જાણો તાજેતરમાં જાપાન ખાતે આવેલા ભૂકંપના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના સીસીટીવીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં જાપાનમાં આવેલા ભૂકંપનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2025માં મ્યાનમાર ખાતે આવેલા ભૂકંપનો છે. આ વીડિયોને તાજેતરમાં જાપાન ખાતે આવેલા ભૂકંપ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાંથી સ્ક્રીનશોટ લીધો અને રિવર્સ ઈમેજ સર્ચ કર્યું. જેનાથી અમને ટર્કિશ ન્યૂઝ મીડિયા આઉટલેટ TRT Haber દ્વારા 15 મે, 2025ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ જેમાં વાયરલ ક્લિપનો સમાન વીડિયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, 15 મે, 2025ના રોજ મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો તે ક્ષણનો આ વીડિયો છે. 

અમને એ પણ જાણવા મળ્યું કે, આ જ ફૂટેજ તુર્કીની રાષ્ટ્રીય ટેલિવિઝન ચેનલના ઇન્સ્ટાગ્રામ પેજ પર અપલોડ કરવામાં આવ્યો હતો. તે ફૂટેજમાં, આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે, ટાઇમસ્ટેમ્પ 28 માર્ચ, 2025નો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, “મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાના ભૂકંપની ક્ષણ એક સુપરમાર્કેટમાં સુરક્ષા કેમેરા દ્વારા કેદ કરવામાં આવી હતી.”

28 માર્ચ, 2025ના રોજ મ્યાનમારના સાગાઈંગ પ્રદેશમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેનું કેન્દ્રબિંદુ દેશના બીજા સૌથી મોટા શહેર મંડાલયની નજીક હતું. 1912 પછી મ્યાનમારમાં આવેલો આ સૌથી શક્તિશાળી ભૂકંપ હતો જેમાં 2000થી વધુ લોકો માર્યા ગયા અને 4000થી વધુ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ભૂકંપના કારણે મ્યાનમારમાં વ્યાપક નુકસાન થયું હતું અને પડોશી દેશ થાઈલેન્ડમાં નોંધપાત્ર નુકસાન થયું હતું.

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ભૂકંપનો આ વાયરલ વીડિયો તાજેતરમાં જાપાનમાં આવેલા ભૂકંપનો નહીં પરંતુ વર્ષ 2025માં મ્યાનમારમાં આવેલા ભૂકંપનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2025માં મ્યાનમાર ખાતે આવેલા ભૂકંપનો છે. આ વીડિયોને તાજેતરમાં જાપાન ખાતે આવેલા ભૂકંપ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Result Stamp

Title: જાણો તાજેતરમાં જાપાન ખાતે આવેલા ભૂકંપના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *