બ્રાઝીલનો વીડિયો ઈટાલીમાં લોકડાઉનના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Coronavirus False આંતરરાષ્ટ્રીય I International

‎‎Gaurang Banker‎  નામના ફેસબુક યુઝર દ્વારા 31 માર્ચ, 2020 ના રોજ Sara suvichar એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ ઇટાલી ના લોકડાઉન નો વિડીયો છે..બસ આમજ ગુજરાત અને ભારત મા પોલીસે કરવાની જરૂર છે… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો ઈટાલીમાં કરવામાં આવેલા લોકડાઉનનો છે. ગુજરાત અને ભારતમાં પણ પોલીસે આમ કરવાની જરૂર છે. આ પોસ્ટને 162 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 6 વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 85 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.04.13-18_36_39.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઈટાલીમાં કરવામાં આવેલા લોકડાઉનનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને hoodsite.com દ્વારા 21 માર્ચ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો બ્રાઝિલનો છે. જ્યાં પોલીસ અધિકારીઓ દ્વારા ધારદાર હથિયાર સાથે નશામાં મશગુલ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-hoodsite.com-2020.04.13-18_55_07.png

Archive

અમારી વધુ તપાસમાં અમને અન્ય સમાચાર માધ્યમો દ્વારા પણ આજ માહિતી સાથેના સમાચાર પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. nationalfile.com | politica.estadao.com.br

અમારી વધુ તપાસમાં અમને g1.globo.com દ્વારા 20 માર્ચ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ઘટના બ્રાઝીલના સાઉ પાઉલો શહેરમાં બની હતી. જેમાં નશામાં ચકચૂર એક વ્યક્તિ દ્વારા ચાકૂ વડે કેટલાક લોકો પર હુમલો કરવામાં આવતાં પોલીસ અધિકારીઓ દ્વારા તેને જમીન પર પાડી દઈને પકડી લેવામાં આવ્યો હતો. તે સમયનો આ વીડિયો છે.  

screenshot-g1.globo.com-2020.04.13-19_09_17.png

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઈટાલીમાં કરવામાં આવેલા લોકડાઉન સમયનો નહીં પરંતુ બ્રાઝીલના સાઉ પાઉલો શહેરનો છે. જેને કોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ વીડિયોને ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઈટાલીમાં કરવામાં આવેલા લોકડાઉન સમયનો નહીં પરંતુ બ્રાઝીલના સાઉ પાઉલો શહેરનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:બ્રાઝીલનો વીડિયો ઈટાલીમાં લોકડાઉનના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False