું છે સત્ય…

‎Vk Rayka‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 11 ફેબ્રુઆરી, 2020 ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોંગ્રેસ ની બધી જ 70 સીટો પર ડિપોઝીટ ઝપ્ત… મતલબ કે હંગીને ધોવાય એટલો પંજો પણ નો રહેવા દીધો 😀 #vk. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં […]

Continue Reading

શું ખરેખર તમિલનાડુમાં 300 વર્ષ પહેલા સમાધિ લીધેલા યોગી હજુ પણ જીવિત છે…? જાણો શું છે સત્ય…

Raval Pradip‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 19 ફેબ્રુઆરી, 2020 ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સરકારે સત્તાવાર ખાનદાન કર નથી પણ અંબાજી વાળા ચુંદડી વાળા માતાજી અન્ન નો દાણો ખાધા વિના આપણી વચ્ચે આવી આશીર્વાદ આપે છે એટલે આં જીવિત શબ્દ બોલતું હોવાથી માની શકાય…આશા રાખીએ કે […]

Continue Reading

યુવા સશક્તિકરણ પ્રોજેક્ટના નામે ખોટી ભરતીની માહિતી થઈ વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Patel Jagruti‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 19 ફેબ્રુઆરી, 2020 ના રોજ  Apnu Anand ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 🚨વર્ષની સૌથી મોટી ભરતી🚨💥કુલ 3114 જગ્યાઓ💥 ભારત યુવા સશક્તિકરણ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા અમલીકરણ એકમો માટે 📝ભરતી અંગેની જાહેરાત📝 ઓનલાઈન અરજી માટે જુઓ વેબસાઈટ👇 https://www.indiayep.org 👉🏾જિલ્લા પ્રોજેક્ટ ઓફીસર જગ્યાઃ 33 […]

Continue Reading

ઓસ્ટ્રેલિયાના પર્થ ક્રિકેટ સ્ટેડિયમનો વીડિયો અમદાવાદના મોટેરા સ્ટેડિયમના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Kishan Joshi‎ નામના ફેસબુક યુઝર દ્વારા 18 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોટેરા સ્ટેડિયમ ની એક ઝલક નમસ્કાર તૈયાર થઇ જાઓ #નમસ્તેટ્રમ્પ માટે 🙏 #આપણાઅમદાવાદ ને વૈશ્વિક પ્રેક્ષકો સમક્ષ ભારતીય સંસ્કૃતિ અને વિવિધતા પ્રસ્તુત કરવાની મળી છે ઐતિહાસિક તક આવો, #BiggestRoadShowEver માટે જોડાઈએ #IndiaRoadShow 🇮🇳 🇮🇳. આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading

અમદાવાદમાં ટ્રમ્પના આગમાન માટે કરવામાં આવેલા વોલ પેઈન્ટિંગનો એડિટેડ ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Bharvi Kumar‎ નામના ફેસબુક યુઝર દ્વારા  19 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ ફોટો રીયલ છે પણ જોઈ લો આ શું લખેલ છે એલા ગુજરાતીઓ જે ઉપર લખ્યું છે એ સૂચનાનો અમલ કરજો જે ઉપર લખ્યું છે એવું કામ ન કરતા ☺️☺️☺️. આ પોસ્ટમાં એવો […]

Continue Reading

શું ખરેખર કેજરીવાલની નવી સરકાર દ્વારા દિલ્હીની તમામ સરકારી શાળાઓમાં CCTV લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Nilesh Chalodiya‎ નામના ફેસબુક યુઝર દ્વારા 17 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ફરી એક વખત મુખ્યમંત્રી થયા બાદ અરવિંદ કેજરીવાલનો ઘડાકો…. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીમાં બનેલી નવી કેજરીવાલ સરકાર દ્વારા દિલ્હી શહેર તેમજ […]

Continue Reading

શું ખરેખર કેજરીવાલની નવી સરકાર દ્વારા ઈમામોના પગારમાં વધારો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

P M Beladiya‎ નામના ફેસબુક યુઝર દ્વારા 12 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કેજરીવાલ સરકાર નો પ્રથમ કામકાજ ના શ્રી ગણેશ કર્યા. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીમાં બનેલી નવી કેજરીવાલ સરકાર દ્વારા ઈમામોના પગારમાં […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના ખેડૂતોને મધ્યપ્રદેશમાં માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

