શું ખરેખર ચીને કોરોના વાયરસના દર્દીઓ માટે 2 દિવસમાં બનાવી દીધી 1000 બેડની હોસ્પિટલ…? જાણો શું છે સત્ય…

Coronavirus False આંતરરાષ્ટ્રીય I International તબીબી I Medical

Nitin Patel Radhe નામના ફેસબુક યુઝર દ્વારા 29 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોના વાઈરસઃ ચીને ફક્ત બે જ દિવસમાં બનાવી દીધી 1,000 બેડની હોસ્પિટલ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ચીન દ્વારા ફક્ત 2 દિવસમાં જ કોરોના વાયરસના દર્દીઓ માટે તૈયાર કરવામાં આવેલી હોસ્પિટલનો છે. આ પોસ્ટને 83 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 6 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 21 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આ ફોટો ચીનમાં કોરોના વાયરસના દર્દીઓ માટે માત્ર 2 દિવસમાં બનાવવામાં આવેલી હોસ્પિટલનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને dailymail.co.uk દ્વારા 29 જાન્યુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, કોરોના વાયરસને કારણે વૈશ્વિક મૃત્યુઆંક 133 એ પહોંચતા ચીનમાં કામદારો અને સ્વયંસેવકો દ્વારા એક ખાલી બિલ્ડીંગને માત્ર 2 જ દિવસમાં 1000 બેડની હોસ્પિટલમાં ફેરવવામાં આવી હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

આ ઉપરાંત અમને iamgujarat.com દ્વારા 28 જાન્યુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. તેમાં પણ આજ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ચીનના હુઆંગઝોઉ જિલ્લાના શહેરમાં બનાવવામાં આવેલી હુઆંગગાંગ સેન્ટ્રલ હોસ્પિટલની નવી બ્રાન્ચ માટે મે મહિનામાં ખુલ્લી મૂકવામાં આવેલી ખાલી બિલ્ડીંગને સ્થાનિક સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે કોરોના વાયરસના દર્દીઓ માટે 1000 બેડની હોસ્પિટલ બનાવી દેવામાં આવી હતી. આ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

જ્યારે અમારી વધુ તપાસમાં અમને bhaskar.com દ્વારા 3 ફેબ્રુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પરથી એ જાણવા મળ્યું હતું કે, ચીન સરકાર દ્વારા હુઓશેનશાન ખાતે 23 જાન્યુઆરી, 2020 થી 2 ફેબ્રુઆરી, 2020 સુધીના 10 દિવસના સમયગાળામાં કોરોના વાયરસના દર્દીઓ માટે 1000 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી. જે સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને South China Morning Post દ્વારા 3 ફેબ્રુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પરથી એ માહિતી પ્રાપ્ત થઈ હતી કે, ચીનના હુઓશેનશાન ખાતે કોરોના વાયરસના દર્દીઓ માટે 1000 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ચીનમાં કોરોના વાયરસના દર્દીઓ માટે બાંધવામાં આવેલી હોસ્પિટલનો નહીં પરંતુ હુઆંગગાંગ સેન્ટ્રલ હોસ્પિટલની ખાલી બિલ્ડીંગને 2 દિવસમાં કોરોના વાયરસના દર્દીઓ માટે ફેરવવામાં આવી તેનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે,પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ચીનમાં કોરોના વાયરસના દર્દીઓ માટે બાંધવામાં આવેલી હોસ્પિટલનો નહીં પરંતુ હુઆંગગાંગ સેન્ટ્રલ હોસ્પિટલની ખાલી બિલ્ડીંગને 2 દિવસમાં કોરોના વાયરસના દર્દીઓ માટે ફેરવવામાં આવી તેનો છે. જ્યારે ચીનમાં બનાવવામાં આવેલી નવી હોસ્પિટલ ચીનના હુઓશેનશાન શહેરમાં 10 દિવસમાં બનાવવામાં આવી છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ચીને કોરોના વાયરસના દર્દીઓ માટે 2 દિવસમાં બનાવી દીધી 1000 બેડની હોસ્પિટલ…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •