Raval Pradip‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 19 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સરકારે સત્તાવાર ખાનદાન કર નથી પણ અંબાજી વાળા ચુંદડી વાળા માતાજી અન્ન નો દાણો ખાધા વિના આપણી વચ્ચે આવી આશીર્વાદ આપે છે એટલે આં જીવિત શબ્દ બોલતું હોવાથી માની શકાય...આશા રાખીએ કે સરકાર જલ્દી થી આં સમાચાર નું ખાનદાન કરી સિદ્ધર યોગી ના દર્શન બધા કરી શકે તેવો લહાવો આપે અને ગ્રીનીચ વર્લ્ડ ઓફ બુક માં સ્થાન પ્રાપ્ત થાય.. આ પોસ્ટમાં ઉપરોક્ત લખાણ સાથે મૂકવામાં આવેલા આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો અને આર્ટિકલમાં મૂકવામાં આવેલા વીડિયોમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે તે એક યોગી પુરુષ છે. જેમને તમિલનાડુના વેલ્લિયાર ખાતે 300 વર્ષ પહેલાં સમાધિ લીધી હતી. જ્યારે 300 વર્ષ પછી કરવામાં આવેલા ખોદકામમાં તેમનું જીવિત શરીર મળી આવ્યું તેનો આ ફોટો અને વીડિયો છે. આ પોસ્ટને 3 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો અને આર્ટિકલમાં મૂકવામાં આવેલા વીડિયોમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે તે એક યોગી પુરુષ છે. જેમને તમિલનાડુના વેલ્લિયાર ખાતે 300 વર્ષ પહેલાં સમાધિ લીધી હતી. જ્યારે 300 વર્ષ પછી કરવામાં આવેલા ખોદકામમાં તેમનું જીવિત શરીર મળી આવ્યું તેનો આ ફોટો અને વીડિયો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલના વીડિયોમાંથી એક સ્ક્રીનશોટ લઈને તેને ગુગલ રિવર્સ ઈમેજ દ્વારા સર્ચ કરતાં અમને dailymail.co.uk દ્વારા 26 જૂન, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ફોટોમાં દેખાતો માણસ એક રશિયન છે. જે એક મરેલા માણસ જેવો દેખાય છે. જેને એક રીંછની ગુફામાંથી બચાવવામાં આવ્યો છે. તેના પીઠનું હાડકું તૂટી ગયા પછી રીંછે તેને એક ગુફામાં જ છોડી દીધો હતો. આ વ્યક્તિને લગભગ એક મહિના પછી બચાવી લેવામાં આવ્યો હતો. આ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને dailymail.co.uk દ્વારા 29 જૂન, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક અન્ય સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વ્યક્તિને ક્રોનિક સોરાયસિસ નામનો ચામડીનો રોગ થયો છે. તેના પર રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી ખોટી છે. આ વ્યક્તિ એક રશિયન નહીં પરંતુ કઝાકિસ્તાનનો નાગરિક છે. જે સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને thescottishsun.co.uk દ્વારા 26 જૂન, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક અહેવાલમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વીડિયોમાં દેખાતા વ્યક્તિ પર રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની તેમજ તેને એક મહિના પછી બચાવી લેવામાં આવ્યો હોવાની માહિતી તદ્દન ખોટી છે. સત્ય તો એ છે કે, આ વ્યક્તિને ક્રોનિક સોરાયસિસ નામનો ચામડીનો રોગ થયો છે.

આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો તેમજ વીડિયોમાં દેખાતા વ્યક્તિને ક્રોનિક સોરાયસિસ નામનો ચામડીનો રોગ થયો છે. તે તમિલનાડુમાં 300 વર્ષ પહેલા સમાધિ લીધેલા યોગી હોવાની માહિતી તદ્દન ખોટી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો તેમજ વીડિયોમાં દેખાતા વ્યક્તિને ક્રોનિક સોરાયસિસ નામનો ચામડીનો રોગ થયો છે. તે તમિલનાડુમાં 300 વર્ષ પહેલા સમાધિ લીધેલા યોગી હોવાની માહિતી તદ્દન ખોટી છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર તમિલનાડુમાં 300 વર્ષ પહેલા સમાધિ લીધેલા યોગી હજુ પણ જીવિત છે...? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False