‎‎Rakesh Umarethiya નામના ફેસબુક યુઝર દ્વારા 29 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, M.P. ના મજુરો ઉપાડ લય ને ભાગી જતા ધોરાજી ના ખેડુતો સાત ગાડી લય ને તેના વતન મા ઉધરાણી એ જતા તેમની દશા કેવી થય તે જુવો. આ પોસ્ટમાં એવો […]

Continue Reading

શું ખરેખર આપના અમાનતુલ્લાહ ખાને એવું કહ્યું કે, “સમગ્ર ભારતમાં ઈસ્લામનો વિજય થશે”…? જાણો શું છે સત્ય…

‎‎Sanjay Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા 13 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં ટ્વિટરનો એક સ્ક્રીનશોટ મૂકવામાં આવ્યો હતો અને જેમાં એવું લખેલું છે કે, ’13 राउंड पूरे होने के बाद 72 हजार वोट से आगे चल रहा हूँ। आज शाहीन बाग जीता, आज हमारा इस्लाम जीता है। इंसा […]

Continue Reading

શું ખરેખર ચીને કોરોના વાયરસના દર્દીઓ માટે 2 દિવસમાં બનાવી દીધી 1000 બેડની હોસ્પિટલ…? જાણો શું છે સત્ય…

‎‎Nitin Patel Radhe નામના ફેસબુક યુઝર દ્વારા 29 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોના વાઈરસઃ ચીને ફક્ત બે જ દિવસમાં બનાવી દીધી 1,000 બેડની હોસ્પિટલ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ચીન દ્વારા ફક્ત 2 દિવસમાં જ […]

Continue Reading

ઓરિસ્સાના અતિક્રમણનો વીડિયો અમદાવાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Lalit Patel‎ નામના ફેસબુક યુઝર દ્વારા 7 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમદાવાદ મા અમેરીકાના રાષ્ટ્રપતિ આવવાનાં છે તો ગરિબનુ જીવન ધૂળ ધાણી કરી નાખ્યું સરકારે ભાજપ હટાઓ દેશ બચાવો 😢😢. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો […]

Continue Reading

ચીનના પ્રખ્યાત ડૉ. લી વેનલિઆંગને શ્રદ્ધાંજલિ આપતો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

Rajkot Mirror‎ નામના ફેસબુક પેજ દ્વારા 12 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચીન માં કોરોના વાયરસ ને કારણે લોકોને તેના ઘરમાં જ પુરવા માં આવ્યા…લોકોની ચિસોના આવાજ નો વિડિયો સોશીયલ મીડીયા પર વાયરલ #china #corona #coronavirüsü #coronavirüsü. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

જર્મનીમાં યોજાયેલા આર્ટ પ્રોજેક્ટનો ફોટો કોરોના વાયરસના નામે વાયરલ… જાણો શું છે સત્ય..

‎‎‎‎ Piyush Kakadiya નામના ફેસબુક યુઝર દ્વારા 5 ફેબ્રુઆરી, 2020  ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ચીનનાં વુહાન અને અન્ય કોરોનાવાઈરસ અસરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા પોતાના દેશનાં નાગરિકોના ઈવેક્યુએશન માટે ઓસ્ટ્રેલીયાએ વ્યક્તિદિઠ ૧૦૦૦ ડોલર્સ અને ન્યુઝીલેંડે વ્યક્તિદિઠ ૫૦૦ ડોલર્સનો ચાર્જ ઉઘરાવવાનુ શરુ કર્યુ. બીજી બાજુ પાકિસ્તાને […]

Continue Reading

શું ખરેખર બ્રોઈલર ચિકનમાં મળી આવ્યો કોરોના વાયરસ…? જાણો શું છે સત્ય…

Raj Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 4 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, બોઈલર મુરઘી મા કોરોના વાયરસ જોવા મા આવ્યો છે, તમામ લોકો ને અપીલ કરવામાં આવે છે, કે બોઈલર નુ મટન નો ખાવા મા ઉપયોગ કરશો નહી….. મુસ્લિમ કોમ્યુનિટી, મુંબઈ. ખાર…. […]

