અમદાવાદમાં પોલીસ પર થયેલા પથ્થરમારાનો વીડિયો દિલ્હીમાં થયેલી હિંસાના નામે વાયરલ... જાણો શું છે સત્ય…
24India નામના ફેસબુક પેજ દ્વારા 28 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ પૂરો વિડિઓ જોતા સવાલ થાય છે કે કેમ દિલ્હી પોલીસ આ હિંસા સહન કરતી રહી? #DelhiViolence #DelhiPolish #24india. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે થયેલી હિંસાનો છે. જ્યાં દિલ્હી પોલીસ બેકાબૂ બનેલા ટોળાની હિંસા સહન કરતી રહી . આ પોસ્ટને 9 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 2 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. 446 લોકો દ્વારા આ વીડિયો જોવામાં આવ્યો હતો. તેમજ 17 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા આ પોસ્ટને વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં દિલ્હીમાં થયેલી હિંસાનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે વીડિયોને ધ્યાનથી જોતાં વીડિયોમાં એક દવાની દુકાનનું બોર્ડ જોવા મળે છે જેના પર ગુજરાતી ભાષામાં ‘દવાઓ’ લખેલું તમે સ્પષ્ટ જોઈ શકો છો.
ત્યાર બાદ ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને Sandesh News દ્વારા 20 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં CAA ને લઈને બબાલ થઈ હતી. જેમાં ત્યાંના સ્થાનિક લોકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તમે નીચેના સમાચારમાં જોઈ શકો છો.
આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. TV9 Gujarati | News18 Gujarati
આજ સમાચારને The Lallantop દ્વારા પણ 20 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
આ તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો 2 મહિના પહેલા CAA ના વિરોધમાં અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં બેકાબૂ ટોળા દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાનો છે. તેને દિલ્હીમાં થયેલી હિંસાના નામે ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો 2 મહિના પહેલા CAA ના વિરોધમાં અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં બેકાબૂ ટોળા દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાનો છે. તેને દિલ્હીમાં થયેલી હિંસાના નામે ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:અમદાવાદમાં પોલીસ પર થયેલા પથ્થરમારાનો વીડિયો દિલ્હીમાં થયેલી હિંસાના નામે વાયરલ... જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False