શું ખરેખર ભારતીય આર્મી દ્વારા રાજસ્થાનના બાડમેર ખાતે 2 દિવસમાં 1000 બેડની હોસ્પિટલ બાંધવામાં આવી…? જાણો શું છે સત્ય…

Coronavirus False રાજકીય I Political

We love Surat. નામના ફેસબુક પેજ દ્વારા 29 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, 👆This is a 1000 bed with 100 ventilator hospital bed set up by our Army in Barmer Rajasthan in 2 days for fighting Corona virus. We shared the 1000 bed hospital built in China widely . This is a much faster response with wide experience of our Armed Forces Medical Corps. Pl spread this far n wide n let the people know how the government n army are fighting the Corona virus war. This has not been showed by any of our super news channels who are only showing the increase in the positive cases in our country. Salute n Stand with the forces. Jai Hind. Jai Hindustan. 🙏🙏🙏. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાજસ્થાનના બાડમેર ખાતે ભારતીય આર્મી દ્વારા કોરોના વાયરસના દર્દીઓ માટે ફક્ત 2 દિવસમાં 1000 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી. આ પોસ્ટને 437 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 13 લોકો દ્વારા પોતાના મત રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 109 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.04.09-20_03_01.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર રાજસ્થાનના બાડમેર ખાતે ભારતીય આર્મી દ્વારા કોરોના વાયરસના દર્દીઓ માટે ફક્ત 2 દિવસમાં 1000 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા તમામ ફોટો જૂના હતા. જેને કોરોના વાયરસ કે રાજસ્થાન સાથે કોઈ જ સંબંધ નથી. 

આ તમામ ફોટોની સત્યતા તમે નીચે જોઈ શકો છો.

Photo 1

પોસ્ટમાં મૂકવામાં આવેલો પ્રથમ ફોટો જર્મન આર્મીના મોડ્યુલર બચાવ કેન્દ્રનો છે. આ ફોટોનો સૈન્યના તબીબી સમાચાર અને લેખોમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. આવી હોસ્પિટલોને મોબાઇલ ફિલ્ડ હોસ્પિટલ કહેવામાં આવે છે. આ ફોટો ભારતનો નથી.

image1.png

આ ફોટો તમે અહીં જોઈ શકો છો. Manzomat । Military Medicine

Photo 2

પોસ્ટમાં મૂકવામાં આવેલો બીજો ફોટો યુએસ એરફોર્સ દ્વારા 2008 માં કેલિફોર્નિયાના એક એરપોર્ટ પર બનાવવામાં આવેલી 200 બેડની મોબાઇલ ફિલ્ડ હોસ્પિટલનો છે. આ સુવિધા માર્ચ એર રિઝર્વ બેઝ (MARCH ARB) પર બનાવવામાં આવી હતી. આ માહિતી MARCH ARB ની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવી છે.

image4.png

Archive

Photo 3 

પોસ્ટમાં મૂકવામાં આવેલો ભારતીય સૈનિકોનો ત્રીજો ફોટો વર્ષ 2015 માં નેપાળમાં આવેલા ભૂકંપ સમયનો છે. જ્યારે કાઠમંડુમાં એક સારવાર કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. આ કેન્દ્રમાં સેનાના જવાનોનો ફોટો છે. આ ફોટો મુખ્ય સંરક્ષણ પ્રવક્તાએ 28 એપ્રિલ, 2015 ના રોજ ટ્વિટર પર શેર કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અંતમાં અમારી વધુ તપાસમાં અમને ભારતીય સેનાના Additional Directorate General of Public Information ના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ADG PI – INDIAN ARMY દ્વારા પણ પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને 23 માર્ચ, 2020 ના રોજ ટ્વિટ કરીને ખોટી ગણાવવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ભારતીય સેના દ્વારા રાજસ્થાનના બાડમેર ખાતે 1000 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી હોવાની માહિતી ખોટી છે. આ માહિતીને ભારતીય સેના દ્વારા જ ખોટી બતાવવામાં આવી હતી. આ તમામ ફોટો જૂના છે અને ભારતના નથી. તમામ ફોટોને કોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારની માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ભારતીય સેના દ્વારા રાજસ્થાનના બાડમેર ખાતે 1000 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી હોવાની માહિતી ખોટી છે. આ માહિતીને ભારતીય સેના દ્વારા જ ખોટી બતાવવામાં આવી હતી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ભારતીય આર્મી દ્વારા રાજસ્થાનના બાડમેર ખાતે 2 દિવસમાં 1000 બેડની હોસ્પિટલ બાંધવામાં આવી…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False