સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ માર્કેન્ડેય કાત્જુ દ્વારા ડિસેમ્બર 2019 માં આપવામાં આવેલું નિવેદન હાલમાં થયું વાયરલ… જાણો શું છે સત્ય…

Partly False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ અોફિસિઅલ  નામના ફેસબુક પેજ દ્વારા 6 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા સમાચારપત્રના ફોટોમાં એવું લખવામાં આવ્યું હતું કે, મુસ્લિમોને બલિનો બકરો બનાવી ભાજપે તેની બધી નિષ્ફળતાઓ માટે બહાનું શોધી કાઢ્યું : કાત્જુ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસને લઈ તબલિકી જમાતના કેટલાક મુસ્લિમ લોકોમાં કોરોના વાયરસ જોવા મળ્યો હતો. ત્યારે સમગ્ર દેશમાં મુસ્લિમો પર અન્ય લોકો દ્વારા જુદા જુદા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. એજ સમયે સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ માર્કેંન્ડેય કાત્જુ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે, “મુસ્લિમોને બલિનો બકરો બનાવી ભાજપે તેની બધી નિષ્ફળતાઓ માટે બહાનું શોધી કાઢ્યું”.  આ પોસ્ટને 931 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 8 લોકો દ્વારા પોતાના મત રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 202 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.04.07-20_32_40.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ માર્કેન્ડેય કાત્જુ દ્વારા તાજેતરમાં એવું નિવેદન આપવામાં આવ્યું છે કે, મુસ્લિમોને બલિનો બકરો બનાવી ભાજપે તેની બધી નિષ્ફળતાઓ માટે બહાનું શોધી કાઢ્યું? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં આપવામાં આવેલા સમાચારના શબ્દોને સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, ગુજરાત ટુડે ગુજરાતી સમાચાર પત્ર દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા સમાચાર 20 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે સમાચારની સંપૂર્ણ PDF ફાઈલ અમને pknewspapers.com પર પ્રાપ્ત થઈ હતી. જેમાં તમે ત્રીજા નંબરના પેજ પર જમણી બાજુ પર ઉપરથી નીચે બીજા નંબર પર આ સમાચાર જોઈ શકો છો.

GUJARATTODAY-E-PAPER-20-DEC-2019

અમારી વધુ તપાસમાં આજ માહિતી સાથેના સમાચાર અમને jansatta.com દ્વારા 19 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.jansatta.com-2020.04.07-21_35_59.png

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. navjivanindia.com

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો સમાચાર પત્રનો ફોટો 20 ડિસેમ્બર, 2019 ના રોજનો છે. એ સમયે સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું. પરંતુ આ નિવેદનને હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસ કે લોકડાઉન સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારની માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો સમાચાર પત્રનો ફોટો 20 ડિસેમ્બર, 2019 ના રોજનો છે. એ સમયે સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ માર્કેન્ડેય કાત્જુ દ્વારા ડિસેમ્બર 2019 માં આપવામાં આવેલું નિવેદન હાલમાં થયું વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Partly False