Continue Reading

શું ખરેખર ચીન દ્વારા કોરોના વાયરસથી પિડીત 20,000 દર્દીઓને મારવાની અદાલત પાસે અનુમતિ માગવામાં આવી…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Mamta Patel નામના ફેસબુક યુઝર દ્વારા 7 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, કોરોના વાયરસથી પીડાતા 20000 લોકોને મારી નાખવા ચીનની સરકારે કરી અરજી – રાજા સમય ન હોવાથી ડાયપર પહેરીને કાર્યરત ચીની ડૉક્ટરો – પ્રજા 🙄. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર જામીયાના વિદ્યાર્થીઓ દ્વારા નકલી પટ્ટી બાંધીને લોકોને મૂર્ખ બનાવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ Mehul Shashtri નામના ફેસબુક યુઝર દ્વારા 3 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આટલી મોટી નૌટંકી….કયો ડોક્ટર હિજાબ ( બુરખા ) પર અને જેકેટ પર પાટો બાંધે..આ જામિયા અને jnu વાળા પોતે તો મૂર્ખ છે…અને આખી દુનિયા ને બનાવવા માંગે છે. આ […]

Continue Reading

રાહુલ ગાંધીના ભાષણનો અધૂરો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎SK Karia નામના ફેસબુક યુઝર દ્વારા 28 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વાહ રાહુલ ભૈ!! હિન્દુસ્તાન કા યુવા સિર્ફ હિન્દુસ્તાન કો હી નહીં દેશ કો બદલ શકતા હૈ… વાહ વાહ😊 આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાહુલ ગાંધીએ એવું […]

Continue Reading

શું ખરેખર ચીન દ્વારા કોરોના વાયરસના દર્દીઓ માટે 19 દિવસમાં 57 માળની હોસ્પિટલ બનાવવામાં આવી…?

‎‎Jatin Dave નામના ફેસબુક યુઝર દ્વારા રા 31 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચીને ફક્ત 57 માળની નવી હોસ્પિટલ ખાસ કરીને વાયરસ કોરોના દર્દીઓ માટે બનાવી છે. ફક્ત 16 કલાકમાં તેઓએ પ્રથમ કેટલાક માળ પૂર્ણ કર્યા. 19 દિવસમાં તેઓએ પાણીની સપ્લાય અને ઇલેક્ટ્રિક […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો કોરોના વાયરસનો છે…? જાણો શું છે સત્ય…

‎‎Gujarat Speed નામના ફેસબુક પેજ દ્વારા રા 27 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોના વાયરસ, વાયરસનું ખૂબ જ નવું જીવલેણ સ્વરૂપ, ચાઇના પીડિત છે, તુરંત જ ભારત આવી શકે છે, કોઈ પણ પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ, આઇસક્રીમ, કુલ્ફી, વગેરે, કોઈપણ પ્રકારના સચવાયેલા ખોરાક, મિલ્કશેક, […]

Continue Reading

ઈન્ડોનેશિયાનો વીડિયો ચીનના હ્યુઆનના નામે વાયરલ…? જાણો શું છે સત્ય…

‎‎Zalamahavirsinh Zala નામના ફેસબુક યુઝર દ્વારા 29 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ભારતમાં તેમાં ગુજરાતમાં અગાઉ ચેપી વાઇરસ ફાટી નીકળ્યા હતા.જેમ કે.સુરતમાં (પ્લેગ.)તેમજ ગુજરાતમાં કેટલીક જગ્યાએ. બર્ડફલ્યું, સ્વાઇનફલ્યું.કોંગોફિવર, જેવા નાના મોટા ચેપી વાઇરલ જોવા મળ્યા હતા. પરંતુ સરકારની સૂઝબૂઝ અને સતર્ક તાના […]

Continue Reading

શું ખરેખર કાશ્મીરી પંડિતો દ્વારા શાહીનબાગ ખાતે CAA નો વિરોધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ગગો ગુજરાતી નામના ફેસબુક યુઝર દ્વારા 20 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, લ્યો બોલો..ભક્તો હવે ડૂબી મરો, કાશ્મીરી પંડિતો શાહીન બાગ પ્રોટેસ્ટના સમર્થનમાં.. તમે કાશ્મીરી પંડિત વિશે બોલવાનો હક ખોઈ દીધો ભક્તો… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કાશ્મીરી પંડિતો દ્વારા […]

Continue Reading

મેક્સિકોમાં આવેલા ભૂકંપનો જૂનો વીડિયો વર્તમાનના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎વર્ષા મકવાણા‎ નામના ફેસબુક યુઝર દ્વારા 24 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમેરિકા ના મેક્સિકો સિટી માં આજે ધરતીકંપ ૮.૧ સ્કેલ નો ૨ કલાક પેલા આવેલ તેનો વિડિઓ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં અમેરિકાના […]

Continue Reading

શું ખરેખર દિલ્હીમાં ભાજપ દ્વારા વોટ માટે 700 રૂપિયા આપવામાં આવ્યા તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

‎‎Sanjay Gadhia‎ નામના ફેસબુક યુઝર દ્વારા 21 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, દિલ્લી માં ભાજપ નો ખુલ્લો પ્રચાર..700 રૂપિયા લ્યો અને ભાજપ ને મત આપો. લોકતંત્રની ખૂલ્લેઆમ હત્યા. 👇👇. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીમાં ભાજપ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ફ્રાન્સનો છે…? જાણો શું છે સત્ય…

‎‎ Jayesh Desai‎ નામના ફેસબુક યુઝર દ્વારા 2 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, *In France, compare with our nation. Hunt or Hunted!*. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ફ્રાન્સનો છે અને તેની તુલના ભારત સાથે કરવામાં […]

Continue Reading

શું ખરેખર સુરતના કતારગામેથી ભાગી ગયેલા વેવાઈ-વેવાણ મળી આવ્યાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

‎‎Atul Vala‎ નામના ફેસબુક પેજ દ્વારા 21 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પેલા સુરત ના વેવાઈ અને વેવાણ મળી ગયા છે જેની જાહેર જનતા એ નોંધ લેવી🤣🤣🤣 ( જમાનો હાવ બગડી ગયો છે મોદી હે તો મુમકીન હૈ🤣🤣🤣🤣). આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading

શું ખરેખર જશોદાબેન મોદી CAA નો વિરોધ કરવા શાહીન બાગ પહોંચ્યા…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ Hemalata Shetty Sheth નામના ફેસબુક યુઝર દ્વારા 20 જાન્યુઆરી, 2020  ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, શાહીન બાગ. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા જશોદાબેનના ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, શાહીન બાગ ખાતે ચાલી રહેલા CAA ના વિરોધ પ્રદર્શનમાં જશોદાબેને હાજરી આપી વિરોધ […]

Continue Reading

શું ખરેખર પતંજલિ દ્વારા ચિકન મસાલાનું વેચાણ કરવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Pratik Bhartiya નામના ફેસબુક યુઝર દ્વારા 26 ડિસેમ્બર, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, શુદ્ધ, સાત્વિક તથા સંપૂર્ણ રીતે શાકાહારી પતંજલિ ના ચિકન મસાલા. એ વિદેશી DNA વાળા લોકો માટે જેઓ ચોરી ચુપકે મટન ચિકન નો સ્વાદ લે છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં […]

Continue Reading

દિલ્હી ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ખોટી યાદી થઈ વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎ભગવો ગુજરાતી લેરી લાલા નામના ફેસબુક યુઝર દ્વારા 11 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, આમ આદમી પાર્ટી છે કે મુસ્લિમ લીગ ? 27 માંથી 20 ઉમેદવાર મુસલમાન. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી 27 […]

Continue Reading

શું ખરેખર રાજકોટમાં જાહેરમાં કચરો ફેંકવા પર દુષ્કર્મની કલમ લગાવવામાં આવશે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 12 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, વાહ ગતિશીલ ગુજરાત રાજકોટમાં તમે જાહેર માં કચરો ફેકશો તો 376 એટલે દુષ્કર્મ ની કલમ લાગશે. આ નલિયાની પેદાશો ને આવુજ દેખાય હો… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાજકોટમાં […]

Continue Reading

તેલંગાણામાં પકડાયેલી નકલી નોટોના ફોટો ગુજરાતના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Ashik Meghani નામના ફેસબુક યુઝર દ્વારા 13 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, રાજકોટ ના ફાઇનાન્સ સર કેતન દવે ના ઓફીસ પોલીસ છાપૉ મારતા 4કરોડો ના નકલી નોટ જડપાયા અસલી નૉટ લ ઈ નકલી નોટો આપવા જતા રાજકોટ ના વેપારી શક જતા પોલીસ ફોન […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો ઈરાન દ્વારા અમેરિકા પર કરવામાં આવેલા હુમલાના છે…?જાણો શું છે સત્ય…

‎‎પકડી પાડયા નામના ફેસબુક પેજ દ્વારા 10 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઈરાને અોફિસીયલી ફુટેજ જાહેર કર્યા 👇👇👇👇. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો ઈરાન દ્વારા અમેરિકા પર કરવામાં આવેલા હુમલાના છે. આ પોસ્ટને 4 લોકો દ્વારા […]

Continue Reading

કોઆલાનો જૂનો ફોટો તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Gujarati Masti નામના ફેસબુક પેજ દ્વારા 8 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ઓસ્ટ્રલિયા આગ : ઘાયલ થઈ હતી માં, આખી સર્જરી દરમિયાન ચીપકી રહ્યું બાળક. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગમાંથી કોઆલા અને તેના બચ્ચાને બચાવવામાં આવ્યું […]

Continue Reading

શું ખરેખર ભાજપના 88 સાંસદોએ રાજનાથસિંહને NRC અને CAA પરત લેવાની માંગ કરી…? જાણો શું છે સત્ય…

‎‎ગગો ગુજરાતી ‎ નામના ફેસબુક પેજ દ્વારા 8 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 88 સાંસદો નો વિરોધ, CAA NRCનો વિરોધ, મીડિયા નહિ દેખાડે, આ સાંસદ મુસ્લિમ નથી સમજો, દેશ ને બરબાદ થતા રોકવા માટે વિરોધ છે..શેયર કરજો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર ‘છપાક’ ફિલ્મમાં એસિડ ફેંકનારનું નામ રાજેશ રાખવામાં આવ્યું છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Patel Babu નામના ફેસબુક યુઝર દ્વારા જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, લક્ષ્મી પર નદીમખાને એસિડ એટેક કરેલ છતા છપાક ફિલ્મમાં રાજેશ નામ બતાવી હિન્દૂઓને બદનામ કરવામા આવે છે.જેથી આ ફિલ્મ કોઇએ જોવી નહીં … આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, છપાક ફિલ્મમાં […]

Continue Reading

રશિયાનો જૂનો વીડિયો ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎Naresh Baxi ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 7 જાન્યુઆરી, 2020 ના રોજ khichdi..from ABCD ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Video / વ્યક્તિએ રીંછનાં બચ્ચાનો જીવ બચાવ્યો તો સામે તે બચ્ચાએ જે કર્યું તે જોઇને ખુશ થઇ જશો VTV Gujarati ટ્વીટર પર હાલમાં એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો […]

Continue Reading

શું ખરેખર ધુમ્મસના કારણે વિમાન હાઈવે પર ઉતર્યું…? જાણો શું છે સત્ય…

ફેક્ટ ક્રેસેન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 પર એક વોટ્સઅપ યુઝર દ્વારા Foolish INDIAN HOWDY NOW AGAIN SHOWING FOOLISH MIND.. at Durgapur… West Bangal…AIR INDIA POSTAL PLANE LANDING ON THE ROAD AND GO UNDER BRIDGE…THEY DONT KNOW WHERE IT IS ROAD OR RUN WAY !!! दुर्गापुर (पं बंगाल ) मेनगेट पर कुहासे में एयर पोर्ट समझ […]

Continue Reading

ABVP કાર્યકરો દ્વારા CAA અને NRC ના વિરોધની ફોટોશોપ તસ્વીર વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Bharvi Kumar  નામના ફેસબુક યુઝર દ્વારા 1 જાન્યુઆરી, 2020   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, બોલો આ તો ઘરના જ ચોર નીકળ્યા આ તો ભક્તો તમારા સાથીદારોજ નીકળ્યા કેમ ભક્તો આને ક્યાં મોકલશો… પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપના […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનમાં તીડના આક્રમણને પગલે હેલિકોપ્ટર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

‎‎‎‎બનાસકાંઠા જીલ્લા કોગ્રેંસ સમિતિ નામના ફેસબુક પેજ દ્વારા 30 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એક ફોટો મૂકવામાં આવ્યો હતો અને તેની સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં રાજસ્થનમાં થયેલા તીડના આક્રમણને પગલે સરકાર દ્વારા હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો તેનો આ ફોટો છે. આ પોસ્ટને 208 લોકો […]

Continue Reading

શું ખરેખર AMU નો ગેટ પોલીસ દ્વારા તોડવામાં આવ્યો હતો…? જાણો શું છે સત્ય…

‎‎‎‎વિકાસ નું બેસણું ‎ નામના ફેસબુક પેજ દ્વારા 16 ડિસેમ્બર,2019  ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વિદ્યાર્થીઓ શાંતિથી અંદર છે, તો પોલીસ શેના માટે દરવાજા તોડે છે? કોઈ કહેશે? પટેલો પર દમન યાદ આવી ગયું.શેયર કરો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં […]

Continue Reading

પાકિસ્તાન પોલીસનો જૂનો વીડિયો આસામના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

ભરૂચ વાગરા આમોદ જંબુસર અંકલેશ્વર મુસ્લિમ કોમ્યુનિટી ઓગોૅનાઈજેશન ‎ નામના ફેસબુક પેજ દ્વારા 28 ડિસેમ્બર,2019   ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, देश के बाकी हिस्सों में शायद पता ही नहीं है कि आसाम में ये काम चालू है किस तरह से NRC में नाम नहीं होने […]

Continue Reading

શ્રીલંકાની જેલનો જૂનો વીડિયો આસામના ડિટેન્શન કેમ્પના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎ભરૂચ વાગરા આમોદ જંબુસર અંકલેશ્વર મુસ્લિમ કોમ્યુનિટી ઓગોૅનાઈજેશન ‎ નામના ફેસબુક પેજ દ્વારા 28 ડિસેમ્બર,2019   ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Indian Muslims are in detention camps in Assam. May Allah protect all of them – Ameen Ya Rab. 🤲. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો CAA ના સમર્થનમાં RSS દ્વારા નીકાળવામાં આવેલી રેલીનો છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ Swami Apaar Anand ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 26 ડિસેમ્બર,2019   ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, RSS Forever.. In Support of CAA.. આને કહેવાય રેલી👆.. RSS હૈદરાબાદ…. આજની રેલી… હર હર મહાદેવ… #40_ML_NEAT. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો […]

Continue Reading

દક્ષિણ અમેરિકામાં દેખાયેલા સૂર્યગ્રહણનો જૂનો વીડિયો 26 ડિસેમ્બર, 2019 ના રોજ ભારતમાં દેખાયેલા સૂર્યગ્રહણના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 પર એક વોટ્સઅપ યુઝર દ્વારા આજના સુર્ય ગ્રહણ નો અનુપમ અવર્ણનીય નજારો લખાણ સાથે એક વીડિયો મોકલવામાં આવ્યો હતો અને તેની સત્યતા જણાવવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, “સૂર્યગ્રહણનો આ વીડિયો ભારતમાં 26 ડિસેમ્બર, 2019 ના રોજ દેખાયેલા સૂર્યગ્રહણનો છે.” ફેસબુક […]

Continue Reading

પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા CAA અને NRC ના વિરોધની ફોટોશોપ તસ્વીર વાયરલ.. જાણો શું છે સત્ય…

Hemant Patel નામના ફેસબુક યુઝર દ્વારા 24 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, The poster behind Priyanka, “कैब हटाओ, इस देश को मुस्लिम राष्ट्र बनाओ“; tells all about Muslim’s ultimate goals and how Congress is helping them! It should be enough to open […]

Continue Reading

સરકાર દ્વારા શિક્ષકોને તીડ ભગાડવાનો આદેશ આપવામાં આવ્યો એ એક અફવા છે… જાણો શું છે સત્ય…

‎‎‎‎ભુરાકાકા લેપટોપનામના ફેસબુક યુઝર દ્વારા 26 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, *શિક્ષકો આભાર માનો કે સરકારે તીડ ભગવાવાનું જ કહ્યું. જો ગણવાનું કહ્યું હોત તો શું હાલ થાત..*😀🤔. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બનાસકાંઠામાં થયેલા તીડના આક્રમણને પગલે સરકાર દ્વારા શિક્ષકોને […]

Continue Reading