જાણો લિફ્ટની બહાર યુવક અને યુવતી વચ્ચેની મારામારીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

ગેરમાર્ગે દોરનાર I Misleading સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લિફ્ટની બહાર યુવક અને યુવતી વચ્ચેની મારામારીના આ CCTV છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં લિફ્ટની બહાર યુવક અને યુવતી વચ્ચેની મારામારીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને વાસ્તવિક પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આ વાયરલ વીડિયો એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોવા મળ્યો હતો. આ વીડિયોના કેપ્શનમાં ‘એક્ટિંગ’ અને ‘ફિટનેસ’ જેવા હેશટેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ એવું પણ લખવામાં આવ્યું છે કે, આ વીડિયોને ગંભારતાથી ના લેતા કારણ કે, આ સંપૂર્ણ વીડિયો પ્લાનિંગ કરીને બનાવેલો છે. ઘરે પણ આવો ટ્રાય ના કરતા.

વીડિયોમાં દેખાતા છોકરાનું નામ વિપિન ચૌહાણ છે. તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં જણાવાયું છે કે, તે એક કુસ્તીબાજ છે. તેના એકાઉન્ટ પરના અન્ય ઘણા વીડિયોમાં “CWE એકેડેમી” માટેનું બેનર દેખાય છે.

તેના એકાઉન્ટ પર આવી જ હિંસાના અન્ય વીડિયો પણ છે, જેમાં વાયરલ વીડિયોમાં જોવા મળતી છોકરીનો પણ સમાવેશ થાય છે.

અમે સ્પષ્ટતા માટે વિપિન ચૌહાણનો સંપર્ક કર્યો. તેમણે જણાવ્યું કે, વીડિયોમાં દેખાતી છોકરી તેમની પત્ની રુચિકા શાહ છે. આ વીડિયોને ઘણા બધા વ્યૂઝ અને લાઈક્સ મળ્યા, જેના કારણે તેમને આવા વધુ વીડિયો બનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. આ કોઈ વાસ્તવિક ઘટના નથી, પરંતુ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં લિફ્ટની બહાર યુવક અને યુવતી વચ્ચેની મારામારીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને વાસ્તવિક પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Result Stamp

Title: જાણો લિફ્ટની બહાર યુવક અને યુવતી વચ્ચેની મારામારીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: Misleading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *