Nilesh Chalodiya‎ નામના ફેસબુક યુઝર દ્વારા 17 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ફરી એક વખત મુખ્યમંત્રી થયા બાદ અરવિંદ કેજરીવાલનો ઘડાકો.... આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીમાં બનેલી નવી કેજરીવાલ સરકાર દ્વારા દિલ્હી શહેર તેમજ ત્યાંની તમામ સરકારી શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે લેવાયેલા નિર્ણયનો છે. આ પોસ્ટને 6 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 312 લોકો દ્વારા આ વીડિયો જોવામાં આવ્યો હતો. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા આ પોસ્ટને વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીમાં તાજેતરમાં બનેલી કેજરીવાલ સરકાર દ્વારા સીસીટીવી લગાવવા માટે લેવામાં આવેલા નિર્ણયનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં મળેલા પરિણામો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ત્યાર બાદ અમે અમારી તપાસને આગળ વધારી ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને 17 ડિસેમ્બર, 2018 ના રોજ UttarBharat Samachar દ્વારા પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, દિલ્હીની જનતાના સારા દિવસો આવવાના છે. દિલ્હી સરકાર દ્વારા સરકારની તમામા સેવાઓ જનતાને ઘરે બેઠા ઉપલબ્ધ થવાની જાહેરાત કરવામાં આવી. આ સંપૂર્ણ સમાચાર જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને યુટ્યુબ પર જુદા જુદા સમયે પ્રસારિત કરવામાં આવેલા અન્ય વીડિયો પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. INA News | Nonstop video | Baljit singh Bhawra

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને NDTV India દ્વારા 8 જુલાઈ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, દિલ્હી સરકાર દ્વારા તમામ સરકારી શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવાની શરૂઆત કરવામાં આવી હતી. જેની સોપ્રથમ શરૂઆત દિલ્હીના લાજપતનગરની એક શાળાએથી કરવામાં આવી હતી. આ શાળામાં સીસીટીવી લગાવી દેવામાં આવ્યા હતા અને બાળકોના વાલીઓની ચિંતામાં ઘટાડો થયો હોવાની માહિતી પણ આપવામાં આવી હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર બની એના બે વર્ષ પહેલાનો છે. જેને લોકોને ગેરમાર્ગે દોરવા માટે તાજેતરમાં વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર બની એના બે વર્ષ પહેલાનો છે. જેને લોકોને ગેરમાર્ગે દોરવા માટે તાજેતરમાં વાયરલ કરવામાં આવી રહ્યો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર કેજરીવાલની નવી સરકાર દ્વારા દિલ્હીની તમામ સરકારી શાળાઓમાં CCTV લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો...? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False