
Dhaval Trivedi નામના ફેસબુક યુઝર દ્વારા 9 એપ્રિલ, 2020 ના રોજ દિલ નું નજરાણું નામના ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, *વોટસઅપ ગૃપ કે પર્સનલ મોકલેલ મેસેજ મા √ ની નીશાની શું સુચવે છે તેની સમજણ નીચે મુજબ છે.* ======================= 1. એક √ = Massage મોકલ્યો. 2. √√ = Message પહોંચી ગયો 3. બે વાદળી √√ = Message વાંચ્યો 4. ત્રણ વાદળી √√√ = Massage ની નોંધ સરકારે લીધી છે. 5. બે વાદળી 1 લાલ √√√ = Massage બાબતે સરકાર તમારી સામે કાર્યવાહી કરી શકે છે. 6. એક વાદળી 2 લાલ √√√ = સરકાર તમારો ડેટા ચકાસી રહી છે . 7 જો ત્રણે લાલ √√√ = સરકારે તમારી સામે કાર્યવાહી કરી છે તમને કોર્ટ તરફથી સમન્સ મળશે. *જવાબદાર બનીએ અને જાણે કે અજાણે સાયબર ક્રાઈમ ના ગુના થી બચીએ અને આપણા સારા મિત્રો ને શેર કરીએ*🙏🙏🙏🙏🙏. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વોટ્સએપ પર ફરતી ખોટી માહિતી અને સમાચારને રોકવા માટે સરકાર દ્વારા તમારા વોટ્સએપ મેસેજને ટ્રેક કરવામાં આવી રહ્યા છે. આ માટે સાયબર ક્રાઈમના ગુનાથી બચવા માટે સાવધાની રાખવી જોઈએ. આ પોસ્ટને 3 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 8 લોકો દ્વારા પોતાના મત રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર વોટ્સએપ પર ફરતી ખોટી માહિતી અને સમાચારને રોકવા માટે સરકાર દ્વારા તમારા વોટ્સએપ મેસેજને ટ્રેક કરવામાં આવી રહ્યા છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને PIB Fact Check દ્વારા તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર 7 એપ્રિલ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી ઉપરોક્ત પોસ્ટમાં આપવામાં આવેલી માહિતી કે, વોટ્સએપ પર ફરતી ખોટી માહિતી કે સમાચારને રોકવા માટે સરકાર દ્વારા તમારા વોટ્સએપ મેસેજને ટ્રેક કરવામાં આવી રહ્યા હોવાની માહિતી તદ્દન ખોટી છે.
આજ માહિતીને અન્ય કેટલાક સમાચારોમાં પણ ખોટી હોવાનું સાબિત કરવામાં આવ્યું હતું. જે તમે અહીં જોઈ શકો છો. amarujala.com | indianexpress.com
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ વોટ્સએપ પર ફરતી ખોટી માહિતી કે સમાચારને રોકવા માટે સરકાર દ્વારા તમારા વોટ્સએપ મેસેજને ટ્રેક કરવામાં આવી રહ્યા હોવાની માહિતી તદ્દન ખોટી છે. જેને હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસ કે લોકડાઉન સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારની માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ વોટ્સએપ પર ફરતી ખોટી માહિતી કે સમાચારને રોકવા માટે સરકાર દ્વારા તમારા વોટ્સએપ મેસેજને ટ્રેક કરવામાં આવી રહ્યા હોવાની માહિતી તદ્દન ખોટી છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર ખોટા સમાચાર રોકવા માટે સરકાર તમારા વોટ્સએપ મેસેજને ટ્રેક કરી રહી છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
