Bharat Soni Baroda‎ નામના ફેસબુક યુઝર દ્વારા 4 માર્ચ, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Vasad Highway Incident 👇👇👇
આખી જાન ની ગાડી ના જાનૈયા બળી ને ભળથુ થયી ગયા લાઈટ નો કરંટ લગઝરી માં લાગતા 80 જણ નાં મોત વરરાજા સીવાઈ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વાસદ હાઈવેનો છે. જ્યાં જાનની લકઝરીમાં કરંટ લાગવાને કારણે 80 લોકોના મોત થયા હતા. આ પોસ્ટને 45 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 10 લોકો દ્વારા પોતાનો મત રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ 21 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા આ પોસ્ટને વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Video Archive 1 | Video Archive 2

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો વાસદ હાઈવે પર એક જાનની લકઝરીમાં કરંટ લાગવાને કારણે 80 લોકોના મોત થયા તેનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાંથી એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને gujarati.news18.com દ્વારા 29 ફેબ્રુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, સુરતના સરથાણા વિસ્તારમાં BRTS બસમાં આગ લાગી હતી. મુસાફરોને સલામત રીતે બસમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા. જો કે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

Archive

અમારી વધુ તપાસમાં અમને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ ઉપરોક્ત માહિતી સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Divya Bhaskar | Sandesh | Zee News

અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી સાથેના વીડિયો સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

આ સમાચારને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. ABP Asmita | Connect Gujarat TV

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વાસદ હાઈવેનો નહીં પરંતુ સુરતના સરથાણા ખાતે BRTS બસમાં લાગેલી આગનો છે. જેમાં કોઈ જ જાનહાની થઈ ન હતી. હાલમાં આ વીડિયો લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વાસદ હાઈવેનો નહીં પરંતુ સુરતના સરથાણા ખાતે BRTS બસમાં લાગેલી આગનો છે. જેમાં કોઈ જ જાનહાની થઈ ન હતી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર આ વીડિયો વાસદ હાઈવે પરની ઘટનાનો છે, જેમાં 80 જાનૈયાઓ મોતને ભેટ્યા...? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False