‎‎‎‎Viragkareliya Virag નામના ફેસબુક યુઝર દ્વારા 20 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, પારલે જી ના પેકેટ પર જે છોકરીનો ફોટો હોય છે તેમનું નામ નિરુ દેશપાંડે તેઓ 4 વર્ષના હતા ત્યારે આ ફોટો પડાવ્યો હતો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પારલે જી ના પેકેટ પર જે છોકરી દેખાઈ રહી છે એજ બાજુમાં મૂકવામાં આવેલા ફોટોમાં દેખાતી મહિલા છે. જે 4 વર્ષની હતી ત્યારનો આ ફોટો છે. આ પોસ્ટને 6 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ફોટોમાં દેખાતી મહિલા જ પારલે જી બિસ્કિટના પેકેટ પર દેખાતી નાની બાળકી છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને ઘણી બધી વેબસાઈટ પર આજ ફોટોનું સત્ય ચકાસવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના પરથી અમને એ જાણવા મળ્યું હતું કે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં પારલે જી ગર્લ સાથે જે મહિલા દેખાઈ રહી છે તે પારલે ગર્લ નહીં પરંતુ ઇન્ફોસિસની ચેરમેન સુધામૂર્તિ છે.

અમારી વધુ તપાસમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને ઇન્ફોસિસના ચેરમેન સુધામૂર્તિના ઘણા બધા ફોટો પ્રાપ્ત થયા હતા. જે ફોટો આબેહૂબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે મળતા આવે છે. જે તમે પણ જોઈ શકો છો. વધુમાં અમને boldsky.com દ્વારા 17 ઓગષ્ટ, 2011 ના રોજ સુધામૂર્તિ પર પ્રસારિત કરવામાં આવેલો આર્ટિકલ પ્રાપ્ત થયો હતો. જેમાં આજ ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અન્ય એક વેબસાઈટ પર પણ આ ફોટો સાથેની માહિતી અમને પ્રાપ્ત થઈ જે તમે અહીં જોઈ શકો છો. Slideshare.net

પોસ્ટમાં મૂકવામાં આવેલો સુધામૂર્તિનો ફોટો અને તેમના અન્ય એક ફોટા વચ્ચેની સમાનતા તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો પારલે જી ગર્લ સાથેનો ફોટો ઇન્ફોસિસના ચેરમેન સુધામૂર્તિનો છે જેને ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો પારલે જી ગર્લ સાથેનો ફોટો ઇન્ફોસિસના ચેરમેન સુધામૂર્તિનો છે જેને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:ઇન્ફોસિસના ચેરમેન સુધામૂર્તિનો ફોટો પારલે જી ગર્લના નામે થયો વાયરલ... જાણો શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: False