શું ખરેખર આપના અમાનતુલ્લાહ ખાને એવું કહ્યું કે, “સમગ્ર ભારતમાં ઈસ્લામનો વિજય થશે”...? જાણો શું છે સત્ય…
Sanjay Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા 13 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં ટ્વિટરનો એક સ્ક્રીનશોટ મૂકવામાં આવ્યો હતો અને જેમાં એવું લખેલું છે કે, ’13 राउंड पूरे होने के बाद 72 हजार वोट से आगे चल रहा हूँ। आज शाहीन बाग जीता, आज हमारा इस्लाम जीता है। इंसा अल्लाह, जल्दी ही पूरे इंडिया में इस्लाम की जीत होगी, मेरे सभी मुस्लिम भाई बहनों का सुक्रिया, सबने मिल कर अपनी ताकत दिखाई। एकता बनाएं रखना, हम इतिहास जरूर दोहराएंगे।’ આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન દ્વારા ટ્વિટમાં એવું લખવામાં આવ્યું કે, “સમગ્ર ભારતમાં ઈસ્લામની જીત થશે.” આ પોસ્ટને 16 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 3 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 118 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન દ્વારા ટ્વિટમાં એવું લખવામાં આવ્યું કે, “સમગ્ર ભારતમાં ઈસ્લામની જીત થશે.” એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના ટ્વિટર પર મૂકવામાં આવેલી માહિતીને ચેક કરી હતી. જેમાં અમને અમાનતુલ્લાહ ખાન દ્વારા 11 ફેબ્રુઆરી, 2020 ના રોજ 12.08 મિનિટે કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં ફક્ત એટલું જ લખેલું હતું કે, “13 राउंड पूरे होने के बाद 72000 वोट से आगे चल रहा हूँ।” આ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.
પોસ્ટમાં મૂકવામાં આવેલા અમાનતુલ્લાહ ખાનના ટ્વિટને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, તેમના ઓરિજીનલ ટ્વિટ અને પોસ્ટમાં મૂકવામાં આવેલા ટ્વિટમાં લખવામાં આવેલી ભાષાના ફોન્ટ અલગ-અલગ જોવા મળે છે. બંને ફોન્ટ વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને અમાનતુલ્લાહ ખાન દ્વારા 13 ફેબ્રુઆરી, 2020 ના રોજ ટ્વિટર પર આ માહિતી ખોટી હોવાની સ્પષ્ટતા કરતી એક ટ્વિટ પણ પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો અમાનતુલ્લાહ ખાનના ટ્વિટનો ફોટો ખોટો છે જેમાં એડિટીંગ કરીને લોકોમાં ભ્રામકતા ફેલાવવા માટે ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો અમાનતુલ્લાહ ખાનના ટ્વિટનો ફોટો ખોટો છે જેમાં એડિટીંગ કરીને લોકોમાં ભ્રામકતા ફેલાવવા માટે ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:શું ખરેખર આપના અમાનતુલ્લાહ ખાને એવું કહ્યું કે, “સમગ્ર ભારતમાં ઈસ્લામનો વિજય થશે”...? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False