વેનેઝુએલાના જૂના ફોટો ઈટલીની શેરીઓમાં લોકોએ ફેંકેલી નોટોના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Coronavirus False આંતરરાષ્ટ્રીય I International

हम हैं गुजरात  નામના ફેસબુક યુઝર દ્વારા 1 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ઇટાલીના સૌથી ધનિક લોકોએ પૈસા રસ્તા પર ફેંકી દીધા અને કહ્યું, “આ આપણા ખરાબ સમયમાં ચાલ્યું નહીં, આપણે આપણા પ્રિયજનોને બચાવી શકીએ નહીં, આપણે અમારા બાળકોને બચાવી શકીએ નહીં, આ સંપત્તિનો શું ઉપયોગ છે? માનવતા કરતા પૈસાની વધુ કદર કરનારાઓ માટે એક પાઠ છે …. નમ્રતા. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઈટલીમાં કોરોના વાયરસના કારણે લોકોએ પોતાના પૈસા રસ્તા પર ફેંકી દીધા અને એવું વિચાર્યું કે, આપણે આપણા પ્રાયજનો અને બાળકોને ના બચાવી શકીએ તો એ પૈસા શું કામના? આ પોસ્ટને 299 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 10 લોકો દ્વારા પોતાના મત રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 173 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.04.02-17_49_38.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ઈટલીમાં કોરોના વાયરસના કારણે પરેશાન લોકોએ પોતાના પૈસા રસ્તા પર ફેંકી દીધા? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને CNW રિસર્ચ વેબસાઈટ દ્વારા 12 માર્ચ, 2019 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આ તમામ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, લૂટારુ તત્વો દ્વારા વેનેઝુએલાના મેરિડા શહેરમાં આવેલી બાયસેન્ટેનિઅલ બેંન્કમાં ચોરી કરી હતી. ત્યાર બાદ લૂટારુઓએ દેશનું ચલણ હવે કંઈ જ કામનું નથી એવું સાબિત કરવા માટે નોટોને રસ્તા પર ફેંકી દીધી હતી.

Archive

અમારી વધુ તપાસમાં અમને 12 માર્ચ, 2019 ના રોજ maduradas.com નામની વેબસાઇટ પર પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટા વેનેઝુએલાના મેરિડા શહેરના છે. જ્યાં લૂટારુઓ દ્વારા બેંકમાં લૂંટ ચલાવ્યા બાદ જૂની ચલણી નોટોને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી. વેનેઝુએલામાં, નવું ચલણ આવ્યા પછી જૂની ચલણી નોટોને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી. સમાચારમાં તમે તેના અન્ય ફોટો પણ જોઈ શકો છો.

image2.png

Archive

વેનેઝુએલા છેલ્લા કેટલાક સમયથી એક મહાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. 2018 માં વેનેઝુએલાના ચલણમાં $ 2 લાખ 85 હજાર ડોલરનું ભારે નુકશાન થયું હતું. દેશના ચલણના અવમૂલ્યન પછી રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો દ્વારા નવું ચલણ બહાર પાડવામાં આવ્યું હતું. તેથી, જૂનું ચલણ નકામું બની ગયું હતું.

આ ફોટા વેનેઝુએલાના વિવિધ પત્રકારો અને વેબસાઇટ્સ દ્વારા પણ શેર કરવામાં આવ્યા હતા. જેને તમે નીચે જોઈ શકો છો.

https://twitter.com/guidoayalatic/status/1105282184414416898

Archive

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો ઈટલીના નહીં પરંતુ વેનેઝુએલાના છે. જેમાં ચોરો દ્વારા બેન્કને લૂંટી લીધા બાદ નોટોને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી. તેથી આ ફોટોને કોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારની માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો ઈટલીના નહીં પરંતુ વેનેઝુએલાના છે. જેમાં ચોરો દ્વારા બેન્કને લૂંટી લીધા બાદ નોટોને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી. તેથી આ ફોટોને કોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:વેનેઝુએલાના જૂના ફોટો ઈટલીની શેરીઓમાં લોકોએ ફેંકેલી નોટોના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False